ચીનના રહસ્યમય હથિયારના કારણે અમેરિકાનું ટેંશન વધ્યું: રાજદ્વારીનો મુદ્દો ગુંચવાયો
અમેરિકાએ એક રહસ્યમય બીમારી મુદ્દે ચીન માટે એક હેલ્થ એલર્ટ ઇશ્યું કર્યું છે, આ પ્રકારનું એલર્ટ અગાઉ ક્યુબા માટે પણ અપાઇ ચુક્યું છે
Trending Photos
હોંગકોંગ : અમેરિકાની એક રહસ્યમય બિમારી મુદ્દે ચીન માટે હેલ્થ એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. તેવામાં બે વર્ષ બાદ ફરીએકવાર સોનિક વેપનનો ખોફ પેદા થઇ ગયો છે. ક્યુબામાં પહેલીવાર આ પ્રકારની ઘટના સામે આવી હતી જ્યારે અમેરિકી રાજદુત અને તેનો પરિવાર પરેશાન હતા. હવે દક્ષિણ ચીનનાં ગુઆંગઝાઉ શહેર ખાતેનાં અમેરિકી કાઉન્સિલેટમાં ડોક્ટરની ટીમ ખતરનાક સાઉન્ડના કારણે બીમાર પડનાર સ્ટાફની સારવાર કરી રહી છે.
કુછ સ્ટાફની તબીયત વધારે ખરાબ હોવાના કારણે તેમને અમેરિકા પાછા બોલાવી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તે પૈકી એકની સારવાર બ્રેઇન ટ્રોમામાં ચાલી રહી છે. ક્યુબામાં વિચિત્ર અવાજનો મુદ્દો અત્યાર સુધી મેડિકલ જગત માટે એક પહેલી બનેલો છે. 2016થી અત્યાર સુધી ક્યુબાથી ગંભીર રીતે પીડિત 24 રજદ્વારીઓને પાછા બોલાવી લેવામાં આવ્યા છે.
રશિયા અથવા ચીનનો હાથ હોવાની આશંકા
ચીનમાં આ ઘટના અમેરિકા માટે કૂટનીતિક પહેલ પણ બની છે કારણ કે હજી સુધી તે સમજમાં નથી આવી રહ્યું કે, આ અંગે પ્રતિક્રિયા કઇ રીતે આપવામાં આવે અને શું ચીનની ધરતી પર અમેરિકીઓની વિરુદ્ધ ઇરાદા પુર્વક કરવામાં આવેલો હૂમલો. ન્યૂયોર્ટ ટાઇમ્સનાં એક રિપોર્ટ અનુસાર અમેરિકી અધિકારીઓએ અંગત રીતે આ સવાલ ઉઠાવ્યો છે કે શું ચીન અથવા રશિયા અલગ અલગ મળીને રાજદ્વારીઓને નિશાન બનાવી રહ્યા છે.
અમેરિકાએ નથી લગાવ્યો આરોપ
વોશિંગ્ટને બીજિંગ પર કોઇ પણ પ્રકારનો આરોપ નથી લગાવ્યો. હાલ અમેરિકાએ પોતાનાં અધિકારીઓને આ મુદ્દે ઉંડી તપાસ કરવા માટે કહ્યું છે. વોશિંગ્ટનમાં સેન્ટર ફોર સ્ટ્રેટેજી એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં ચીની નિષ્ણાત બોની ગ્લેસરે કહ્યું કે, જ્યા સુધી સંપુર્ણ રીતે કારણ અને મુદ્દાને સમજી નથી લેતા આરોપ લગાવવો ઉતાવળ ગણાશે. મને નથી લાગતું કે અમેરિકા તેને એટેક ગણશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે