Sonali Phogat Case: ચોંકાવનારો ખુલાસો, સુધીરે પોતાના નામે તૈયાર કરાવી લીધા હતા ફાર્મ હાઉસના કાગળ

Sonali Phogat: સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસમાં ગોવા પોલીસ હરિયાણા પહોંચી છે. આ દરમિયાન તપાસમાં ખુલાસો થયો છે કે પીએ સુધીર સાંગવાને સોનાલીના ફાર્મ હાઉસના કાગળ તૈયાર કરાવી લીધા હતા. 

Sonali Phogat Case: ચોંકાવનારો ખુલાસો, સુધીરે પોતાના નામે તૈયાર કરાવી લીધા હતા ફાર્મ હાઉસના કાગળ

હિસારઃ Sonali Phogat Murder Case Update: સોનાલી ફોગાટ હત્યા (Sonali Phogat Murder Case) કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. ગોવા પોલીસ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આજે હરિયાણાના હિસારમાં પહોંચીને ગોવા પોલીસે સોનાલીના પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા. તો હવે ગોવા પોલીસની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. 

સુધીરે તૈયાર કરાવ્યા હતા ફાર્મ હાઉસના કાગળ
ગોવા પોલીસની તપાસમાં તે સામે આવ્યું છે કે સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાને (Sonali Phogat PA Sudhir Sangwan) પહેલાથી સોનાલીના ફાર્મ હાઉસના કાગળ પોતાના નામે તૈયાર કરાવી લીધા હતા. સુધીર સોનાલીના ફાર્મ હાઉસને 20 વર્ષ માટે લીઝ પર લેવા ઈચ્છતો હતો. તેણે 60 હજાર રૂપિયા વાર્ષિક ભાડુ આપવાનો એગ્રીમેન્ટ તૈયાર કરાવ્યો હતો. 

સાડા છ એકરમાં ફેલાયેલું છે સોનાલીનું ફાર્મ હાઉસ
ગોવા પોલીસ દરરોજ સોનાલી ફોગાટ કેસમાં નવા-નવા ખુલાસા કરી રહી છે. હાલ ગોવા પોલીસ તે વકીલની પૂછપરછ કરી રહી છે, જેણે આ કાગળો તૈયાર કર્યાં હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર સોનાલી ફોગાટના ફાર્મ હાઉસના વિસ્તારમાં જમીનનો ભાવ 3 કરોડ રૂપિયા પ્રતિ એકર છે. આ ફાર્મ હાઉસ સાડા છ એકરમાં ફેલાયેલું છે. 

નોંધનીય છે કે બિગ બોસ ફેમ સોનાલી ફોગાટનું 22-23 ઓગસ્ટની રાત્રે ગોવામાં નિધન થયું હતું. આ કેસમાં અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચ લોકોમાં પીએ- સુધીર સાંગવાન, સુધીરનો મિત્ર સુખવિંદર, ક્લબનો માલિક એડવિન, ડ્રગ પેડલર રામા અને રિસોર્ટનો વેટર દત્તા પ્રસાદ છે. પરિવાર તરફથી શરૂઆતમાં જ ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news