Zomato Delivery Boy ના પક્ષમાં ઉતરી પરિણીતી ચોપરા, કહ્યું હું તમારી શું મદદ કરી શકું છું?
છેલ્લા કેટલાક દિવસોથી ઝોમેટા ડિલિવરી બોય અને મહિલાના કેસમાં લોકો પોતાનો અલગ અલગ અભિપ્રાય આપી રહ્યાં છે. આ મુદ્દે હવે બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ ઝોમેટો ડિલિવરી બોયના પક્ષમાં પોતાની વાત રાખી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી ઝોમેટા ડિલિવરી બોય અને મહિલાના કેસમાં લોકો પોતાનો અલગ અલગ અભિપ્રાય આપી રહ્યાં છે. આ મુદ્દે હવે બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ ઝોમેટો ડિલિવરી બોયના પક્ષમાં પોતાની વાત રાખી છે. પરિણીતી ચોપરાએ બેંગલુરુમાં કન્ટેન્ટ ક્રિએટર હિતેશા ચંદ્રાની પર થયેલા હુમલાના આક્ષેપમાં અરેસ્ટ થયેલા ડિલિવરી બોય કામરાજ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરિણીતીએ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને અપીલ કરી કહ્યું કે 'સત્યની તપાસ થવી જોઈએ અને તેને જાહેર કરો. જો તે વ્યક્તિ નિર્દોષ છે (અને મને લાગે છે કે તે છે) તો પ્લીઝ તે મહિલાને સજા મળવી જોઈએ. આ અમાનવીય, શરમજનક તથા દિલ તોડનારું છે. પ્લીઝ મને કહો કે હું તમારી કેવી રીતે મદદ કરી શકું.'
પરિણીતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું કે 'સત્યની તપાસ કરો. જો તે વ્યક્તિને કારણ વગર ફસાવવામાં આવી રહ્યો છે તો આવું કરનારી મહિલાને તેના દુઃખની ભરપાઈ કરવાની જરૂર છે.' હિતેશા ચંદ્રાનીએ 10 માર્ચના રોજ સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને આક્ષેપ મૂક્યો હતો કે ઓર્ડર કેન્સલ કરતા ઝોમેટોના ડિલિવરી બોયે તેને નાક પર મુક્કો માર્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ કારણે તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
બેંગલુરુ પોલીસે 10 માર્ચના રોજ ડિલિવરી બોય કામરાજની ધરપકડ કરી હતી. જોકે, પછી તે વાત સામે આવી તેને કારણે આખો કેસ કામરાજના પક્ષમાં જોવા મળે છે. કામરાજે કહ્યું હતું, 'ટ્રાફિકને કારણે ડિલિવરીમાં મોડું થતાં મેં પહેલાં તેની માફી માગી હતી. જોકે તે સતત મને ધમકાવતી રહી અને ઝઘડો કર્યો હતો. યુવતીએ પૈસા આપવાની ના પાડી દીધી હતી તો મેં ભોજન પરત માગ્યું હતું. જોકે, તેણે ભોજન પરત આપ્યું નહીં. આ દરમિયાન તેણે મને ચંપલથી મારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે હું મારી જાતને બચાવી રહ્યો હતો, ત્યારે યુવતીનો હાથ જાતે જ તેના મોં પર વાગ્યો હતો અને તેની હાથની રિંગ તેને નાક પર વાગી હતી.'
ડિલિવરી બોય કામરાજે પોતાનો એક વીડિયો જાહેર કર્યો. જેમાં તે ભીની આંખોથી લોકોને અપીલ કરે છે કે તે આ કેસની જનજટમાં ફસાવવા નથી માગતો. તે બસ પોતાની નોકરીએ લાગવા માગે છે. તેના પિતાનું 15 વર્ષ પહેલા નિધન થયું હતું. તેના ઘરમાં તે પોતે જ પૈસા કમાનાર વ્યક્તિ છે. તેમના માતા પણ ડાયાબિટીસના દર્દી છે. આ વીડિયોમાં નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં કેટલાંક લોકોએ કામરાજનો પક્ષ લીધો હતો. યુથ અગેન્સ્ટ રેપે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું, 'અમને ખ્યાલ નથી કે તેણે તેને માર્યું કે તેણે પોતાના બચાવમાં આમ કર્યું, પરંતુ ઝોમેટોએ વાત સાંભળ્યા વગર ડિલિવરી બોયને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ પૂરી પ્રક્રિયામાં સત્ય સામે આવ્યું નહીં. અમને શંકા છે કે તે કોર્ટમાં લડાઈ લડશે કે નહીં.
કામરાજનો પક્ષ મજબૂત થતાં ઝોમેટોએ સ્પષ્ટતા કરી હતી. ઝોમેટાના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે કહ્યું હતું, 'અમે આ કેસમાં સત્ય જાણવા માગીએ છીએ. અમે હિતેશા તથા કામરાજ બંનેના સંપર્કમાં છીએ અને તપાસ પૂરી થવામાં સહયોગ આપી રહ્યા છીએ. અમે હિતેશાનો મેડિકલ ખર્ચ પણ ઊઠાવી રહ્યાં છીએ અને બાકી મદદ પણ કરી રહ્યાં છીએ. આ સાથે જ કામરાજને પણ મદદ કરી રહ્યાં છીએ. નિયમ પ્રમાણે, કામરાજને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અમે કામરાજનો તમામ કાયદાકીય ખર્ચ ઊઠાવી રહ્યાં છીએ. કામરાજે 26 મહિનાની કરિયરમાં 5000 ડિલિવરી કરી છે અને તેનું રેટિંગ 5માંથી 4.75 છે. જે શાનદાર છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે