કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચ્યો દિલ્હી, પુણેથી આજે 13 શહેરોમાં મોકલવામાં આવી રસી
મંગળવારે વહેલી સવારે સ્પેશિયલ ફ્લાઇટમાં પુણેથી વેક્સિનની સપ્લાઈ શરૂ થઈ, જે આશરે 10 કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. તેને અહીં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે અને જ્યારે વેક્સિનેશનની શરૂઆત થશે, ત્યારે રસીકરણ કેન્દ્ર પહોંચાડવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ વેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચી ગયો છે. આ સાથે 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા દેશવ્યાપી કોરોના વેક્સિનેશનના અભિયાનનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી મંગળવારે દેશના અલગ-અલગ ભાગમાં વેક્સિન સપ્લાઈનો સિલસિલો શરૂ થયો છે.
મંગળવારે વહેલી સવારે સ્પેશિયલ ફ્લાઇટમાં પુણેથી વેક્સિનની સપ્લાઈ શરૂ થઈ, જે આશરે 10 કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. તેને અહીં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે અને જ્યારે વેક્સિનેશનની શરૂઆત થશે, ત્યારે રસીકરણ કેન્દ્ર પહોંચાડવામાં આવશે.
Temperature-controlled facility, ranging from -20 degrees Celsius to +25 degrees Celsius, at our two Cargo terminals can efficiently & safely handle Covid-19 vaccines. Both terminals can handle around 5.7 mn vials in a day: DIAL CEO on arrival of Covid vaccine consignment https://t.co/KpQIJPM3Xr
— ANI (@ANI) January 12, 2021
દિલ્હી એરપોર્ટ પર કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચ્યો
તમને જણાવી દઈએ કે ભારત સરકારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને 1.1 કરોડ ડોઝનો સત્તાવાર ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ મંગળવારે વેક્સિનની સપ્લાઈ શરૂ થઈ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટથી દેશના 13 સ્થાનો પર વેક્સિનની સપ્લાઈ કરવામાં આવી રહી છે. જેમાં દિલ્હી, ગુજરાત જેવા રાજ્યો સામેલ છે.
દિલ્હી એરપોર્ટ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારી પાસે -20 ડિગ્રીથી +25 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનની ક્ષમતા છે. બંન્ને ટર્મિનલ પર એક દિવસમાં 5.7 મિલિયન ડોઝ રાખવાની ક્ષમતા છે. એરપોર્ટ તરફથી સરકાર, એજન્સી, એરલાયન્સ અને અન્ય બધા સ્ટેકહોલ્ડરની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને વેક્સિનેશનના કામમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયારી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટિટ્યૂટથી સ્પેશિયલ કન્ટેનરમાં તે વેક્સિનને રવાના કરવામાં આવી રહી છે, જેના પર જીપીએસ લાગેલું છે. સાથે આ કન્ટેનરની સાથે પોલીસ ચાલી રહી છે. હજુ સરકારે શરૂઆતમાં 1.1 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે, તેની સપ્લાઈ શરૂ થઈ છે. આ સિવાય આગળની પ્રક્રિયા ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે