મેવાલાલના રાજીનામા બાદ હવે સુશીલ મોદીએ તેજસ્વીનું IRCTC કૌભાંડમાં માગ્યુ રિઝાઇન


સુશીલ કુમાર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, તેજસ્વી યાદવે રાજીનામું આપી દેવુ જોઈએ કારણ કે તે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા IRCTC કૌભાંડમાં ન માત્ર ચાર્જશીટેડ પરંતુ જામીન પર છે. કોરોનાને કારણે ટ્રાયલ રોકાયેલી છે. કોઈપણ દિવસે ટ્રાયલ શરૂ થઈ શકે છે. 
 

મેવાલાલના રાજીનામા બાદ હવે સુશીલ મોદીએ તેજસ્વીનું  IRCTC કૌભાંડમાં માગ્યુ રિઝાઇન

નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય માહોલ ફરી ગરમાયો છે. શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીના રાજીનામા બાદ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. આરજેડી નેતા તેજસ્વી યાદવના આકરા પ્રહાર બાદ તેમના પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ નિશાન સાધ્યુ છે. 

સુશીલ કુમાર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, તેજસ્વી યાદવે રાજીનામું આપી દેવુ જોઈએ કારણ કે તે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા IRCTC કૌભાંડમાં ન માત્ર ચાર્જશીટેડ પરંતુ જામીન પર છે. કોરોનાને કારણે ટ્રાયલ રોકાયેલી છે. કોઈપણ દિવસે ટ્રાયલ શરૂ થઈ શકે છે. 

— Sushil Kumar Modi (@SushilModi) November 19, 2020

બીજીતરફ મેવાલાલના રાજીનામાને લઈને તેજસ્વી યાદવે ટ્વીટ કર્યુ, 'મુખ્યમંત્રી જી, જનાદેશના માધ્યમથી બિહારે અમને એક આદેશ આપ્યો છે કે તમારી ભ્રષ્ટ નીતિ, નીયત અને નિયમ વિરુદ્ધ તમને ચેતવતા રહીએ. માત્ર એક રાજીનામાથી વાત બનશે નહીં. હજુ તો 19 લાખ નોકરી, કરારો અને સમાન કામ-સમાન વેતન જેવા અનેક જનતા સાથે જોડાયેલા મુદ્દા પર મળીશું. જય બિહાર, જય હિંદ.'

जनादेश के माध्यम से बिहार ने हमें एक आदेश दिया है कि आपकी भ्रष्ट नीति, नीयत और नियम के खिलाफ आपको आगाह करते रहें। महज एक इस्तीफे से बात नहीं बनेगी। अभी तो 19 लाख नौकरी,संविदा और समान काम-समान वेतन जैसे अनेकों जन सरोकार के मुद्दों पर मिलेंगे। जय बिहार,जय हिन्द

— Tejashwi Yadav (@yadavtejashwi) November 19, 2020

આગળ તેજસ્વીએ કહ્યુ કે, મેં કહ્યુ હતુ ને તમે થાકી ચુક્યા છે, તેથી તમારી વિચારવાની-સમજવાની શક્તિ નબળી પડી ગઈ છે. ઇરાદાપૂર્વક ભ્રષ્ટાચારીને મંત્રી બનાવ્યો, વિરોધ છતાં પદભાર ગ્રહણ કરાવ્યો, કલાક બાદ રાજીનામાનું નાટક રચ્યું. અસલી ગુનેગાર તમે છો. તમે કેમ મંત્રી બનાવ્યા? તમારા બેવડા વલણ અને નાટક હવે ચાલશે નહીં?

 PoKમા ભારતીય સેનાએ કરી એર સ્ટ્રાઇક, આતંકવાદીઓના લોન્ચ પેડ પર મોટો હુમલો

મહત્વનું છે કે આરજેડી છેલ્લા 2 દિવસથી સત મેવાલાલ ચૌધરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપને લઈને અને તેની પત્નીના શંકાસ્પદ મોતના મામલામાં કથિત સંડોવણીને લઈને તપાસની માગ કરી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news