કોઇ પાસે નાગરિકતાનો પુરાવો માંગવાનો હક નહી, દેશને CAA નથી જોઇતો: પ્રિયંકા ગાંધી
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) નાગરિકતા કાયદા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, નાગરિકતાનોપુરાવો માંગવાનો અધિકાર નહી, દેશને નાગરિકતા કાયદો (Citizenship Amendment Act) નથી જોઇતો. પ્રિયંકાએ કહ્યું કે, ભારત આપણે બધાએ સાથે મળીને બનાવ્યો છે. કોઇ ઓછુ કે વધારે ભારતીય નથી. ગરીબોનું સ્પષ્ટ રીતે ઉત્પીડન કરનારાઓ આ કાયદાને આપણે રસ્તાથી માંડીને સંસદ સુધી વિરોધ કરશે.
પ્રિયંકાએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, અર્થવ્યવસ્થા ડુબી રહી છે, જીડીપી ક્યારે પણ આટલું નીચે નથી આવ્યું, જેટલી આજે છે. બેરોજગારી હદથી વધારે છે. વડાપ્રધાન અને સરકારે ધ્યાન ભટકાવવા માટે આ કાયદો કાઢ્યો છે. અસલી મુદ્દા પર સરકાર ધ્યાન આપે. વિદ્યાર્થી અને જનતા શું કહી રહી છે, તેને સાંભળો. પ્રિયંકા ગાંધી આજે બિઝનેરની મુલાકાતે છે. બિજનોરમાં પ્રિયંકા ગાંધીએ નાગરિકતા કાયદાની વિરુદ્ધ થયેલી હિંસામાં મરાયેલા લોકોનાં પરિવારજનો સાથે મુલાકાત યોજી. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદાથી માંડીને સૌથી વધારે હિંસક પ્રદર્શન ઉત્તરપ્રદેશમાં થયા છે. પ્રદેશનાં 21 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ છે. પરિસ્થિતી સામાન્ય થતા સુધીમાં વચ્ચે વચ્ચે ખોલવામાં પણ આવી રહ્યું છે. કાનપુર, આગ્રામાં કાલ સુધી ઇન્ટરનેટ બંધ છે.
નાગરિકતા કાયદો અને એનઆરસી વિરોધમાં કોંગ્રેસ દ્વારા કાલે રાજઘાટ પર રેલી છે. રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીનાં મોટા નેતાઓ જોડાશે. પહેલા અહીં રેલી 22 ડિસેમ્બરે એટલે કે આજે થવાની હતી, જો કે ત્યાર બાદ અચાનક પાર્ટી દ્વારા તેનું આયોજન 23 ડિસેમ્બરે કરવાનો નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે