દિલ્હીનાં વાતાવરણમાં પલ્ટો : ફ્લાઇટ્સ ડાયવર્ટ, રસ્તાઓ પર ટ્રાફીક જામ

દિલ્હી અને એનસીઆરમાં શનિવારે અચાનક હવામાન બદલતા ધોળા દિવસે અંધારૂ છવાઇ ગયું હતું, તોફાની પવનની સાથે સાથે વરસાદ પણ પડવા લાગ્યો હતો

દિલ્હીનાં વાતાવરણમાં પલ્ટો : ફ્લાઇટ્સ ડાયવર્ટ, રસ્તાઓ પર ટ્રાફીક જામ

નવી દિલ્હી : દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર તોફાની વરસાદનાં કારણે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. બદલાયેલા હવામાનનાં કારણે વિઝેબલિટી ઘટી ગઇ હતી. રસ્તા પર અંધારૂ છવાઇ ગયું હતું. કેટલાક વિસ્તારમાં તો ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. નવી દિલ્હી એરપોર્ટ પર વિઝેબલિટી ઓછી થઇ જવાનાં કારણે તમામ આવનારી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરી દેવાઇ હતી અને થનારી ઉડ્યનોને લંબાવી દેવામાં આવી હતી. 

જો કે આ ધૂળીયા વરસાદનાં કારણે ગરમીમાંથી દિલ્હી અને તેની આસપાસનાંવિસ્તારોને રાહત મળી હતી. શનિવારે ધોમધકખતા તાપમાંથી દિલ્હી વાસીઓને રાહત મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ હવામાન વિભાગે આગામી 3 કલાક દિલ્હી  અને એનસીઆરમાં 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધુળ ભરેલા વરસાદની આશંકા વ્યક્ત કરી હતી. હાલના સમયે પ્રી મોનસુન વરસાદ થઇ રહ્યો છે.

દિલ્હી અને એનસીઆરમાં શનિવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. માત્ર થોડા સમયની અંદર અંધારૂ છવાઇ ગયું હતું. સુસવાટા મારતી હવાની સાથે વરસાદ પ પડવા લાગ્યો હતો. હવા ઝડપી વહેતી હોવાનાં કારણે જનજીવન પર પણ અસર પડી હતી. જો કે હજી સુધી જાન-માલનાં સમાચાર નથી મળ્યા પરંતુ તોફાની વરસાદથી ઘણા ઝાડ પડી ગયા છે. જો કે હવામાન વિભાગે ટ્વીટ કરીને આ હવામાન બદલવાની ભવિષ્યવાણી કરી હતી. 

અગાઉ હવામાન વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આગામી બે કલાકમાં દિલ્હીનાં કેટલાક ક્ષેત્ર સહિત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર નોએડા, ગ્રેટર નોએડા, ફરીદાબાદ, ઇન્દિરાપુરમ, ગાઝીયાબાદ, જટ્ટારી, હાપુડ, નારનૌલ, બિઝનોર, અમરોહા, મુરાદાબાદ તથા આસપાસનાં ક્ષેત્રોમાં તોફાની વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરી હતી. 

હવામાન વિભાગે પહેલાથી જ તે વાતની આશંકા વ્યક્ત કરી હતી કે દિલ્હી-એનસીઆરમાં 9-10 જુનને તોફાની વરસાદથી તાપમાનમાં સામાન્ય રાહત મળી શકે છે. હવામાન વિભાગે તેમ પણ જણાવ્યું હતું કે, તોફાનની સ્પીડ 50-60 કિલોમીટર પ્રતિકલાક સુધી જઇ શકે છે. હવામાન વિભાગે આશા વ્યક્ત કરી હતી કે તોફાનની સ્પીડ 50-60 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડે જઇ શકે છે. હવામાન વિભાગે આશા વ્યક્ત કરી હતી કે હળવા વરસાદનાં કારણે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news