Telangana: 'ગર્ભવતી મહિલાઓ સુંદરકાંડના પાઠ કરે, રામાયણ વાંચે, તેલંગણાના રાજ્યપાલે આપ્યું નિવેદન
Telangana Governer: તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજને રવિવારે કહ્યું કે ગર્ભવતી મહિલાઓએ 'સુંદરકાંડ'નો પાઠ કરવો જોઈએ અને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બાળકોને જન્મ આપવા માટે રામાયણ જેવા મહાકાવ્યો પણ વાંચવા જોઈએ.
Trending Photos
હૈદરાબાદઃ Telangana Governer: તેલંગણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને રવિવારે કહ્યું કે ગર્ભવતી મહિલાઓ માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ બાળક પેદા કરવા માટે સુંદરકાંડના પાઠ કરો અને તેણે રામાયણ જેવા મહાકાવ્યો વાંચવા જોઈએ. સૌંદરરાજને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા એક સંગઠનના ગર્ભ સંસ્કાર કાર્યક્રમની શરૂઆત કરતા આ ટિપ્પણી કરી છે. તેઓ સ્ત્રી રોગ નિષ્ણાંત અને ભ્રૂણ ચિકિત્સક પણ છે.
સંવર્ધિની ન્યાસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગર્ભ સંસ્કાર કાર્યક્રમ હેઠળ, સંગઠન સાથે જોડાયેલા ડોક્ટર ગર્ભવતી માતાઓને વૈજ્ઞાનિક અને પરંપરાગત ઉપાયો વિશે જણાવશે જેથી તે સંસ્કારી અને દેશભક્ત બાળકને જન્મ આપી શકે.
ઓનલાઇન માધ્યમથી જારી કરવામાં આવેલા ગર્ભ સંસ્કાર મોડ્યૂલ અનુસાર તે ઉપાયોદમાં ભગવત ગીતા જેવા ધાર્મિક ગ્રંથોનું વાચન કરવું, સંસ્કૃ મંત્રોનો જાપ કરવો અને યોગાભ્યાસ સામેલ થશે. આ પ્રક્રિયા ગર્ભાધાન પહેલાથી પ્રસવના તબક્કાથી શરૂ થશે અને ત્યાં સુધી જારી રહેશે જ્યાં સુધી બાળક બે વર્ષનું ન થાય.
આ અનુસાર કાર્યક્રમ દરમિયાન ગર્ભવતી મહિલાઓના પરિવારના સભ્યોને પણ માર્ગદર્શન આપવામાં આવશે. સંવર્ધિની ન્યાય, રાષ્ટ્ર સેવિકા સમિતિની એક શાખા છે. કાર્યક્રમને સંબોધિત કરતા સૌંદરરાજને ગર્ભ સંસ્કાર કાર્યક્રમ મોડ્યૂલ વિકસિત કરવામાં સંવર્ધિની ન્યાસના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે ગર્ભાવસ્થાની પ્રત્યે આ વૈજ્ઞાનિક અને સમગ્ર દ્રષ્ટિકોણનું પાલન કરવાથી ચોક્કસ પણે સકારાત્મક પરિણામ આવશે.
તેમણે કહ્યું, “ગામડાઓમાં, અમે ગર્ભવતી મહિલાઓને રામાયણ, મહાભારત અને અન્ય મહાકાવ્યો સાથે સારી વાર્તાઓ વાંચતી જોઈ છે. ખાસ કરીને તમિલનાડુમાં એવી માન્યતા છે કે ગર્ભવતી મહિલાઓએ કમ્બા રામાયણના સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
રાજ્યપાલે કહ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન "સુંદરકાંડ" નો પાઠ કરવો "બાળકો માટે ખૂબ સારું" રહેશે. ‘સુંદરકાંડ’ એ ‘રામાયણ’નો એક અધ્યાય છે. સંસ્થાના વરિષ્ઠ કાર્યકર્તાના જણાવ્યા અનુસાર, 'ગર્ભ સંસ્કાર' કાર્યક્રમ સમગ્ર દેશમાં સંવર્ધિની ન્યાસ સાથે સંકળાયેલા ડોક્ટરો દ્વારા લાગુ કરવામાં આવશે.
સંવર્ધિની ન્યાસના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, "આ હેતુ માટે, અમે દેશને પાંચ ઝોનમાં વિભાજીત કર્યો છે અને દરેક ઝોનમાં 10 ડોકટરોની એક ટીમ હશે જે આ કાર્યક્રમને અમલમાં મૂકશે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે