Earn money online: શું તમારી પાસે છે ઈન્ટરનેટ, તો મહિનામાં કરી શકો છો 25થી 30 હજારની કમાણી

Make Money Online From Home: જો તમારી પાસે ઈન્ટરનેટ અને લેપટોપ છે તો તમે ઘરે બેસીને મહિનામાં 25થી  30 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. ઘણઈ કંપનીઓ તમને ઘરે બેસીને કમાણીની તક આપી રહી છે. બસ તમારે અહીં જણાવેલી સ્કિલ્સને ખુદની અંદર ડેવલોપ કરવી પડશે. 

Earn money online: શું તમારી પાસે છે ઈન્ટરનેટ, તો મહિનામાં કરી શકો છો 25થી 30 હજારની કમાણી

નવી દિલ્હીઃ How To Earn Money Online: ઓનલાઇન કમાણી કઈ રીતે કરવી? આ તે બધા સવાલોમાંથી એક છે જે ગૂગલથી સૌથી વધુ પૂછવામાં આવે છે. અહીં ઓનલાઇન પૈસા કરાવવા માટે સરળ ટિપ્સ આપવામાં આવી રહી છે. આવી ઘણી કંપનીઓ છે જે તમને ઘરે બેસી પૈસા કમાવવાની ઓફર આપવામાં આવે છે, બસ તમારી પાસે ઈન્ટરનેટ અને લેપટોપ હોવું જોઈએ અને તમે મહિનામાં 25 હજારથી 30 હજારથી વધુની કમાણી સરળતાથી કરી શકો છો. આવો જાણીએ આ કઈ રીતે સંભવ છે. 

પર્સનલ ફાઇનાન્સ એડવાઇઝર
પોતાના પર્સનલ ફાઇનાન્સ એડવાઇઝર વિશે સાંભળ્યું હશે. ઘણી કંપનીઓ તે માટે ફ્રીલાન્સરને હાયર કરે છે. આ કામમાં તમારે ક્લાઇન્ટ મીટિંગ, ટ્રાવેલિંગ અને કોન્ફરન્સ અટેન્ડ કરવા જેવા કામ કરવાના હોય છે. કંપનીનો ભાગ બનવા માટે બસ તમારે એક પ્રોફેશનલ ડિગ્રીની જરૂર હોય છે. આ સિવાય તમને એક લેપટોપ અને ઈન્ટરનેટનું એક્સેસ જોઈએ. આ કામ ક્રિએટિવ સ્કિલ બેસ્ડ છે જેમાં મહિનામાં ₹22000 થી ₹28000 સરળતાથી કમાઈ શકો છો. 

સોફ્ટવેર ડેવલપર્સની ભારે ડિમાન્ડ
ઈન્ડિય માર્કેટમાં એપ્સ અને સોફ્ટવેર ડેવલપર્સની ડિમાન્ડ ખુબ વધી ગઈ છે. દરરોજ સ્માર્ટફોનમાં નવા ફીચર્સ જોવા મળી રહ્યાં છે. આ સિવાય લેપટોપ અને ટેબ જેવા આઇટમ્સ બજારોમાં લોન્ચ થતા રહે છ. જો તમે સોફ્ટવેર કે એપ ડેવલપર છો તો ઘણી કંપનીઓ સોફ્ટવેર એન્જિનિયરને ફ્રીલાન્સર રીતે હાયર કરે છે. આ ક્રિએટિવ કામમાં તમે મહિનામાં 20થી 30 હજાર સરળતાથી કમાઈ શકો છો. 

ઓનલાઇન કન્ટેન્ટ રાઇટર
ઈન્ટરનેટનં ચલણ વધવાથી આ દિવસોમાં સર્ચ એન્જિન પર કન્ટેન્ટની ખુબ કમી જોવા મળી રહી છે. આ કારણે ઘણી કંપનીઓ ઝડપથી કન્ટેન્ટ રાઇટરને હાયર કરે છે. તમે કન્ટેન્ટ રાઇટિંગ કરીને મહિનામાં 22થી 25 હજારની કમાણી કરી શકો છો. આ માટે તમારે એક લેપટોપ અને ઈન્ટરનેટની જરૂર પડશે. જો તમે કંપનીની સાથે ટાઇઅપ કરવા ઈચ્છતા નથી તો તમે ઘરે બેસીને ફ્રીલાન્સિંગ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news