SBIને સુપ્રીમ ઝટકો : 'આવતીકાલ સુધીમાં Electoral Bonds ની પૂરી ડિટેલ' આપો, હવે ભરાયા

Supreme Court hearing: સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)ની તે અરજીને નકારી કાઢી, જેમાં ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડના વિવરણ જમા કરાવવા માટે 30 જૂન સુધી સમય વધારવાની માંગ કરી હતી. કોર્ટે એસબીઆઇને 12 માર્ચ સુધી ચૂંટણી બોન્ડના વિવરણનો ખુલાસો કરવા કહ્યું છે. 

SBIને સુપ્રીમ ઝટકો : 'આવતીકાલ સુધીમાં Electoral Bonds ની પૂરી ડિટેલ' આપો, હવે ભરાયા

Electoral bonds: ચૂંટણી બોન્ડ (Electoral Bond) સાથે જોડાયેલા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ રહી છે. આ સુનવણી ભારતીય સ્ટેટ બેંક (SBI) ની અરજી પર થઇ રહી છે. જેમાં રજાકીય પક્ષોને મળેલા ચૂંટણી બોન્ડના વિવરણનો ખુલાસો કરવા માટે સમય સીમાને 30 જૂન 2024 સુધી વધારવાની ભલામણ કરવામાં આવી હતી. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે સખત વલણ દાખવતાં કહ્યું કે એસબીઆઇ આવતીકાલ સુધી જ બોન્ડ સાથે જોડાયેલી તમામ જાણકારી આપે અને ચૂંટણીપંચ તેને 15 માર્ચ સુધી પબ્લિક કરે. 

સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)ની તે અરજીને નકારી કાઢી, જેમાં ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડના વિવરણ જમા કરાવવા માટે 30 જૂન સુધી સમય વધારવાની માંગ કરી હતી. કોર્ટે એસબીઆઇને 12 માર્ચ સુધી ચૂંટણી બોન્ડના વિવરણનો ખુલાસો કરવા કહ્યું છે. 

SBIએ માંગ્યો હતો વધારાનો સમય 
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે બેંકને ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડની વિગતો સબમિટ કરવા માટે વધારાના સમયની જરૂર છે. સાલ્વે કહે છે કે SBIની એકમાત્ર સમસ્યા એ છે કે તેણે સમગ્ર પ્રક્રિયાને ઉલટાવી પડશે. એસઓપીમાં સ્પષ્ટ છે કે અમારી કોર બેન્કિંગ સિસ્ટમ અને બોન્ડ નંબરમાં ખરીદનારનું કોઈ નામ નહોતું. અમને કહેવામાં આવ્યું હતું કે તે ગુપ્ત રાખવું જોઈએ.

કોર્ટે SBIને પૂછ્યું કે તમે છેલ્લા 26 દિવસમાં શું કર્યું?
જેના પર સુપ્રીમ કોર્ટે SBIને કહ્યું કે તેણે પોતાના નિર્ણયમાં બેંકને મેચ કરવા કહ્યું નથી, અમે સ્પષ્ટ ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. તેથી મેચિંગ એક્સરસાઇઝ કરવી પડશે એમ કહીને સમય માંગવો એ યોગ્ય નથી, અમે તમને આમ કરવા માટે સૂચના આપી નથી. કોર્ટે બેંકને પૂછ્યું કે તમે છેલ્લા 26 દિવસમાં શું કર્યું? CJIએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે, માહિતી EC સાથે શેર કરવી પડશે.

6 માર્ચ સુધી માંગી હતી ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાનની ડીટેલ
CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ SBI સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરતી અન્ય અરજી પર પણ સુનાવણી કરશે. આ અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે SBIએ 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચ (EC)ને ચૂંટણી પંચ (EC)ને રાજકીય પક્ષો દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા પ્રાપ્ત દાનની વિગતો સોંપવાની સુપ્રીમ કોર્ટની સૂચનાઓને જાણી જોઈને અવગણી હતી.

જોકે ચૂંટણી બોન્ડની વેલિડિટીને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપનાર અરજી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે. ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં અરજદાર ADRએ અવમાનની અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી છે. પ્રશાંત ભૂષણે SCમાં ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ અવમાનનાનો સીધો કેસ છે.

કોર્ટે રદ કરી હતી યોજના
સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીના રોજ એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં ચૂંટણી બોન્ડ યોજનાને "ગેરબંધારણીય" ગણાવીને ફગાવી દીધી હતી અને ચૂંટણી પંચને 13 માર્ચ સુધીમાં દાતાઓ, દાન તરીકે આપવામાં આવેલી રકમ અને પ્રાપ્તકર્તાઓને જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. સ્કીમને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપતાં કોર્ટે SBI સ્કીમ હેઠળની અધિકૃત બેંક એસબીઆઇને 12 એપ્રિલ, 2019થી ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડની વિગતો 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને સુપરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત, આયોગને 13 માર્ચ સુધીમાં તેની વેબસાઇટ પર આ માહિતી પ્રકાશિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. 4 માર્ચના રોજ, એસબીઆઈએ રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા માટે 30 જૂન સુધીનો સમય વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

એસબીઆઇની દલીલ
પોતાની અરજીમાં એસબીઆઇએ દલીલ કરી હતી કે પ્રક્રિયાને પુરો કરવામાં સમય લાગશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી બોન્ડનું 'ડીકોડિંગ' અને દાતાઓ સાથેના દાનને મેચ કરવું એ એક જટિલ પ્રક્રિયા હશે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, “બોન્ડ ઇશ્યૂ કરવા સંબંધિત ડેટા અને બોન્ડને રોકડમાં રૂપાંતરિત કરવા સંબંધિત ડેટા બે અલગ-અલગ જગ્યાએ છે. આ દાતાઓની ગોપનીયતાના રક્ષણ માટે કરવામાં આવ્યું હતું.'' અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ''દાતાઓની વિગતો નિયુક્ત શાખાઓ (બેંકની) માં સીલબંધ પરબિડીયાઓમાં રાખવામાં આવે છે અને આ સીલબંધ પરબિડીયાઓ અરજી દાખલ થાય ત્યાં સુધી રાખવામાં આવે છે. આ બેંકની મુખ્ય શાખામાં જમા કરવામાં આવી છે, જે મુંબઈમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news