જમીન પર કબજાના મામલે રેલવેએ હનુમાનજીને ફટકારી નોટિસ, કહ્યું- સાત દિવસમાં જગ્યા ખાલી કરો
મધ્યપ્રદેશમાંથી ગજબનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા હનુમાન જીને કબજો કરનાર દર્શાવી નોટિસ જારી કરવામાં આવી છે. એટલું જ નહીં નોટિસમાં સાત દિવસનો સમય આપતા કબજો હટાવવાની વાત લખી છે.
Trending Photos
મુરૈનાઃમુરૈના જિલ્લાના સબલગઢ ગામના ગ્યારબમુખી હનુમાન મંદિરના ભગવાન બજરંગબલીને રેલવેએ નોટિસ ફટકારી છે. નોટિસમાં સાત દિવસની અંદર મંદિરનું અતિક્રમણ ન હટાવવા પર કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે, જેમાં જેસીબી વગેરેના ખર્ચની વસૂલી પણ બજરંગ બલિ પાસે કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંદિર પર ભગવાનના નામે નોટિસ આપવાનો મામલો વિવાદમાં આવ્યો તો રેલવેએ બીજી નોટિસ જારી કરી, જેમાં પુજારીનું નામ છે.
ઝાંસી રેલ મંડળના જનસંપર્ક અધિકારી મનોજ કુમાર સિંહનું કહેવુ છે કે સંબલગઢમાં શ્યોપુર-ગ્વાલિયર બ્રોડગેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે, અહીંથી અન્ય દબાણો હટાવવામાં આવ્યા છે. મંદિર રેલવેની જમીનમાં છે, પહેલા બજરંગ બલીના નામ પર નોટિસ આપવી ક્લેરિકલ ભૂલ હતી, જેમાં સુધાર કરવામાં આવ્યો છે, નવી નોટિસ પુજારીના નામે આપવામાં આવી છે.
9 ફેબ્રુઆરીના રોજ, ઝાંસી રેલ્વે વિભાગના વરિષ્ઠ ડિવિઝન એન્જિનિયર જૌરા આલાપુર દ્વારા બજરંગ બલી સબલગઢના નામે જારી કરાયેલ નોટિસ, દિવાન પેલેસ, એમએસ રોડની સામે સ્થિત ગ્યારહમુખી હનુમાન મંદિરની બહાર ચોંટાડવામાં આવી હતી.
મંદિર 108 વર્ષ જૂની નેરોગેજ લાઇનથી આશરે 25થી 30 ફુટ દૂર છે. અહીં નેરોગેજ લાઇન હવે બ્રોડગેજ કરવામાં આવી રહી છે. રેલવેએ મંદિરને બ્રોડગેજ લાઇનની હદ તથા રેલવેની જમીન ગણાવતા તેને હટાવવાની નોટિસ જારી કરી છે.
નોટિસમાં ભગવાન બજરંગ બલીને સંબોધિત કરતા લખ્યું છે કે તમારા દ્વારા સબલગઢના મધ્ય કિલોમીટરમાં મકાન (મંદિર) બનાવી રેલવેની જમીન પર કબજો કર્યો છે. આ નોટિસના સાત દિવસમાં તમે રેલવેની જમીન પર કરેલ કબજો હટાવી રેલવેની જમીન ખાલી કરો બાકી તમારા દ્વારા કરવામાં આવેલા કબજાને હટાવવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે, જેના ખર્ચની જવાબદારી તમારી (ભગવાન બજરંગ બલી) ની હશે.
હંગામો થવા પર નોટિસ હટાવવા ગયેલા રેલકર્મીને લોકોએ ભગાવ્યો
બજરંગ બલીને આપવામાં આવેલી નોટિસ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તેને લઈને લોકોએ રેલવેને નિશાના પર લીધા છે. મામલો વિવાદમાં આવ્યો તો રવિવારની સવારે રેલવેના કર્મચારી ત્યાં ચોંટાડવામાં આવેલી નોટિસ પરત લેવા પહોંચ્યા, પરંતુ લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
ત્યારબાદ રેલવેએ નવી નોટિસ જારી કરી છે, જેમાં બજરંગ બલીની જગ્યાએ મંદિરના પુજારી હરિશંકર શર્માનું નામ લખવામાં આવ્યું છે. તો સ્થાનીક લોકોએ કહ્યું કે રેલવે બળજબરીથી મંદિર હટાવવાનો પ્રયાસ કરશે તો આંદોલન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે