Tripura Election: ત્રિપુરામાં કોના માથે તાજ? 60 બેઠકો માટે મતદાન શરૂ, આ ઉમેદવારો પર સૌની નજર

Tripura Assembly Election 2023: પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં આજે રાજ્યની 60 વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. રાજ્યના 3337 મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ  થયું છે જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણીના પરિણામ 2 માર્ચના રોજ આવશે. 60 બેઠકો માટે અલગ અલગ પક્ષોના 259 ઉમેદવારો મેદાનમાં છે.

Tripura Election: ત્રિપુરામાં કોના માથે તાજ? 60 બેઠકો માટે મતદાન શરૂ, આ ઉમેદવારો પર સૌની નજર

Tripura Assembly Election 2023: પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં આજે રાજ્યની 60 વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. રાજ્યના 3337 મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ  થયું છે જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણીના પરિણામ 2 માર્ચના રોજ આવશે. 60 બેઠકો માટે અલગ અલગ પક્ષોના 259 ઉમેદવારો મેદાનમાં છે. આ મદાન કેન્દ્રોમાંથી 1100ની ઓળખ સંવેદનશીલ અને 28ની અતિ સંવેદનશીલ તરીકે થઈ છે. ચૂંટણીમાં 13.53 લાખ મહિલાઓ સહિત કુલ 28.13 લાખ મતદારો મેદાનમાં છે. 

મતદાન શરૂ
સવારે 7 વાગ્યાથી રાજ્યમાં મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગી છે. લોકો વહેલી સવારમાં જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. 

આ મુદ્દાઓ મુખ્ય
આ વખતે  ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ભાજે છેલ્લા પાંચ વર્ષોમાં પૂર્વોત્તર રાજ્યમાં થયેલા વિકાસ પર પ્રકાશ ફેંક્યો જ્યારે ડાબેરી મોરચા અને કોંગ્રેસે ભાજપ-આઈપીએફટી સરકારના કુશાસન પર ભાર મૂક્યો. આ ઉપરાંત ટિપરા મોથાનો ચૂંટણી મુદ્દો ગ્રેટર ટિપરલેન્ડ રાજ્યની માંગણી છે. 

આ ઉમેદવારો પર બધાની નજર
મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બારડોવલીમાંથી ભાજપના ઉમેદવાર છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક ભાજપની ટિકિટ પર ધનપુરથી ચૂંટણી લડી રહ્યા છે. CPIM ના રાજ્ય સચિવ જિતેન્દ્ર સચિવ જે ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનનો ચહેરો છે, સબરૂમ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યના પૂર્વ શાહી પરિવારના વંશજ અને ટિપરા મોથાના ફાઉન્ડર પ્રદ્યોત દેબબર્મા મેદાનમાં નથી. 

ભાજપના સૌથી વધુ ઉમેદવાર
ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવાર (55) સત્તાધારી ભાજપે ઊભા રાખ્યા છે. જ્યારે તેમના ગઠબંધન સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી)ને 5 સીટ મળી છે. જો કે આઈપીએફટીએ 6 ઉમેદવાર ઊભા રાખ્યા છે. ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનમાં ડાબેરીના 47, કોંગ્રેસના 13 ઉમેદવાર છે. આ ઉપરાંત ટિપરા મોથા પાર્ટીએ 42 ઉમેદવારો, તૃણમુલ કોંગ્રેસે 28 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. 58 અપક્ષ અને નાના પક્ષોના 14 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news