મુસલમાનોએ પહેલીવાર 'ત્રિપલ તલાક' કાયદા મુદ્દે PM મોદીને બિરદાવ્યા, કહ્યું-અલ્પસંખ્યકો માટે સારા કામ કર્યા
મુસ્લિમ સંગઠનોએ કહ્યું કે પીએમ મોદીએ અમૃતકાળમાં અલ્પસંખ્યકોના કલ્યાણ માટે પ્રશંસનીય કામ કર્યું છે. નેતાઓએ કહ્યું કે સારા કામના હંમેશા વખાણ થવા જોઈએ. પીએમ મોદીના કાર્યકાળમાં મુસલમાનોના કલ્યાણ પર ખુબ ફોકસ કરાયું છે.
Trending Photos
મુસલમાનોએ દેશમાં ત્રિપલ તલાક કાયદાને લાગૂ કરવા મુદ્દે પહેલીવાર પીએમ મોદીના ખુબ વખાણ કર્યા છે. જુદા જુદા સંગઠનોના મુસ્લિમ નેતાઓએ કહ્યું કે ત્રિપલ તલાક કાયદાને લઈને પ્રધાનમંત્રીએ મુસ્લિમ મહિલાઓના અધિકારોને સુરક્ષિત કર્યા છે. તેની ખુબ જરૂર હતી. મુસ્લિમ નેતાઓએ કહ્યું કે ઈસ્લામમાં પણ ત્રિપલ તલાકને જગ્યા આપવામાં આવી નથી. પ્રધાનમંત્રીના આ નિર્ણયથી મુસ્લિમ મહિલાઓનું શોષણ ઓછું થયું છે. મુસ્લિમ સંગઠનોએ કહ્યું કે પીએમ મોદીએ અમૃતકાળમાં અલ્પસંખ્યકોના કલ્યાણ માટે પ્રશંસનીય કામ કર્યું છે. નેતાઓએ કહ્યું કે સારા કામના હંમેશા વખાણ થવા જોઈએ. પીએમ મોદીના કાર્યકાળમાં મુસલમાનોના કલ્યાણ પર ખુબ ફોકસ કરાયું છે.
ઓલ ઈન્ડિયા માઈનોરિટી કોન્ક્લેવમાં અહમદિયા મુસ્લિમોએ કહ્યું કે ત્રિપલ તલાક પર મોદી સરકારે જે નિર્ણય લીધો તે પ્રશંસનીય છે. અહમદિયા મુસ્લિમ સમુદાયના વિદેશ મામલાઓના નિદેશક અહેસાન ગૌરીએ કહ્યું કે મોદી સરકારનું ત્રિપલ તલાક બિલ મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણની દિશામાં લેવાયેલું પ્રશંસનીય પગલું છે. ઈસ્લામમાં પણ ત્રિપલ તલાકને માનવામાં નથી આવતું. મુસ્લિમ સંગઠનોના અન્ય નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તમામે કહ્યું કે અલ્પસંખ્યકોના હિતમાં મોદી સરકાર ભેદભાવ વગર કામ કરે છે. આ અગાઉ પહેલા ક્યારેય કોઈ પણ સરકારે આવું કામ કર્યું નથી. આથી સારા કામના હંમેશા વખાણ થવા જોઈએ.
અહમદિયા મુસ્લિમ યૂથ એસોસિએશનના અધ્યક્ષ તારિક અહેમદે કહ્યું કે ત્રિપલ તલાક પર કાયદો લાવવા બદલ પ્રધાનમંત્રીના નિર્ણયને અમે બિરદાવીએ છીએ. તેનાથી મુસ્લિમ મહિલાઓના જીવનમાં મહત્વના ફેરફાર આવવા લાગ્યા છે. ઈસ્લામ પણ ત્રિપલ તલાકને સ્થાન આપતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે