ભાજપને ચીડવવા માટે CM નાયડૂના ઉપવાસ પર પહોંચ્યા શિવસેના સાંસદ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડૂ પોતાના રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 2014 હેઠળ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા વચનોને પુર્ણ કરવાની માંગ સાથે ઉપવાસ કરી રહ્યા છે
Trending Photos
નવી દિલ્હી : તેલુગુ દેશમ પાર્ટી (TDP) પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુ પોતાના રાજ્યને વિશેષનો દરજ્જો અપાવવા માટે સોમવારે (11 ફેબ્રુઆરી)એ દિલ્હીમાં એખ દિવસનાં ઉપવાસ પર બેઠા છે. આ દરમિયાન નાયડુને સમર્થન આપવા માટે રાજનીતિક દળોનાં અનેક નેતાઓ પહોંચ્યા. મોડી સાંજે સુધી ચાલેલા ઉપવાસમાં શિવસેના સાંસદ સંજય રાઉતની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પણ પહોંચ્યા હતા. શિવસેના સાંસદની નાયડૂએ મંચ પર હાજરી બાદથી રાજકીય જુથોમાં ચર્ચા ચાલુ થઇ ચુકી છે.
Madhya Pradesh CM Kamal Nath, Congress leader Digvijaya Singh and Shiv Sena MP Sanjay Raut at Andhra Pradesh CM & TDP Chief N Chandrababu Naidu's day-long fast in AP Bhawan,Delhi. pic.twitter.com/Nj6jZ0vmb9
— ANI (@ANI) February 11, 2019
શિવસેનાએ હાલમાં જ સંકેતો આપ્યા હતા કે, તેઓ આગામી લોકસભા ચૂંટણી 2019 ભાજપ નીત એનડીએથી અલગ તઇને લડશે. ત્યાર બાદથી શિવસેના સતત ભાજપ પર નિશાન સાધતી રહી છે. શિવસેનાએ પોતાનાં મુખપત્ર સામના દ્વારા સોમવારે એકવાર ફરીથી ભાજપ પર નિશાન સાધ્યું. સામનામાં છપાયેલા લેખમાં લખ્યું છે, મહારાષ્ટ્રની કુલ સીટોમાંથી મતલબ 48 સીટો આ લોકો સરળતાથી જીતી શકે છે અને દેશમાં તો પોતાની રીતે 548 સીટો તો પાક્કી છે. ઇવીએમ અને તેના આ પ્રકારનાં ખોટા આત્મવિશ્વાસ સાથે તો લંડન અને અમેરિકામાં પણ કમળ ખીલી શકે છે. જો કે તેના કારણે પહેલા અયોધ્યામાં રામ મંદિરનું કમલ કેમ નથી ખીલ્યું. તેનો જવાબ આપો.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ પોતાનાં રાજ્યને વિશેષ દરજ્જો આપવા અને રાજ્યની પુનરચના અધિનિયમ 2014 હેઠલ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા વચનોને પુર્ણ કરવાની માંગ સાથે ઉપવાસ કરી રહ્યા છે. સવારે પોતાનાં ઉપવાસ ચાલુ કરતા પહેલા નાયડૂએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પિત કરી. ત્યાર બાદ નાયડૂ આંધ્રપ્રદેશ ભવન પહોંચ્યા અને ત્યાં તેમણે ડૉ. આંબેડકરની પ્રતિમા પર નમન કર્યું અને એક દિવસમાં પોતાની ભુખ હડતાળ ચાલુ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે