પાઘડીમાં એવુ તો શું છે! PM મોદીની 11 વર્ષમાં 11 પાઘડીનું સિક્રેટ આ રહ્યું
PM Modi speech highlights: જ્યારે જ્યારે દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય, ત્યારે પ્રધાનમંત્રીની પાઘડીની ચર્ચા ન થાય તેવુ બને જ નહિ, આ વર્ષની પાઘડીમાં એવું તો શું ખાસ છે એ જોઈએ
Trending Photos
Independence day 2024: નવી દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી મોદીએ સતત 11મી વાર ત્રિરંગો ફરકાવ્યો. તેની સાથે જ પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના સતત 10 વખત ત્રિરંગો ફરકાવવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. સ્વતંત્રતા દિવસ પર ફરી એકવાર પીએમ મોદી અનોખી પાઘડીમાં જોવા મળ્યા. ત્યારે 11 વર્ષમાં પીએમ મોદી લાલા કિલ્લા પર કેવી પાઘડીમાં જોવા મળ્યા?... જોઈશું આ રિપોર્ટમાં...
- PM મોદીના નામે નોંધાયો અનોખો રેકોર્ડ
- લાલ કિલ્લા પર સતત 11 વખત ફરકાવ્યો ત્રિરંગો
- પૂર્વ PM મનમોહન સિંહના રેકોર્ડને પાછળ છોડ્યો
સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદી દર વર્ષે પોતાના પોશાક અને પાઘડીને લઈને ચર્ચામાં રહે છે. તેમનો સાફો પહેરવાનો અંદાજ પણ સૌથી વધારે આકર્ષક હોય છે. ત્યારે આ વખતે પણ પીએમ મોદી અનોખી પાઘડીમાં જોવા મળ્યા. જેમાં તેમણે કેસરી, લીલા અને પીળા રંગની રાજસ્થાની લહેરિયા પ્રિન્ટ પાઘડી પહેરી હતી. તો સફેદ કુર્તા અને ચૂડીદારની સાથે હળવા ભૂરા રંગનું ગળાબંધ જેકેટ પહેરેલા જોવા મળ્યા.
પ્રધાનમંત્રી બન્યા પછી પીએમ મોદીએ પહેલાં સ્વતંત્રતા દિવસ પર ખાસ પ્રકારની પાઘડી પહેરી હતી. લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવતાં સમયે તે જોધપુરી પાઘડીમાં જોવા મળ્યા. લાલ રંગની આ રાજસ્થાની પાઘડીના કિનારા પર લીલા રંગની ડિઝાઈન હતી, જે તેને વધારે ખૂબસૂરત બનાવી રહી હતી.
- PM મોદીનો ખાસ પોશાક
- 11 વર્ષમાં 11 પાઘડી પહેરી
- 11 વર્ષના લુક્સ પર ખાસ નજર
- લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો
- પૂર્વ PM મનમોહન સિંહને પાછળ છોડ્યા
- PM મોદીની પાઘડીએ લોકોનું ખેંચ્યું ધ્યાન
બીજા સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ પીળા રંગની પાઘડી પસંદ કરી હતી. જેમાં અનેક ક્રોસ લાઈ હતી. ડિઝાઈનમાં લાલ અને લીલા રંગની સાથે પીળા રંગના શેડ્સ હતા. જે તેને જીવંત અને આકર્ષક બનાવતી હતી.
2016માં PM મોદી ગુલાબી, લાલ અને પીળા રંગની પાઘડી પહેરેલા જોવા મળ્યા. તેની સાથે તેમણે સફેદ રંગનો કુર્તા અને ચૂડીદાર પહેરીને લુકને પૂરો કર્યો હતો.
2017માં પીએમ મોદીએ ગાઢ લાલ અને પીળા રંગની પાઘડી પહેરીને ત્રિરંગો ફરકાવ્યો... આ પાઘડીમાં ગોલ્ડન રંગની રેખાઓ પણ હતી જે તેમના લુકને વધારે શાનદાર બનાવી રહી હતી... આ સમયે તેમણે ગોલ્ડન કુર્તા-પાયજામો પહેર્યો હતો...
વર્ષ 2018 ના વર્ષે પ્રધાનમંત્રી લાલ રંગના પેટર્નથી બનેલી એક આકર્ષક કેસરિયા પાઘડી પહેરીને આવ્યા હતા... આ જીવંત હેડગિયરમાં એક લાંબી પૂંછડી હતી જે લગભગ તેમના ઘૂંટણ સુધી ફેલાયેલી હતી...
પીએમ મોદીએ વર્ષ 2019 ના વર્ષે પોશાકમાં પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ કર્યુ. એમ્બ્રોઈડરી વર્ક કરેલી આ કેસરિયા પાઘડી રષ્ટ્રીય ગૌરવનું પ્રતીક હતી. તેના પૂરક રૂપમાં એક સમૃદ્ધ પેટર્નવાળો દુપટ્ટો હતો... જે ભારતના કલાત્મક વારસાને દર્શાવે છે...
વર્ષ 2020 ના વર્ષે કોરોનાકાળ હોવા છતાં પ્રધાનમંત્રી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા... દેશને સંબોધિત કરતાં સમયે તેમણે કેસરિયા અન ક્રીમ રંગની પાઘડી પહેરી હતી... આ રંગ સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે...
વર્ષ 2021માં લાલ કિલ્લા પર સતત આઠમી વખત ત્રિરંગો ફરકાવતાં સમયે પીએમ મોદી કોલ્હાપુરી ફેટા સ્ટાઈલની પાઘડીમાં જોવા મળ્યા... તેમાં જીવંત લાલ પેટર્ન અને વહેતી ગુલાબી પૂંછડી જેવો આકાર તેને કમ્પ્લીટ લુક આપતો હતો...
વર્ષ 2022 ના વર્ષે પ્રધાનમંત્રીએ નારંગી અને લીલા રંગના પટ્ટાવાળી સફેદ પાઘડી પહેરી હતી... જે ભારતીય રાષ્ટ્રીય ધ્વજની યાદ અપાવે છે...
વર્ષ 2023 ના ગયા વર્ષે પીએમ મોદીએ બહુરંગી રાજસ્થાની શૈલીની પાઘડી પહેરી હતી... તેમાં બાંધણી પ્રિન્ટ હતી જેમાં પીળા, લીલા અને લાલ રંગનો સમાવેશ થતો હતો...
આ વર્ષે પણ પ્રધાનમંત્રીએ રાજસ્થાની લહેરિયા પ્રિન્ટ પાઘડી પહેરીને ત્રિરંગો ફરકાવ્યો... એટલે છેલ્લાં 11 વર્ષમાં પીએમ મોદીએ 11 અલગ-અલગ પાઘડી પહેરી... જેણે દેશના તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું... આ તમામ પાઘડી ભારતમાં વિવિધતામાં એકતાની પ્રતિતિ કરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે