કોરોના મુક્ત ભારત તરફ વધી રહ્યા છે પગલાં, જાણો 1 એપ્રિલથી શું-શું બદલાઇ જશે
ભારતમાં પાબંધીઓ હટાવી છે તેનું પરિણામ શું આવી શકે છે. તે સમજવું જરૂરી છે કે તે સમયે કોવિડ ફેલાવો કેવો છે. તમને જણાવી દઇએ કે આફ્રીકાના ક્ષેત્રોમાં કોરોના વાયરસના કેસ 29 ટકા સુધી ઘટી ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: એકતરફ ભારત 1 એપ્રિલ 2022થી કોરોના વિનાના દૌરમાં ફરી પ્રવેશ કરશે અને બીજી તરફ ચીનના શાંઘાઇમાં 27 માર્ચથી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ચીનની સરકારે Zero Covid Policy અપનાવી છે. જે અંતગર્ત સરકારનો ટાર્ગેટ છે દેશમાંથી કોવિડ સંપૂર્ણપણે ખતમ કરવો. જોકે આંકડા જોઇને એ કહેવું મુશ્કેલ છે કે કોરોના કોઇપણ પણ પોલીસી ખતમ થઇ શકે. જીરો કોવિડ પોલીસી અને સખત લોકડાઉન છતાં ચીનમાં કોરોનાના કેસ ભારત કરતાં વધુ છે.
દુનિયામાં કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો
ભારતમાં પાબંધીઓ હટાવી છે તેનું પરિણામ શું આવી શકે છે. તે સમજવું જરૂરી છે કે તે સમયે કોવિડ ફેલાવો કેવો છે. તમને જણાવી દઇએ કે આફ્રીકાના ક્ષેત્રોમાં કોરોના વાયરસના કેસ 29 ટકા સુધી ઘટી ગયા છે. અમેરિકામાં પણ 15 ટકાનો ઘટાડો આવ્યો છે. યૂરોપમાં ગત અઠવાડિયાના મુકાબલે કોરોના વાયરસના નવા કેસ 4% ઓછા નોંધાયા છે. દક્ષિણ પૂર્વ એશિયામાં કોરોનાના કેસમાં 14% નો ઘટાડો નોંધાયો છે.
1 એપ્રિલથી બદલાઇ જશે તમામ નિયમ
ભારતમાં ગત 24 કલાકમાં 11 મોત થયા છે. 17 મોત જૂના ઉમેરવામાં આવ્યા છે. જેથી કુલ મોતનો આંકડો 24 કલાકમાં 28 નોંધાયો છે. જ્યાં ચીન હાલમાં લોકડાઉન મોડમાં જઇ રહ્યું છે તો બીજી તરફ ભારતમાં 1 એપ્રિલથી ઘણા નિયમોમાં બદલાવ આવશે.
હવે નહી સંભળાય કોલર ટ્યૂન
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, કોરોના વાયરસના સંદર્ભમાં લાગુ કરવામાં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 1 એપ્રિલથી સમાપ્ત થઈ રહ્યો છે. આ હેઠળ, કોરોનાની કોલર-ટ્યુન સમાપ્ત. એટલે કે, જ્યારે તમે કોઈને ફોન કરો છો, ત્યારે તમને ઉધરસનો અવાજ સંભળાશે નહીં અને તે અવાજ રસીકરણનું મહત્વ જણાવે છે. આરોગ્ય મંત્રાલયે તમામ ટેલિકોમ ઓપરેટરોને આ સૂચનાનો પરિપત્ર મોકલ્યો છે.
ફક્ત આ એક આદતથી મળશે કોરોનાથી છુટકારો
દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર હવે ચલણ કપાશે નહી. પર્સનલ કારમાં માસ્ક લગાવવાની બાધ્યતાને ખતમ કરી દીધી છે. આ સાથે જ મુંબઇએ માસ્ક લગાવવાની અનિવાર્યતા પણ ખતમ કરી દીધી છે. સાથે જ પશ્વિમ બંગાળે પણ માસ્ક લગાવવાની પાબંધીને હટાવી દીધી છે. જોકે દરેક રાજ્ય સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ અને હાથની સફાઇના દિશા નિર્દેશો આપ્યા છે. પરંતુ મોટેભાગે કોઈપણ નિયમ ફરજિયાત પણે નથી. જોકે એમ્સના રિપોર્ટ અનુસાર હાથ ધોતા રહો અને હાથ ન મિલાવવાની આદત યથાવત રાખો તો ઘણી બિમારીઓથી બચી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે