ચંદ્રયાન-2: આખો દેશ ઈસરોની પડખે, સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ એક સૂરમાં વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં
Trending Photos
નવી દિલ્હી: ભારતના ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર લેન્ડ થતા પહેલા જ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના ઈસરોના વૈજ્ઞાનિકો સાથે કપાઈ ગયો. આમ છતાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો છે. આ મિશનને લઈને દેશભરના લોકો ઈસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારી રહ્યા છે અને તેમના પ્રયત્નોને બિરદાવી રહ્યાં છે. આવા સમયે દેશમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા સત્તા-વિપક્ષના નેતાઓ પણ એકસાથે એકજૂટ થયેલા જોવા મળ્યાં છે. બધાએ એકસૂરમાં ઈસરોના પ્રયત્નોને બિરદાવ્યાં છે. પીએમ મોદીએ આજે ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરીને તેમના પ્રયત્નોને બિરદાવ્યાં. પીએમ સાથે અન્ય અનેક રાજકીય હસ્તીઓએ પણ ઈસરોના ખુબ વખાણ કર્યાં.
કોંગ્રેસ
કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે ઈસરોની આખી ટીમને આ આકરા પરિક્ષમ અને સમર્પણ બદલ શુભેચ્છા. તમારો જુસ્સો ભવિષ્યના વૈજ્ઞાનિકો માટે એક પ્રેરણા છે. તમારા પ્રયાસે ઈતિહાસ રચ્યો છે અને સમગ્ર દેશને ગર્વની અનુભૂતિ કરાવી છે. આ ઉપરાંત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પોતાનું નિવેદન બહાર પાડીને કહ્યું કે મને કોઈ આશંકા નથી કે તમે ત્યાં પહોંચશો. આજે નહીં તો કાલે, એક રાષ્ટ્ર તરીકે.
Congratulations to the entire team at @isro for their hard work & dedication. Your passion is an inspiration to an entire generation of budding scientists who will look at your work as a stepping stone to future greatness. Your efforts have made history & made our nation proud.
— Congress (@INCIndia) September 7, 2019
રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે 'ઈસરોની ટીમને ચંદ્રયાન-2 મૂન મિશન પર શાનદાર કામ બદલ શુભેચ્છા. તમારું જૂનૂન, અને સમર્પણ પ્રત્યેક ભારતીય માટે એક પ્રેરણા છે.' વિક્રમને ચંદ્રમાની સપાટી સુધી પહોંચાડવામાં ઈસરોની ટીમના પ્રયત્નોને બિરદાવતા રાહુલે કહ્યું કે 'તમારું કામ બેકાર જશે નહીં. તેણે અનેક બેજોડ અને મહત્વકાંક્ષી ભારતીય અંતરીક્ષ મિશનોના પાયા નાખ્યા છે.'
માયાવતી
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે ચંદ્ર પર પગ મૂકવાના ચંદ્રયાન-2 મિશને સમસ્તા ભારતીય જનમાનસને રોમાંચિત કર્યું છે. આ સંબંધમાં ભારતીય વૈજ્ઞાનિકો ખાસ કરીને ઈસરોના વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી જે સફળતા મેળવી તે ગર્વ કરવા લાયક છે અને તેને બિરદાવવા જોઈએ.
2. साथ ही, आगे बढ़ते रहने के लिए यह जरूरी है कि निराशा, हताशा व दुःखी कतई न हों और यह भी याद रहे कि ’गिरते हैं शहसवार मैदान-ए-जंग में, वह तिफ्ल (बच्चा) क्या गिरे जो घुटनों के बल चले’। वैज्ञनिकों को देशहित में काम करते रहने के लिए उनके हौंसले बढ़ाते रहने की जरूरत है।
— Mayawati (@Mayawati) September 7, 2019
વૈજ્ઞાનિકોને બિરદાવતા તેમણે કહ્યું કે "આ સાથે, આગળ વધતા રહેવા માટે એ જરૂરી છે કે નિરાશા, હતાશા અને દુ:ખ ન ક્યારેય ન થાય. અને એ પણ યાદ રહે કે 'ગિરતે હૈ શહસવાર મૈદાન એ જંગ મે, વહ તિફ્લ (બચ્ચા) ક્યાં ગીરે જો ઘૂટનો કે બલ ચલે.' વૈજ્ઞાનિકોએ દેશહિતમાં કામ કરતા રહેવા માટે તેમના જુસ્સાને વધારતા રહેવાની જરૂર છે."
યોગી આદિત્યનાથ
આ બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે અમને ટીમ ઈસરો પર ગર્વ છે. તમારી મહેનત બેકાર જશે નહીં. આ ઘણા બધાને પ્રેરિત કરશે અને આવનારા અનેક મિશનમાં મદદગાર સાબિત થશે. ભારત સ્પેસ સાયન્સમાં નેતૃત્વ કરશે.
We are proud of Team @isro for their passion and dedication. Your work will not go in vain. It will inspire many and the #Chandrayaan2 mission will lay the foundation for many more path-breaking space projects and make India a leader in space science.🇮🇳
— Yogi Adityanath (@myogiadityanath) September 7, 2019
નીતિશકુમાર
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે ચંદ્રયાન 2ની સફળતા માટે અમને ઈસરોના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેનાથી પ્રાપ્ત થતી માહિતી આવનારા પ્રકલ્પોમાં મદદગાર સાબિત તશે.
We are proud of our scientists at ISRO for Chandrayaan-2 mission's significant achievement. Information gathered will help future scientific endeavors.
— Nitish Kumar (@NitishKumar) September 7, 2019
કુમાર વિશ્વાસ
દેશના જાણીતા કવિ અને પૂર્વ આપ નેતા કુમાર વિશ્વાસે કહ્યું કે ઈસરો તમારા અથાગ પરિશ્રમ અને પ્રતિભા પર સમગ્ર દેશને ખુબ ગર્વ છે. પ્રયત્નો ચાલુ રાખો. આ સાથે જ કુમારે એક કવિતા લખીને ઈસરોને સલામ કરી.
प्रिय @isro आप के अनथक श्रम व प्रतिभा पर पूरे देश को बहुत गर्व है ! प्रयास जारी रखें🙏
“लो हमने बढ़कर खोल दिया इस अंतरिक्ष का दुर्ग द्वार,
हे चंद्रदेव लो भारत की मेधा का पहला नमस्कार,
जिनके चेहरे में दिखते हैं रामेश्वर के अब्दुल कलाम,
इसरो के सभी साधकों को भारत के जन-जन का सलाम” pic.twitter.com/ng4FMRdQA8
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) September 6, 2019
નોંધનીય છે કે વિક્રમ લેન્ડરને રાતે લગભગ 1 વાગ્યેને 38 મિનિટે ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. પરંતુ ચંદ્રની સપાટી પર નીચેની તરફ આવતી વખતે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમીની ઊંચાઈ પર જમીન સ્ટેશનથી તેનો સંપર્ક તૂટી ગયો. વિક્રમે રફ બ્રેકિંગ અને ફાઈન બ્રેકિંગના તબક્કાને સફળતાપૂર્વક પૂરા કર્યા હતાં. પરંતુ સોફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક ઈસરોના વૈજ્ઞાનિકો સાથે તૂટી ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે