કોરોના સામેની લડતમાં Essel Group એ નિભાવી પોતાની જવાબદારી 

કોરોના સંક્રમણે દુનિયાની અનેક સરકારોની કમર તોડી નાખી છે. વૈશ્વિક સંકટની આ ઘડીમાં એસ્સેલ ગ્રુપે હંમેશા પોતાની કોર્પોરેટ જવાબદારીઓ નિભાવી છે. દરેક સ્તરે સમાજની સેવા કરી છે. 

કોરોના સામેની લડતમાં Essel Group એ નિભાવી પોતાની જવાબદારી 

જયપુર: કોરોના મહામારીએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. એવો કોઈ દેશ કે પ્રદેશ બચ્યો નથી જેના પર આ મહામારીએ ખરાબ પ્રભાવ ન છોડ્યો હોય. દુનિયાના દરેક ક્ષેત્રને કોરોના મહામારીએ સામાજિક અને આર્થિક એમ બંને મોરચે પ્રભાવિત કર્યા છે. કોરોના સંક્રમણે દુનિયાની અનેક સરકારોની કમર તોડી નાખી છે. વૈશ્વિક સંકટની આ ઘડીમાં એસ્સેલ ગ્રુપે હંમેશા પોતાની કોર્પોરેટ જવાબદારીઓ નિભાવી છે. દરેક સ્તરે સમાજની સેવા કરી છે. 

Zee ગ્રુપે નિભાવી પોતાની જવાબદારી
ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈસ લિમિટેડ એટેલે કે ZEELએ  કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ રાજસ્થાનમાં મોટી ભાગીદારી નિભાવતા ઝી  એન્ટરટેઈન્મેન્ટ એમડી અને CEO પુનિત ગોયન્કાના પ્રયાસો હેઠળ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મુખ્યમંત્રી નિવાસ પર 20 એમ્બ્યુલન્સ અને 4000 પીપીઈ કિટ સોંપી. જેથી કરીને કોરોના સામેની લડતમાં રાજસ્થાનના પ્રયત્નોને વધુ મજબૂત કરી શકાય. 

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચિકિત્સા મંત્રી ડો.રઘુ શર્મા, ચિકિત્સા રાજ્યમંત્રી સુભાષ ગર્ગ, PCC ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા અને મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપની હાજરીમાં એસ્સેલ ગ્રુપ દ્વારા અપાયેલી 20 એમ્બ્યુલન્સને પોતાના આવાસથી લીલી ઝંડી દેખાડી અને ઝી એન્ટરટેઈન્મેન્ટ એમડી અને CEO  પુનિત ગોયન્કાનો આભાર વ્યક્ત કર્યો. 

ZEELની આ પહેલ રાજસ્થાનના મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને મોટી કરવામાં મદદગાર સાબિત થશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટેલિફોનિક કન્વેર્સેશન દ્વારા ઝી એન્ટરટેઈન્મેન્ટ એમડી અને CEO પુનિત ગોયન્કાના આ પગલાંનું સ્વાગત કર્યું. કોરોના સામેની લડતમાં રાજસ્થાનના પ્રયત્નો મજબૂત કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં ઝી મીડિયાના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા. 

અત્રે જણાવવાનું કે ઝી ગ્રુપ સામાજિક સારોકાર સંબંધિત કામોમાં હમેશા અગ્રણી રહ્યું છે અને સતત તે એ પ્રકારના પ્રયત્નો કરતું રહ્યું છે કે જેનાથી સમાજની સેવા થઈ શકે. ઝી  એન્ટરટેઈન્મેન્ટ એમડી અને CEO પુનિત ગોયન્કાના પ્રયત્નોના પરિણામે આજે CSR હેઠળ ZEEL એક મોટી ભાગીદારીનો હિસ્સો બન્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news