વગર પરીક્ષાએ IRCTC માં સીધી ભરતી! 2,00,000 સુધીનો પગાર, વર્ષ મર્યાદા 55 વર્ષ, આ રીતે કરો અરજી

Railway Recruitment 2024: જો તમે પણ રેલ્વેમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો અને તમારી પાસે યોગ્યતા છે તો આ તક તમારા માટે ખાસ બની શકે છે. IRCTC એ AGM/DGM અને ડેપ્યુટી જનરલ મેનેજર (ફાઇનાન્સ) ની જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે.

વગર પરીક્ષાએ IRCTC માં સીધી ભરતી! 2,00,000 સુધીનો પગાર, વર્ષ મર્યાદા 55 વર્ષ, આ રીતે કરો અરજી

Indian Railway: ફરી એકવાર નોકરી શોધતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM), ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) અને ડેપ્યુટી જનરલ મેનેજર (ફાઇનાન્સ) સહિત વિવિધ મેનેજમેન્ટ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ભારતીય રેલ્વેમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ ભરતી અભિયાન એક મોટી તક છે. વિશેષ રૂપથી, પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષાની જરૂર નથી, અને પગાર દર મહિને 2,00,000 રૂપિયા સુધીનો છે.

જો તમે પણ રેલ્વેમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો અને તમારી પાસે યોગ્યતા છે તો આ તક તમારા માટે ખાસ બની શકે છે. IRCTC એ AGM/DGM અને ડેપ્યુટી જનરલ મેનેજર (ફાઇનાન્સ) ની જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે અને રસ ધરાવતા ઉમેદવારો તેની અધિકૃત વેબસાઇટ irctc.co.in પર જઈને અરજી કરી શકે છે.

IRCTC ભરતી 2024: મુખ્ય વિગતો

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 6 નવેમ્બર, 2024
  • મહત્તમ વય મર્યાદા: 55 વર્ષ
  • પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યુમાં પ્રદર્શનના આધારે..

IRCTC જોબ એલર્ટ: પગાર સ્ટ્રક્ચર

  • AGM/DGM: રૂ. 15,600 થી રૂ. 39,100 પ્રતિ માસ
  • DGM (ફાઇનાન્સ): દર મહિને રૂ. 70,000 થી રૂ. 2,00,000
  • રસ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી જરૂરી દસ્તાવેજો સાથે છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અને ઈમેલ દ્વારા સબમિટ કરવાની રહેશે.
  • ઉમેદવારો પાસે સંબંધિત પોસ્ટ્સ માટે જરૂરી લાયકાત હોવી જોઈએ, જે સત્તાવાર સૂચનામાં આપવામાં આવી છે. તેથી, ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા સૂચનાને કાળજીપૂર્વક વાંચે અને ખાતરી કરે કે તેઓ તમામ માપદંડોને પૂર્ણ કરે છે કે નહીં.
  • પુરી અરજી, જરૂરી દસ્તાવેજો (વિજિલન્સ હિસ્ટ્રી, DAR ક્લિયરન્સ, છેલ્લા ત્રણ વર્ષના APAR સહિત) સાથે રેલવે બોર્ડને મોકલવી જોઈએ. તેના સિવાય અરજીની સ્કેન કરેલી નકલ 6 નવેમ્બર, 2024 સુધીમાં deputation@irctc.com પર ઈમેલ કરવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news