ટ્વીટર પર એક્ટિવ થયા RSS ચીફ મોહન ભાગવત, થોડા જ કલાકોમાં સેંકડો followers

RSS પ્રમુખ ઉપરાંત સંઘના 6 નેતાઓએ પણ ટ્વીટરને જોઇન કર્યું છે,  ભાગવત ઉપરાંત ભૈયાજી જોશી, સુરેશ સોની, કૃષ્ણા ગોપાલ, વી ભાગય્યા, અરૂણ કુમાર અને અનિરુદ્ધ દેશપાંડેએ ટ્વીટર જોઇન કર્યું

  • RSS નાં નેતાઓ સોશિયલ મીડિયાથી દુર રહેતા હતા
    સમયની માંગ અનુસાર સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા
    અગાઉ હાફ પેન્ટનાં નિર્ણયમાં પણ RSS કરી ચુક્યું છે પરિવર્તન

Trending Photos

ટ્વીટર પર એક્ટિવ થયા RSS ચીફ મોહન ભાગવત, થોડા જ કલાકોમાં સેંકડો followers

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર એક્ટિવ થયા છે. મોહન ભાગવતે ટ્વીટર પર એક્ટિવ થયાના કલાકોમાં જ હજારો લોકોએ તેમને ફોલો કરવાનું ચાલુ કરી દીધું છે. સંઘ પ્રમુખનું ટ્વીટર હેન્ડલ @DrMohanBhagwat છે. 
મગજના તાવના કારણો અંગે કોઇ જ માહિતી નહી હોવાનો નીતીશનો વિધાનસભામાં એકરાર

પ્રિયંકા શર્માના જામીન મુદ્દે SCએ મમતા સરકારને મોકલી અવગણના નોટિસ
6 લોકોએ જોઇન કર્યું ટ્વીટર
આરએસએસ પ્રમુખ ઉપરાંત સંઘના 6 નેતાઓએ પણટ્વીટરને જોઇ કર્યું છે. ભાગવત ઉપરાંત ભૈયાજી જોશી, સુરેશ સોની, કૃષ્ણ ગોપાલ, વી ભાગય્યા, અરૂણ કુમાર અને અનિરુદ્ધ દેશપાંડેએ ટ્વીટરને જોઇન કર્યું છે. જો કે આરએસએસનાં કોઇ નેતાએ હજી સુધી કોઇ ટ્વીટ કર્યું નથી. ટ્વીટર પર આવ્યા બાદ સંઘ ચીફ ભાગવત માત્ર આરએસએસના ફોલો કરી રહ્યા છે જ્યારે આશરે 7 હજારથી વધારે લોકો સંઘ પ્રમુખને ફોલો કરવાનાં છે. 

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આરએસએસનાં નેતા આ પ્રકારે જાહેર પ્લેટફોર્મથી થોડુ અંતર જાળવતા હતા. જો કે મોહન ભાગવત સહિત સંઘના 6 નેતાઓ ટ્વીટર પર એક્ટિવ થવું એક નવી શરૂઆત તરીકે જોવાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સંઘ દ્વારા અધિકારીક ડ્રેસ હાફ પેન્ટના બદલે ફુલ પેન્ટ કરવાનો નિર્ણય પણ લઇને પોતે સમયની માંગ અનુસાર નિર્ણય લીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news