Monkeypox Guidelines: મંકીપોક્સના વધતા ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Monkeypox Guidelines: વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સના વધતા કેસને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો માટે દિશા-નિર્દેશ જાહેર કર્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના બાદ મંકીપોક્સના કેસે લોકો તથા સરકારની ચિંતા વધારી દીધી છે. પરંતુ હજુ સુધી ભારતમાં મંકીપોક્સનો કોઈ કેસ સામે આવ્યો નથી. મંકીપોક્સની ચિંતા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્કના માધ્યમથી સેમ્પલ એનઆઈવી પુણે મોકલવામાં આવશે. વધુમાં, ચેપી સમયગાળા દરમિયાન દર્દી અથવા તેની દૂષિત સામગ્રી સાથેના છેલ્લા સંપર્ક પછી 21 દિવસના સમયગાળા માટે નિરીક્ષણ કરવું જોઈએ.
સરકારે ગાઇડલાઇનમાં કહ્યું કે જ્યારે કોઈ શંકાસ્પદ દર્દીની જાણ થાય તો તેના સેમ્પલ પુણે એનઆઈવીમાં તપાસ માટે મોકલવામાં આવશે. આ સેમ્પલને સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્કના માધ્યમથી મોકલવામાં આવશે. તો એવા મામલાને શંકાસ્પદ માનવામાં આવે, જેમાં કોઈ ઉંમરની વ્યક્તિ જેનો છેલ્લા 21 દિવસની અંદર પ્રભાવિત દેશોની યાત્રાનો ઈતિહાસ રહ્યો હોય. સાથે તાવ, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો, શરીરમાં ફોલ્લી જેવા લક્ષણ હોય. દર્દીને આઇસોલેશન રૂમમાં કે ઘરે અલગ રૂમમાં રાખવામાં આવશે. દર્દીએ ત્રિપલ લેયર માસ્ક પહેરવું પડશે. આઇસોલેશન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી દર્દી સાજો ન થાય. શંકાસ્પદ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે.
તો આંતરરાષ્ટ્રીય પેસેન્જર માટે કહેવામાં આવ્યું કે તે મંકીપોક્સના લક્ષણ જોવા મળવા પર નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરે. આ સિવાય જો તમે એવા ક્ષેત્રમાં છો જ્યાં મંકીપોક્સનો કેસ મળ્યો છે કે તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં હતા જેને મંકીપોક્સ થઈ શકે છે. તો તે વાતની પણ જાણકારી આપવામાં આવે.
મહત્વનું છે કે કોરોના બાદ વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોક્સના કેસ સામે આવી રહ્યાં છે. આ વાયરસ 20 જેટલા દેશોમાં પહોંચી ચુક્યો છે. મંકીપોક્સનો પ્રકોપ અચાનક વધવો દુનિયા માટે ખતરા સમાન છે, કારણ કે આ પણ નજીકમાં સંપર્કમાં આવવાથી ફેલાય છે.
As per the guidelines, contacts should be monitored at least daily for the onset of signs/symptoms for a period of 21 days (as per case definition) from the last contact with a patient or their contaminated materials during the infectious period: Health Ministry
— ANI (@ANI) May 31, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે