2015થી 2021 સુધીમાં PM મોદીએ ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે કોને-કોને આપ્યું આમંત્રણ?

મોદી સરકાર બન્યા પછી પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મહેમાન બન્યા. 2018માં આસિયાન દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ આપીને ભારતે રેકોર્ડ બનાવ્યો. ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથીની ચૂંટણીની પ્રક્રિયા 6 મહિના પહેલાં શરૂ થાય છે

2015થી 2021 સુધીમાં PM મોદીએ ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે કોને-કોને આપ્યું આમંત્રણ?

ઝી બ્યૂરો, અમદાવાદઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન વર્ષ 2021માં ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથી હશે. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે ભારતનું નિમંત્રણ સ્વીકાર કર્યુ હોવાની જાણકારી આપી. બ્રિટનના વિદેશ મંત્રીએ જણાવ્યું કે અમારા પ્રધાનમંત્રી બોરિસ જોન્સને ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથી બનવાના નિમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. મે 2014માં પહેલી વાર ભારતનું પ્રધાનમંત્રી પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીએ 2015માં ગણતંત્ર દિવસ સમારોહમાં પોતાના પહેલા અતિથી તરીકે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પસંદ કર્યા હતા. આ વખતે બ્રિટીશ પીએમ આવવાના છે. ત્યારે આવો જાણીએ કે 2015થી 2020ની  વચ્ચે કયા-કયા વિદેશી નેતા ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથી બની ચૂક્યા છે.
Image preview

વર્ષ 2021: યૂકેના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન

બોરિસ જોન્સન ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથી બનનારા બીજા બીજા બ્રિટીશ પ્રધાનમંત્રી બનશે. આ પહેલાં 1993માં જોન મેજરને આ સન્માન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી સ્તરની વાતચીતની રૂપરેખા નક્કી કરવા માટે પોતાના વિદેશ મંત્રી ડોમિનિક રાબને ભારત મોકલ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આમંત્રણ સ્વીકાર કર્યાના પત્રની સાથે તેમણે યૂકેના G7 સમિટમાં અતિથી રાષ્ટ્ર તરીકે સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. ભારતની સાથે દક્ષિણ કોરિયાઅને ઓસ્ટ્રેલિયા પણ G7 સમિટમાં અતિથી સભ્ય તરીકે સામેલ થશે.

Image preview

વર્ષ 2020: બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો

11મા બ્રિક્સ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલ્સોનારોને ગણતંત્ર દિવસ સમારોહનું આમંત્રણ આપ્યું હતું. બોલ્સોનારો બ્રાઝિલના રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલી વાર ભારતના પ્રવાસે આવ્યા હતા. તેમની સાથે 7 મંત્રીઓ, ટોચના અધિકારીઓ અને એક મોટું બિઝનેસ ડેલિગેશન ભારત આવ્યું હતું. તેમની પહેલાં 1996 અને 2004માં પણ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય અતિથી બની ચૂક્યા હતા. 2016માં બ્રાઝિલના રાષ્ટ્રપતિ મિશેલ ટેમેર ગોવામાં આયોજિત 8મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.

Image preview

વર્ષ 2019: દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બર 2018માં વર્ષની અંતિમ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું  કે આ વર્ષે આપણે બાપુની 150મી જયંતી મનાવી રહ્યા છીએ અને આ વખતે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા છે. અમારા માટે આ ગર્વની વાત છે. કેમ કે પૂજ્ય બાપુ અને દક્ષિણ આફ્રિકાનો એક અતૂટ સંબંધ છે. રામફોસા દક્ષિણ આફ્રિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા પછી ભારતના ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથી બનનારા બીજા રાષ્ટ્રપતિ હતા.

Image preview

વર્ષ 2018: આસિયાન દેશોના 10 મહેમાન

દેશના 69મા ગણતંત્ર દિવસ પ્રસંગે અનેક ઐતિહાસિક વાત થઈ હતી. આ વખતે ગણતંત્ર દિવસમાં પહેલીવાર 10 આસિયાન દેશોના પ્રમુખ સમારોહના મહેમાન બન્યા. ગણતંત્ર દિવસ સમારોહમાં સામાન્ય રીતે એક મહેમાનને બોલાવવાની પરંપરા રહી છે. જોકે ક્યારેકે બે-બે મહેમાન આવ્યા છે. પરંતુ આવું પહેલીવાર થયું હતું કે જ્યારે 10 દેશના રાષ્ટ્રાધ્યક્ષ દેશના મહેમાન બન્યા હતા. તેમાં બ્રૂનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલીપીન્સ, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેતનામના રાષ્ટ્રાધ્યક્ષ હતા.

Image preview

વર્ષ 2017: અબુધાબીના શાહજાદા મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન

સંયુક્ત અરબ અમીરાતના શાહજાદા મોહમ્મદ બિન જાયેદે 2017ના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથી તરીકે રાજપથ પર ભવ્ય ઝાંકી જોવા મળી હતી. નાહયાન બીજી વખત ભારત પ્રવાસે આવ્યા હતા. ખાસ વાત એ રહી કે આ વર્ષે યૂએઈની સેનાની 144 જવાનોની એક ટુકડીએ પણ રાજપથ પર માર્ચ કરી હતી. કદાચ આ પહેલીવાર થયું હતું કે રાજપથ પર પરેડમાં કોઈ બીજા દેશની સેનાએ ભાગ લીધો હતો. નાહયાનના આ પ્રવાસે ભારત અને યૂએઈના સંબંધોમાં નવી ઉંચાઈ પર પહોંચાડી. 24 ઓગસ્ટ 2019ના રોજ યૂએઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના દેશનું સર્વોચ્ય નાગરિક સન્માન ઓર્ડર ઓફ જાયેદથી નવાજ્યા. તેના પછી યૂએઈ અને ભારત વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને મજબૂતી આપી રહ્યા છે.

Image preview

વર્ષ 2016: ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્ડ

ફ્રાંસના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્ડની આ બીજી ભારત યાત્રા હતી. તે ફેબ્રુઆરી 2013માં પણ ભારત આવ્યા હતા. તેમની પહેલાં વર્ષ 1976માં પ્રધાનમંત્રી જેક્સ શિરાક, 1080માં વલેરી ગિસ્કાર્દ, 1998માં રાષ્ટ્રપતિ તરીકે જેક્સ શિરાક અને 2008માં નિકોલસ સારકોઝી ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથી તરીકે આવી ચૂક્યા છે. એટલે ઓલાન્ડ ફ્રાંસના પાંચમા એવા નેતા હતા. જેમણે ભારતના ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથી બન્યા. કોઈ દેશ માટે આ અત્યાર સુધીની સંખ્યા છે. ભૂતાનના રાષ્ટ્રાધ્યક્ષોએ 1954, 1984, 2005 અને 2013માં અત્યાર સુધી ચાર વખત અધ્યક્ષતા કરી છે.

Image preview

વર્ષ 2015: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા

ઓબામાએ ભારત પહોંચ્યા પછી કહ્યું કે તે અહીંયા આવીને ખૂબ ઉત્સાહિત છે અને પ્રધાનમંત્રી મોદીની સાથે તેમની દોસ્તી ખૂબ ગાઢ બની. તેમણે ગણતંત્ર દિવસ પરેડના પ્રસંગે બે પ્રોટોકોલ તોડ્યા. તેમાં એક પ્રોટોકોલ ભારતનો હતો અને બીજો અમેરિકાનો. જોકે રાજપથ પર સલામી મંચ સુધી ઓબામા ભારતના રાષ્ટ્રપતિની સાથે તેમના વાહનમાં નહીં પરંતુ પોતાની ધ બીસ્ટ ગાડીથી પહોંચ્યા. જ્યારે સમારોહના મુખ્ય અતિથી તરીકે બે કલાકથી વધારે સમય સુધી ખુલ્લા આકાશની નીચે રહ્યા. આ બંને બાબત પ્રોટોકોલનું ઉલ્લંઘન હતી. ભારતનો પ્રોટોકોલ કહે છેકે સમારોહના મુખ્ય અતિથી ભારતના રાષ્ટ્રપતિની સાથે રાષ્ટ્રપતિ ભવનથી તેમના વાહનમાં સમારોહ સુધી જવું. પરંતુ ઓબામાએ આ પરંપરા તોડી નાંખી. તે અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ઉત્તરદાયી એજન્સી સીક્રેટ સર્વિસના સુરક્ષા દિશાનિર્દેશ પ્રમાણે કોઈપણ સમારોહમાં 20 મિનિટથી વધારેનો સમય ખુલ્લા આકાશમાં પસાર કરી શકશે નહીં,

Image preview

કેવી રીતે થાય છે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથીની પસંદગી:

ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથીની ચૂંટણીની પ્રક્રિયા 6 મહિના પહેલાં શરૂ થાય છે. સૌથી પહેલા વિદેશ મંત્રાલય ભારતના સંબંધોના આધારે કેટલાંક દેશના નામે આગળ કરે છે. પછી પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ભવનની મંજૂરી લેવામાં આવે છે. પછી પસંદગીના નેતાને આમંત્રણ મોકલવામાં આવે છે. ત્યારબાદ ભારત અને સંબંધિત દેશની વચ્ચે રાજકીય સ્તરે આગળની પ્રક્રિયા આગળ વધારે છે. જ્યારે મહેમાન આમંત્રણ સ્વીકાર કરી લે છે તો વિદેશ મંત્રાલય આગળ તેમના સ્વાગતની વ્યવસ્થા કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news