હાઈ લા....સુહાગરાતે દુલ્હા-દુલ્હન સાથે માતા પણ હોય એક જ રૂમમાં, દીકરીને બધુ સમજાવે
દુનિયામાં ભાત ભાતની પરંપરાઓ જોવા મળતી હોય છે. લોકો આ પરંપરાઓને સદીઓથી ચાલતી આવતી હોવાના કારણે શ્રદ્ધા અને ધૈર્યથી નિભાવતા પણ જોવા મળે છે. આ કઈક આવી જ પરંપરા છે. જાણો ક્યાં જોવા મળે છે અને આખરે આ પરંપરા પાછળ શું તર્ક છે.
Trending Photos
પરિણીત હોય કે અપરિણીત...જ્યારે સુહાગરાતનું નામ સાંભળે તો દરેકના મોઢે હાસ્ય છવાઈ જાય છે. આ શબ્દ કેટલાક લોકો માટે ભૂતકાળની વાતો તાજી કરે છે તો કેટલાક માટે ભવિષ્યના મીઠા સપના જગાવે છે. જો કે ફિલ્મો અને ટીવી સિરીયલોમાં તેને ખુબ રોમેન્ટિક ઢબે દેખાડવામાં આવે છે. અસલમાં તે એવું જ હોય તેવું જરૂરી હોતું નથી. સુહાગરાતે કપલ એક બીજાને સમજવામાં અને વાતો કરવામાં સમય વિતાવતા હોય એવું પણ બનતું હોય છે.
દુનિયામાં લગ્ન અંગે અનેક પ્રકારની પરંપરાઓ જોવા મળતી હોય છે. કેટલીક વિચિત્ર પણ હોય છે. જો કે આમ છતાં લોકો તેમને ખુબ ધૈર્ય અને શ્રદ્ધા સાથે નિભાવતા હોય છે. આ પરંપરાઓ પાછળ પોત પોતાના અલગ તર્ક હોય છે. પરંતુ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં ખુબ જ વિચિત્ર પરંપરા જોવા મળે છે. જ્યાં સુહાગરાતે દુલ્હનની માતા પોતે એ જ રૂમમાં સૂવે છે જેથી કરીને પુત્રીને એ સમજાવી શકે કે સુહાગરાતે શું કરવું અને શું નહીં. લગ્નજીવનની શરૂઆત યોગ્ય રીતે કેવી રીતે કરવી.
સુહાગરાતના દિવસે પતિ, પત્ની અને પત્નીની માતા એક રૂમમાં
ધરતી પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરંપરાઓ જોવા મળતી હોય છે. લોકો આ પરંપરાઓને પોતાની સંસ્કૃતિ અને રીતિ રિવાજો પ્રમાણે નિભાવે છે. જ્યારે આફ્રિકા મહાદ્વીપના કેટલાક દેશોમાં પણ એક અનોખી રસ્મ છે. જેને જાણીને તમે ચોંકી શકો છો. અહીંના કેટલાક આદિવાસી વિસ્તારોમાં લગ્ન બાદ દુલ્હનની માતા દુલ્હેરાજા અને દુલ્હન સાથે સુહાગરાતમાં સામેલ થાય છે અને એક દિવસ માટે તેમની સાથે સૂવે છે. આ રસ્મ સ્થાનિક સમુદાયોમાં સ્વીકૃત છે અને તેની પાછળ તેમનું એવું માનવું છે કે તે દુલ્હનના જીવનમાં સુખદ લગ્નજીવન માટે શુભ હોય છે.
માતા ન હોય તો?
જો દુલ્હનની માતા ન હોય તો તે સ્થિતિમાં કોઈ વૃદ્ધ મહિલા દુલ્હન સાથે સુહાગરાતે સામેલ થવા માટે મોકલવામાં આવે છે. આ મહિલા લગ્નની રાતે દુલ્હન અને દુલ્હેરાજા સાથે આખી રાત સૂવે છે. આ રસ્મ ખાસ કરીને ત્યારે નિભાવવામાં આવે છે જ્યારે દુલ્હનની માતા ન હોય તો બીજુ કોઈ આ પરંપરા નિભાવી શકે અને સ્થાનિક રીતિ રિવાજોનું પાલન થઈ શકે. આ એક પ્રકારની પરંપરાગત સંરક્ષકતા માનવામાં આવે છે જે દુલ્હનના નવા જીવનની શરૂઆતને શુભ માને છે.
અનેકવાર દુલ્હનની માતાની જગ્યાએ કોઈ અન્ય વડીલ મહિલા આ કામ કરે છે જે નવપરિણીત કપલને લગ્નજીવન અંગે સમજૂતિ આપે છે. આફ્રિકામાં આજે પણ આ પરંપરા કેટલીક જગ્યાઓ પર નિભાવવામાં આવે છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ બીજા દિવસે વડીલ મહિલા એ જણાવે છે કે કપલે પોતાના લગ્નજીવનની શરૂઆત યોગ્ય રીતે કરી છે કે નહીં.
દુનિયાભરમાં અનેક પ્રથાઓ
લગ્ન સંબંધિત કેટલીક ચોંકાવનારી પ્રથાઓ દુનિયાભરમાં નિભાવવામાં આવતી હોય છે. ઉત્તર પશ્ચિમી સ્કોટલેન્ડમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં એવી પ્રથા છે કે જેને બ્લેકનિંગ (Blackening the Bride) કહેવામાં આવે છે. આ પ્રથા મુજબ લગ્નના થોડા અઠવાડિયા પહેલા દુલ્હનનું મોઢું કાળું કરાય છે. આ દરમિયાન દુલ્હનને ગંદકી, કીચડ, કચરો અને અન્ય અવશેષોથી ઢાંકવામાં આવે છે. કેટલાક સ્થળો પર આ પ્રથામાં દુલ્હેરાજાને પણ સામેલ કરવામાં આવે છે પરંતુ સામાન્ય રીતે દુલ્હન સાથે જ આ કામ થતું હોય છે. આ પ્રથા લગ્ન પહેલા થનારી એક પ્રકારની પરંપરા છે જેને સ્થાનિક લોકો મજેદાર રીતે નિભાવે છે. તેની પાછળ એવી માન્યતા છે કે તે દુલ્હનના ભાવિ પડકારોનું પ્રતિક છે અને આ બધુ તેને કોઈ પણ પ્રકારની ગંદકી કે સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર કરે છે. આ પ્રક્રિયા એક પ્રકારથી સોશિયલ બોન્ડિંગનો ભાગ બની જાય છે. જો કે આ પરંપરા કઈક હદે અજીબ લાગી શકે પરંતુ એવા સમુદાયોમાં એક લાંબા સમયથી ચાલતી આવતી પરંપરા છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે