શું મહાગઠબંધનમાં સામેલ થશે LJP? ચિરાગે કહ્યુ- તેજસ્વી મારો નાનો ભાઈ

ચિરાગ પાસવાને કહ્યુ કે, સીએએ, એનઆરસી સહિત દરેક પગલે હું ભાજપની સાથે રહ્યો છું. તો નીતીશ કુમાર તેનાથી અસહમત હતા. હવે ભાજપે નક્કી કરવાનું છે કે આવનારા દિવસોમાં મારૂ સમર્થન કરશે કે નીતીશ કુમારનું.

શું મહાગઠબંધનમાં સામેલ થશે LJP? ચિરાગે કહ્યુ- તેજસ્વી મારો નાનો ભાઈ

પટનાઃ બિહારમાં રાજકીય ઘટનાક્રમમાં દરરોજ ફેરફાર થઈ રહ્યો છે. શનિવારે લોજપા નેતા ચિરાગ પાસવાને કહ્યુ કે, મારા પિતાજી (સ્વર્ગીય રામવિલાસ પાસવાન) અને લાલૂ પ્રસાદ યાદવ ઘનિષ્ઠ મિત્ર રહ્યા છે. હું અને તેજસ્વી યાદવ એકબીજાને બાળપણથી ઓળખીએ છીએ અને અમે સારા મિત્ર છીએ. તેજસ્વી મારા નાના ભાઈ સમાન છે. બિહારમાં જ્યારે ચૂંટણીનો સમય આવશે ત્યારે પાર્ટી આરજેડી સાથે ગઠબંધનને લઈને અંતિમ નિર્ણય લેશે. 

એએનઆઈ સાથે વાતચીતમાં ચિરાગ પાસવાને કહ્યુ કે, સીએએ, એનઆરસી સહિત દરેક પગલે હું ભાજપની સાથે રહ્યો છું. તો નીતીશ કુમાર તેનાથી અસહમત હતા. હવે ભાજપે નક્કી કરવાનું છે કે આવનારા દિવસોમાં મારૂ સમર્થન કરશે કે નીતીશ કુમારનું. આ સિવાય ચિરાગે કહ્યુ કે, મેં હનુમાનજીની જેમ પ્રધાનમંત્રીનો દરેક મુશ્કેલ સમયમાં સાથ આપ્યો અને આજે જ્યારે હનુમાનનો રાજકીય વધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું તે વિશ્વાસ કરુ છું કે આ સમયે રામ ચુપ રહી જોશે નહીં. 

ઉલ્લેખનીય છે કે આરજેડી નેતા તેજસ્વી યાદવે ચિરાગ પાસવાન તરફ એકવાર ફરી મિત્રતાનો હાથ આગળ વધાર્યો છે. તેજસ્વીએ પહેલા ચિરાગને સાથે આવવાની ઓફર કરી અને હવે તેની પાર્ટી 5 જુલાઈએ રામવિલાસ પાસવાનની જયંતિ મનાવશે. આ તકે પાર્ટી ઓફિસમાં તેમના ફોટા પર પાર્ટીના વરિષ્ઠ નેતા માલ્યાર્પણ કરશે. રસપ્રદ વાત છે કે આ દિવસે આરજેડીનો સ્થાપના દિવસ પણ છે તો તેને સંબંધિત કાર્યક્રમ ત્યારબાદ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news