કદી વિચાર આવ્યો છે કે, ભગવાન શિવની આગળ ‘શ્રી’ કે નથી બોલાતું, આ છે કારણ
Mahashivratri 2023 : શ્રીનો ઉપયોગ ભગવાન વિષ્ણુ અને તેમના તમામ અવતાર, જેમ કે શ્રી કૃષ્ણ, શ્રી રામ પહેલાં થાય છે, પરંતુ ભગવાન શિવના નામ પહેલાં શ્રીનો ઉપયોગ ક્યારેય થતો નથી... આવું તેમ તે પાછળનું સત્ય અમે તમને જણાવીએ
Trending Photos
Mahashivratri 2023 : હિન્દુ ધર્મમાં આપણે તમામ ભગવાનને માનથી બોલાવીએ છીએ. પુરુષ ભગવાનની આગળ શ્રી કે ભગવાન લખીએ કે બોલીએ છીએ, તો સ્ત્રી ભગવાનની આગળ માતા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. તેવી જ રીતે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની સામે 'શ્રી' શબ્દનો ઉપયોગ થાય છે. આ શ્રીનો ઉપયોગ ફક્ત ભગવાનને સંબોધવા માટે જ નહિ, પરંતુ તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે પણ થાય છે. પરંતું આપણે જોયું છે કે, આપણે શ્રી કૃષ્ણ, શ્રી વિષ્ણુ, શ્રી રામ વગેરે બોલીએ છીએ, પરંતુ ભગવાન શિવની આગળ ક્યારેય શ્રી શબ્દનો પ્રયોગ કરતા નથી. તો ચાલો જાણીએ આ વિષય વિશે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે.
શ્રી એટલે લક્ષ્મી. દેવી લક્ષ્મીનું એક નામ શ્રી છે. ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુ (ભગવાન વિષ્ણુનો મંત્ર)ની સામે શ્રીનો જાપ કરવો એટલે વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો વાસ.
એવી જ રીતે શ્રી રામ અને શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે અને દરેક અવતારમાં ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીએ પણ અવતાર લીધો છે. જેમ કે રામ સાથે સીતા અને કૃષ્ણ સાથે રૂકમણી.
આ કારણથી રામજી અને કૃષ્ણજીની આગળ પણ શ્રીનો ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે જો રાધા રાણીને શ્રી રાધા તરીકે સંબોધવામાં આવે છે, તો તેનો અર્થ રાધા રાણી અને કૃષ્ણનું એકસાથે સ્મરણ થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે પણ ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો છે ત્યારે તેમની સાથે દેવી લક્ષ્મી પણ અવતર્યા છે. જો કે, મોટાભાગના લોકો શ્રી રામ અને શ્રી કૃષ્ણની સાથે માતા લક્ષ્મીના અવતાર વિશે જ જાણે છે.
દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુના નરસિંહ અવતાર, વરાહ અવતાર વગેરેમાં અવતાર લીધો હતો. ભગવાન વરાહ સાથે માતા વારાહી, ભગવાન નરસિંહ સાથે માતા નરસિંહ, ભગવાન વામન સાથે માતા પદ્મ અને ભગવાન પરશુરામ સાથે માતા ધારિણી. જ્યારે આપણે ભગવાન વિષ્ણુ અને તેમના કોઈપણ અવતારના નામની આગળ શ્રી લગાવીએ છીએ, ત્યારે તેનો અર્થ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને એક તરીકે પૂજવું અથવા યાદ કરવું.
સાથે જ ભગવાન શિવની સામે શ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેનું કારણ એ છે કે ભગવાન શિવની સાથે દેવી લક્ષ્મી નહીં, પરંતુ દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પાર્વતી ભગવાન શિવની પત્ની છે.
આવી સ્થિતિમાં, ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે, શ્રીની જગ્યાએ, તેમના અર્ધનારેશ્વર સ્વરૂપને યાદ કરીને તેમના નામ સાથે બોલાવવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન શિવ અને માતા પાર્વતીને પણ ગૌરીશંકર કહીને એકસાથે યાદ કરી શકાય છે. તેથી આ કારણથી જ ભગવાન શિવની સામે શ્રીનો ઉપયોગ થતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે