ઉદ્ધવ ઠાકરેનો હુંકાર, રામ મંદિર નિર્માણનો સમય નજીક, પહેલી ઇંટ મુકવા તૈયાર રહે શિવસૈનિક
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે શિવસેના અને ભાજપ એકબીજા પર દબાણ લાવવાની રાજનીતિ રમી રહ્યા છે
Trending Photos
મુંબઇ : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) હુંકાર કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારને વિશેષ કાયદો બનાવીને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરવું જોઇએ. તેમણે કહ્યું કે, કોઇની પાસે વધારે સમય રાહ જોવાનો સમય નથી. રામ મંદિર શ્રદ્ધા અને આસ્થાની વાત છે. ઠાકરેએ કહ્યું કે, દિવંગત બાલા સાહેબ પણ કહી ચુક્યા છે કે રામ મંદિરની પ્રથમ ઇંટ મુકવાની તક શિવસૈનિકોને મળે તો તે મોટી વાત લેખાશે. બાબરી મસ્જિદ તોડવાની જવાબદારી તત્કાલીન શિવસેના પ્રમુખે લીધી હતી. હવે સમય આવી ચુક્યો છે કે કેન્દ્રમાં રહેલી મોદી સરકાર રામ મંદિર અંગે નિર્ણય લે.
ઓવૈસીનો કેન્દ્રને વેધક સવાલ, 'ફારુક અબ્દુલ્લાથી સરકાર આટલી કેમ ડરે છે?'
શિવસેના પ્રમુખે જણાવ્યું કે, દેશનાં હિતને ધ્યાને રાખીને અમે સાથે રહ્યા, કારણ કે પાકિસ્તાનને પાઠ ભણાવવો જરૂરી હતો. રાજનીતિક નિષ્ણાંતોનાં અનુસાર શિવસેના પ્રમુખનું આ નિવેદન મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને નરેન્દ્ર મોદી પર દબાણ બનાવવા માટે આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં હજી સુધી ભાજપ-શિવસેના ગઠબંધનની જાહેરાત થઇ નથી.
આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra Assembly Elections 2019) સીટોની ફાળવણી મુદ્દે NDA માં સહમતી સાધી શકાઇ નથી. બીજી તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Udhav Thackeray) રવિવારે મુંબઇમાં પાર્ટીની બેઠકમાં કાર્યકર્તાઓને એકલા ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા પણ જણાવ્યું હતું. ઠાકરેએ કહ્યું કે, જો એકલા હાથે ચૂંટણી લડવાની થાય તો પણ તેઓ તૈયાર છે. જો કે ઠાકરેએ તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે એકલા ચૂંટણી લડવાનાં પક્ષમાં તેઓ નથી.
ફારુક અબ્દુલ્લાની PSA હેઠળ અટકાયત, કોઈ સુનાવણી વગર 2 વર્ષ સુધી રહી શકે છે કેદમાં
એક અંદાજ અનુસાર ભાજપે શિવસેનાને વિધાનસભાની 108 સીટો ઓફર કરી છે જે અંગે શિવસેના તૈયાર નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે અને ભાજપ બાકીની તમામ સીટો પર ચૂંટણી લડવા માંગે છે. આ ઉપરાંત અનેય કેટલાક એનડીએનાં સહયોગી દળોને પણ સીટો ફાળવવા બંન્ને દળો સંમત નથી. એવી સ્થિતીમાં શિવસેના સહજ નથી. ભાજપ પહેલા જ સ્પષ્ટતા કરી ચુક્યું છે કે તે ફરીથી સરકાર બનાવશે.
કલમ 370: જરૂર પડી તો હું પોતે કાશ્મીર જઈશ: CJI રંજન ગોગોઈ
બીજી તરફ શિવસેના પોતાનાં યુવા ચહેરા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર પહેલીવાર દાવ અજમાવી રહી છે. શિવસેના આદિત્યને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. મહારાષ્ટ્રનું રાજકીય ગણીત અને સમીકરણો સતત બદલાઇ રહ્યા છે. ચૂંટણી પંચે અત્યાર સુધી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત નથી કરી. સુત્રો અનુસાર 17 સપ્ટેમ્બરે ચૂંટણી પંચ આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે