સગો છોકરો બની ગયો હેવાન! નશામાં ધૂત પુત્રએ સૂમસામ વિસ્તારમાં જનેતા પર આચર્યું દુષ્કર્મ
રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક પુત્રએ તેની જ માતાની સાથે દુષ્કર્મ જેવી જઘન્ય ઘટનાને અંજામ આપ્યો. આ ઘટના સમયે આરોપી પુત્ર નશામાં હતો. હાલ આરોપી પોલીસની કસ્ટડીમાં છે.
Trending Photos
સમગ્ર દેશમાં મહિલાઓ સાથે થઈ રહેલા અપરાધોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જ્યારે રાજસ્થાનમાં પણ રેપની અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. રાજસ્થાનમાં માતા પુત્રના પવિત્ર સંબંધને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. બુંદીમાં એક પુત્ર પર તેની જ માતા પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે બુધવારે આ જાણકારી આપતા કહ્યું કે તેણે નશાની હાલતમાં ઘટનાને અંજામ આપ્યો. આરોપીની ઉંમર 28 વર્ષ હોવાનું કહેવાય છે. જ્યારે માતાની ઉંમર 52 વર્ષ છે. ઘટના બાદ માતા તેના નાના પુત્ર અને પુત્રી સાથે ડાબી પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
માતાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરતા આરોપી પુત્રની ધરપકડ કરી. પોલીસે પુત્રની કડકાઈથી પૂછપરછ કરતા તેણે નશાની હાલતમાં માતા સાથે હેવાનિયત આચરી હોવાની કબુલાત કરી. આરોપીએ જણાવ્યું કે તે માતા સાથે મામાના ઘરે ગયો હતો. આ દરમિયાન જ્યારે તેઓ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે સૂમસામ જગ્યા જોતા તેણે માતા સાથે હેવાનિયત આચરી.
ડીએસપી તરુણકાંત સોમાનીએ જણાવ્યું કે રેપના આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો અને ત્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે