દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં PM મોદી ટોપ પર, જસ્ટિન ટ્રુડોની થઈ ફજેતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 76 ટકાના અપ્રુઅલ રેટિંગ સાથે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. અમેરિકાની કન્સલ્ટન્સી ફર્મ મોર્નિંગ કન્સલ્ટના એક સરવેમાં આ વાત સામે આવી છે.

દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં PM મોદી ટોપ પર, જસ્ટિન ટ્રુડોની થઈ ફજેતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 76 ટકાના અપ્રુઅલ રેટિંગ સાથે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. અમેરિકાની કન્સલ્ટન્સી ફર્મ મોર્નિંગ કન્સલ્ટના એક સરવેમાં આ વાત સામે આવી છે. યાદીમાં પીએમ મોદીનું અપ્રુઅલ રેટિંગ બીજા નંબર પર બિરાજમાન નેતાની સરખામણીમાં 10 ટકા વધુ છે. 

પીએમ મોદી બાદ બીજા નંબરે મેક્સિકન રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોર (66ટકા), સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ (58 ટકા), અને બ્રાઝિલના લુઈઝ ઈનાસિયો લૂલા દા સિલ્વા (49 ટકા)નું નામ આવે છે. ખાસ કરીને સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન 40 ટકાના અપ્રુઅલ રેટિંગ સાથે યાદીમાં સાતમા નંબરે છે જે માર્ચ બાદથી તેમનું મહત્તમ અપ્રુઅલ રેટિંગ છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 8, 2023

 અમેરિકાની કન્સલ્ટન્સી ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા ભેગો કરાયેલો ડેટા 22 વૈશ્વિક નેતાઓના સર્વેક્ષણ પર આધારિત છે. નવેમ્બર 29 થી 5 ડિસેમ્બર 2023 સુધી ભેગા કરવામાં આવેલા આંકડા મુજબ આ ગ્લોબલ લિસ્ટમાં સૌથી ઓછું ડિસઅપ્રુઅલ રેટિંગ પણ પીએમ મોદીનું ફક્ત 18 ટકા છે. 

જ્યાં સુધી ડિસઅપ્રુઅલ રેટિંગનો સવાલ છે તો સૂચિમાં ટોચના 10 નેતાઓમાંથી કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું ડિસઅપ્રુઅલ રેટિંગ સૌથી વધુ 58 ટકા છે અને એવું માની શકાય કે તે  ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત સાથે કેનેડાના કૂટનીતિક મતભેદોના કારણે થયું હોઈ શકે છે. પીએમ મોદીએ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news