પીએમ મોદીએ વારાણસીમાં કહ્યું-'મોદી હારે કે જીતે તે ગંગામૈયા જોઈ લેશે પરંતુ...'
લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા પીએમ મોદીએ આજે બૂથ કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે ગુરુવારે વારાણસીમાં થયેલા રોડ શો માટે જનતા અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. વારાણસીની હોટલ ડી પેરિસમાં બૂથ કાર્યકરો સાથેના સંવાદમાં તેમણે કહ્યું કે ગઈ કાલે જે રીતે બનારસના લોકોમાં અપાર ઉત્સાહ જોયો તેનાથી હું અભિભૂત છું.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા પીએમ મોદીએ આજે બૂથ કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે ગુરુવારે વારાણસીમાં થયેલા રોડ શો માટે જનતા અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. વારાણસીની હોટલ ડી પેરિસમાં બૂથ કાર્યકરો સાથેના સંવાદમાં તેમણે કહ્યું કે ગઈ કાલે જે રીતે બનારસના લોકોમાં અપાર ઉત્સાહ જોયો તેનાથી હું અભિભૂત છું. જે રીતે પરિવારના મુખ્યાના આશીર્વાદ મળવાની અનુભૂતિ થાય છે તે તેવી મને ગઈ કાલે કાશીવાસીઓના આશીર્વાદથી અનુભવ થયો. મિત્રો હું પણ એક સમયે બૂથ કાર્યકર હતો. દીવાલો પર પોસ્ટરો પણ ચીપકાવતો હતો. આ દરમિયાન તેમણે ગુજરાતને પણ યાદ કર્યું અને કહ્યું કે ગુજરાતમાં તેમની એક ઈચ્છા અધૂરી રહી ગઈ જે બનારસવાળા પૂરી કરશે ખરા? તેમણે કહ્યું કે હું માતૃશક્તિનું હંમેશા સન્માન કરું છું. જો મોદીની કોઈ સુરક્ષા કરે છે તો તે છે દેશની માતાઓ અને બહેનો. દેશના ખૂણે ખૂણેથી મારી માતાઓ અને બહેનો વોટ કરવા માટે એકબીજાને પ્રેરિત કરી રહ્યાં છે. આપણે નક્કી કરીએ કે આપણા પોલિંગ બૂથમાં જો 100 મત પુરુષોના પડે તો 105 મતો મહિલાઓના પડે.
પહેલીવાર મત આપતા મતદારોનું સ્વાગત
પીએમ મોદીએ કહ્યું કે, 'પહેલીવાર મત આપનારા દીકરા-દીકરીઓનું સન્માન કરો. તેઓ મત ગમે તેને આપે તેના પર ધ્યાન ન આપો. પરંતુ પહેલીવાર મત આપનારાઓને ગોળ ખવડાવો. લોકતંત્ર એક ઉત્સવ છે. લોકતંત્રમાં આપણા ગમે તેટલા વિરોધીઓ હોય પરંતુ મિત્રતા ભાઈચારો એ લોકતંત્ર માટે યોગ્ય વસ્તુ છે. કોઈ ઝગડો હોવો જોઈએ નહીં. એકવાર તમે કરશો તો બીજા પક્ષો પણ તે શીખશે.'
ગાળોની ચિંતા ન કરો
પીએમ મોદીએ કાર્યકરોને કહ્યું કે કોઈ મોદીને ગમે તેટલી અભદ્ર ગાળ આપે તેની ચિંતા ન કરો. તમે એ ગાળો મોદીના ખાતામાં પોસ્ટ કરી દો. હું ગંદામાં ગંદી વસ્તુમાંથી ખાતર બનાવી નાખુ છું. હું તે ખાતરમાંથી કમળ ખીલવું છું. આપણે દિલ જીતવા માટે નીકળ્યા છીએ, પક્ષ આપોઆપ જીતી જશે.
કાશી તો કાલે જીતી લીધી, હવે બૂથ જીતવાના છે
પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીના બે પહેલું છે. એક તો કાશી લોકસભા જીતવી જે કામ કાલે પૂરું થઈ ગયું. હજુ એક કામ બાકી છે તે છે પોલિંગ બૂથ જીતવાનું. હજુ આ કામ બાકી છે. એક પણ પોલિંગ બૂથપર ભાજપનો ઝંડો ઝૂકવા દઈશું નહીં. મોદી હારે કે જીતે તે ગંગા મૈયા જોશે પરંતુ મારા કાર્યકરો હારવા જોઈએ નહીં.
ગુજરાતમાં આ ઈચ્છા રહી ગઈ અધૂરી
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ચૂંટણીમાં આપણે કેટલાક રેકોર્ડ પણ તોડવાના છે. હું ઈચ્છું છું કે લોકતંત્ર જીતવું જોઈએ. અત્યાર સુધી બનારસ, ઉત્તર પ્રદેશમાં જેટલું પણ પોલિંગ થયું છે તેનાથી વધુ વોટિંગ થાય તે રેકોર્ડ તોડવાનો છે. દુનિયાને બતાવવાનું છે કે મતદાનના તમામ રેકોર્ડ આપણે તોડી નાખીશું. મારી એક ઈચ્છા છે જે ગુજરાતમાં પણ હું પૂરી કરી શક્યો નહીં. શું બનારસવાળા તે ઈચ્છા પૂરી કરશે? હું ઈચ્છું છું કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું મતદાન 5ટકા વધુ થવું જોઈએ.
ઓછામાં ઓછા ખર્ચે ચૂંટણી લડી શકીએ
પીએમ મોદીએ કહ્યું કે હું અમદાવાદી છું. પાક્કો અમદાવાદી, અમદાવાદીઓ સિંગલ ફેર દબલ જર્નીમાં માને છે. ઓછામાં ઓછા ખર્ચે ચૂંટણી લડી શકાય છે. તમારા પોલિંગ બૂથ પર જો 1000 મત હોય તો તેનો અર્થ એ થયો કે 250 પરિવાર છે. માની લો કે બૂથ પર 25 કાર્યકર છે. એક કાર્યકરને 10 પરિવાર પર લગાવો. તે કાર્યકરને જણાવી દો કે તમારી ચા, ખાવાનો ખર્ચો બંધ. તમે તે 10 પરિવારોમાં જાઓ અને ખાવાનું, ચા, ટીવી બધુ ત્યાં જ કરો.
તેમણે કહ્યું કે ગઈ કાલે જે દ્રશ્ય હું જોઈ રહ્યો હતો તેમાં મને તમારા પરિશ્રમ અને પરસેવાની મહેંક આવી રહી હતી. દેશભરના કાર્યકરોની મહેનત છે કે આજે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કાશી ઘાટથી પોરબંદર સુધી ઉત્સાહનો માહોલ છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં આટલી ચૂંટણી થઈ પરંતુ આ ચૂંટણી બાદ પોલિટિકલ પંડિતેઓ માથાપચ્ચી કરવી પડશે. કારણ કે આઝાદી બાદ પહેલીવાર પ્રો ઈન્કમ્બન્સી લહેર જોવા મળી રહી છે.
આજે પણ અંદરના કાર્યકરને મરવા દીધો નથી
પીએમ મોદીએ કહ્યું કે, 'હું છેલ્લા દોઢ મહિનાથી હિન્દુસ્તાનના ખૂણે ખૂણે જઈ રહ્યો છું. જોઈ રહ્યો છું કે હવે જનતા જાણી ચૂકી છે કે પહેલા સરકારો બનતી હતી અને હવે ચાલે છે. તમને હું કાર્યકર તરીકે હિસાબ આપુ છું કે પાંચ વર્ષોમાં મેં કાર્યકર તરીકે નરેન્દ્ર મોદી તરીકે પાર્ટીએ જેટલો પણ સમય મારી પાસે માંગ્યો જ્યારે પણ માંગ્યો એકવાર પણ મેં ના પાડી નથી. કાર્યસમિતિમાં પણ હું એક કાર્યકરની જેમ પૂરેપૂરો સમય બેસતો હતો. મારી અંદરના કાર્યકરને મેં ક્યારેય મરવા દીધો નથી. એક પીએમ તરીકે હું જવાબદારી નીભાવી શકું છું કારણ કે હું પીએમ, ભાજપના કાર્યકર અને એમપી તરીકે પણ એટલો જ સજાગ છું. '
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે