Heat Wave Latest Update: આકાશમાંથી વરસી આગ, 17 શહેરોમાં પારો 48 ડીગ્રીને પાર, ક્યારે મળશે રાહત?
Heat Wave: ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. ગરમીથી પહાડો પર પણ લોકો બેહાલ છે. હિમાચલ પ્રદેશના ઉનામાં તાપમાન 44 ડિગ્રી પહોંચી ગયું. જૂનમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં તથા ઉત્તરી મધ્ય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી વધુ દિવસો સુધી તેજ લૂ જોવા મળી શકે છે.
Trending Photos
Weather Update: દેશમાં સોમવારે 17 સ્થળો પર તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો. ઉત્તર-પશ્વિમી અને મધ્ય ભારતના મોટા ભાગોમાં સતત ગરમીથી લોકોના સ્વાસ્થ્ય અને તેમની આજીવિકા પ્રભાવિત થઇ રહી છે. ભારતના હવામાન વિભાગે (આઇએમડી)ના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને અરબ સાગરમાં ભેના લીધે ત્રણ દિવસ બાદ આકરી ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા છે.
તેમણે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરમાં ભેજના કારણે દેશના ઉત્તર પશ્વિમ અને મધ્ય ભાગોમાં ગર્જના સાથે વરસાદ અને પશ્વિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદની સંભાવના છે જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.
દિલ્હીમાં ગરમીનો પ્રકોપ યથાવત
રાષ્ટ્રીય રાજધાનીમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે અને અહીં ઘણા વિસ્તારોમાં મેક્સિમમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. હવામાન કાર્યાલયે કહ્યું કે દલ્હી માટે સોમવારે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું હતું અને આગામી ત્રણ દિવસ સુધી આવું જ રહેશે.
આઇએમડી (IMD) એ જૂનમાં ઉત્તર-પશ્ચિમ ભારત અને મધ્ય પ્રદેશના આસપાસના ભાગોમાં વધુ સંખ્યામાં ગરમીના દિવસોની આગાહી કરી છે. મહાપાત્રાએ કહ્યું કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય રીતે જૂન મહિનામાં ત્રણ દિવસ ગરમીનું મોજું રહે છે, પરંતુ આ વખતે આવી સ્થિતિ આ વિસ્તારોમાં બે-ચાર દિવસ વધુ રહી શકે છે, એટલે કે તીવ્ર ગરમીનું મોજું રહેવાની ધારણા છે. આ વિસ્તારોમાં ચાર થી છ દિવસ છે.
STOCK To BUY: છપ્પરફાડ કમાણી કરાવશે આ 10 Stocks, બ્રોકરેજે આપી BUY કરવાની સલાહ
Stocks to Buy: સાતમા આસમાને પહોંચશે આ 5 શેરનો ભાવ, 1 વર્ષમાં મળી શકે છે અધધ રિટર્ન
તેમણે કહ્યું કે દક્ષિણી પ્રાયદ્રીપીય ભારતના કેટલાક ભાગોને છોડીને જૂનમાં આખા દેશમાં મેક્સિમમ તાપમાન સામાન્ય થી વધુ રહેવાની આશા છે. સોમવારે લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડ્યો, 17 સ્થળો પર તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું.
ક્યારે મળશે રાહત?
મહાપાત્રએ વધુમાં કહ્યું કે ભીષણ ગરમીથી તપી રહેલા દિલ્હી સહિત ઉત્તર પશ્ચમ ભારતના લોકોને 30મી મે બાદ ભીષણ લૂથી રાહત મળી શકે છે. તેમણે કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં ભીષણ લૂ ચાલે છે અને તે આગામી 3 દિવસ સુધી ચાલુ રહી શકે છે. પરંતુ 30મી મેથી તેની તીવ્રતા ધીરે ધીરે ઘટશે કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે.
Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લો
Stocks to BUY: 30 દિવસમાં બની શકો છો અમીર, આ 2 Stocks કરી લો BUY, જાણો ટાર્ગેટ ડીટેલ
જૂનમાં ગાભા કાઢશે ગરમી
જો કે મહાપાત્રએ એમ પણ કહ્યું કે આ રાહત હંગામી હશે અને જૂનના મહિનામાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ભારતના મોટાભાગના ભાગમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની આશંકા છે અને ઉકળાટ પણ વધશે. તેમના જણાવ્યાં મુજબ દક્ષિણી પ્રાયદ્વિપોના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહે છે જ્યારે ઉત્તર પશ્ચિમના સુદૂર ઉત્તર ભાગ અને પૂર્વ તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી ઓછું રહી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે જૂનમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં તથા ઉત્તરી મધ્ય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી વધુ દિવસો સુધી તેજ લૂ જોવા મળી શકે છે.
Income Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે IT ની 'કંકોત્રી'
શું તમને પણ મળી છે Income Tax માંથી Notice? ક્યાંક ફેક તો નથી.. આ રીત કરો તપાસ
પહાડો પર પણ ભારે ગરમી
રાજસ્થાનનું ફલોદી 49.4 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશનું સૌથી ગરમ સ્થળ હતું. રાજસ્થાનમાં ઓછામાં ઓછા આઠ સ્થળોએ હરિયાણાના સિરસામાં 48.4 ડિગ્રી, દિલ્હીના મુંગેશપુરમાં 48.8 ડિગ્રી, પંજાબના ભટિંડામાં 48.4 ડિગ્રી, ઉત્તર પ્રદેશના ઝાંસીમાં 48.1 ડિગ્રી અને મધ્યપ્રદેશમાં 48.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નિવારીમાં તાપમાન 48.7 ડિગ્રીએ પહોંચ્યું હતું. હિમાચલ પ્રદેશના પહાડીઓને પણ ગરમીનો સામનો કરવો પડે છે. ઉનામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે મંડીમાં મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું.
ચોમાસા વિશે શું કહ્યું હવામાન વિભાગે?
IMD ચીફે કહ્યું કે દીર્ઘાવધિ સરેરાશ હેઠળ એક જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં સરેરાશ 87 સેન્ટીમીટર વરસાદ થાય છે. તેમણે કહ્યું કે મધ્ય ભારત, અને દક્ષિણ પ્રાયદ્વિપમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે. તેમના જણાવ્યાં મુજબ આ ક્ષેત્રોમાં એલપીએનો 94થી 106 ટકા વરસાદ થઈ શકે છે. મહાપાત્રએ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસુન બંગાળની ખાડીના દક્ષિણ અને પૂર્વ મધ્યના મહત્તમ ભાગો સુધી આગળ વધી ગયું છે. તેમણે જણાવ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન ચોમાસાના દક્ષિણ અરબ સાગરના કેટલાક અન્ય ભાગોમાં તથા કેરળ અને તમિલનાડુ-પુડુચેરીના કેટલાક ભાગો અને બંગાળની ખાડી તથા પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગો તરફ આગળ વધવાની અનુકૂળ સ્થિતિઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે