તમિલનાડુમાં લઠ્ઠાકાંડ! ઝેરી દારૂ પીવાથી 30થી વધુ લોકોના મોત, અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
જપ્ત કરાયેલા 200 લીટર ગેરકાયદેસર દારૂની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાં ઘાતક 'મેથનોલ' હતો. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને અનેક લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ વિરુદધ કાર્યવાહી કરવામાં આવી છે.
Trending Photos
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 30થી વધુ લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. કલ્લાકુરિચી જિલ્લાના કલેક્ટર એમએસ પ્રશાંતે પુષ્ટિ કરી છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે જિલ્લાના સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર હેઠળના પીડિતો સાથે મુલાકાત કરી.
આ મામલે 49 વર્ષના (ગેરકાયદે દારૂ વેચનારા) કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરાઈ છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા 200 લીટર ગેરકાયદેસર દારૂની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાં ઘાતક 'મેથનોલ' હતો. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને અનેક લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ વિરુદધ કાર્યવાહી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી સ્ટાલિને એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે કલ્લાકુરિચીમાં ભેળસેળીયા દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ અને દુખી છું. આ મામલે સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ વિરુદધ પણ કાર્યવાહી કરાઈ છે. તેમણે કહ્યું કે જો જનતા આવા અપરાધોમાં સામેલ લોકો વિશે જાણકારી આપે તો તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે. સમાજને બરબાદ કરનારા આવા અપરાધોને કડકાઈથી દબાવવામાં આવશે. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો અને પીડિતોના જલદી સ્વસ્થ થવાની કામના પણ કરી.
કલ્લાકુરિચીમા મૃતકોની સંખ્યા સતત વધી રહી છે છેલ્લે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 34 લોકોના મોત થઈ ચૂક્યા છે. પોલીસે જણાવ્યું કે મંગળવારે રાતે કલ્લાકુરુચિ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ડઝન જેટલા લોકોએ કરુણાપુરમમાં ગેરકાયદેસર દારૂ પીધો હતો. ઘરે પહોંચ્યા બાદ તેમાંથી મોટાભાગના લોકોને ચક્કર, માથાનો દુખાવો, ઉલ્ટી, જીવ ડોહળાવવો, પેટમાં દુખાવો, અને આંખોમાં બળતરાની ફરિયાદ હતી. તેમના પરિવારના સભ્યો તેમને શહેરની એક ખાનગી હોસ્પિટલ અને કલ્લાકુરિચી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં અનેક લોકોના મોત નિપજ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે