હેલ્થ મિનિસ્ટરે કરી સ્પષ્ટતા, પ્રથમ તબક્કામાં આ 3 કરોડ લોકોને મફત મળશે વેક્સીન
દેશમાં કોરોના વેક્સીનનો ડ્રાય રન શરૂ થઇ ગયો છે. દેશભરમાં 116 જિલ્લામાં 259 સેન્ટરો પર વેક્સીનનો ડ્રાય રન કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં ત્રણ સેન્ટરો પર ડ્રાય રન ચલાવવામાં આવી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: આખા દેશમાં કોરોના વેક્સીનની ડ્રાઇ રન શરૂ થઇ ગઇ છે. વેક્સીનની ડ્રાઇ રન દરેક રાજ્યની રાજધાનીમાં થશે. રાજ્યોના અંતિમ છેડા સુધી વેક્સીન પહોંચાડવાનો હેતું છે. મળતી માહિતી અનુસાર દરેક સેન્ટર પર 25 લોકોને વેક્સીન આપવામાં આવશે. વેક્સીનેશન પ્રક્રિયાનો આ સૌથી મોટો ટેસ્ટ છે.
આ દરમિયાન કેન્દ્રની મોદી સરકારે વેક્સીનેશનને લઇને મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશભરમાં તમામને મફતમાં વેક્સીન લગાવવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન (Harsh Vardhan)એ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં કોરોના વેક્સીન 1 કરોડ સ્વાસ્થ્યકર્મી અને 2 કરોડ ફોરોના ફ્રન્ટલાઇન વર્કરને આપવામાં આવશે.
In 1st phase of #COVID19Vaccination free #vaccine shall be provided across the nation to most prioritised beneficiaries that incl 1 crore healthcare & 2 crore frontline workers
Details of how further 27 cr priority beneficiaries are to be vaccinated until July are being finalised pic.twitter.com/K7NrzGrgk3
— Dr Harsh Vardhan (@drharshvardhan) January 2, 2021
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન (Harsh Vardhan) કહ્યું કે પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને ફ્રીમાં વેક્સીન આપવામાં આવશે. તેમાં 1 કરોડ સ્વાસ્થ્યકર્મી અને બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર સામેલ છે. બાકી પ્રાથમિકતા યાદીમાં સામેલ 27 કરોડ લોકોને જુલાઇ સુધી કેવી રીતે વેક્સીન આપવામાં આવે તે અંગે નિર્ણય લેવામાં આવશે.
દેશમાં કોરોના વેક્સીનનો ડ્રાય રન શરૂ થઇ ગયો છે. દેશભરમાં 116 જિલ્લામાં 259 સેન્ટરો પર વેક્સીનનો ડ્રાય રન કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં ત્રણ સેન્ટરો પર ડ્રાય રન ચલાવવામાં આવી રહ્યો છે. જ્યાં જીટીબી હોસ્પિટલ જઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ડ્રાય રનનું નિરિક્ષણ કર્યું હતું અને કહ્યું કે આપણી વેક્સીનનો રિકવરી રેટ દુનિયામાં સૌથી સારો છે. સાથે જ તેમણે દેશવાસીઓને અફવાઓથી બચવાની અપીલ પણ કરી. શુક્રવારે જ કેન્દ્ર સરકારે સીરમ ઇંસ્ટીટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડને અનુમતિ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે