વિપક્ષ નંબર જોતું રહ્યું અને ધ્વનિમતથી પાસ થઈ ગયું કૃષિ બિલ, આખરે આજે ગૃહમાં શું થયું?


રાજ્યસભામાં સરકારની પાસે બિલ પાસ કરાવવા માટે બહુમતનો આંકડો ક્યાંથી આવશે, કઈ-કઈ પાર્ટી પક્ષમાં મત આપશે અને કોણ વોકઆઉટ કરીને બિલ પાસ કરાવવાનો રસ્તો સાફ કરશે? આ બધી ચર્ચાઓ વચ્ચે સરકારે રાજ્યસભામાં બે કૃષિ બિલ ધ્વનિમતથી પાસ કરાવી લીધા.

  વિપક્ષ નંબર જોતું રહ્યું અને ધ્વનિમતથી પાસ થઈ ગયું કૃષિ બિલ, આખરે આજે ગૃહમાં શું થયું?

નવી દિલ્હીઃ રાજ્યસભામાં સરકારની પાસે બિલ પાસ કરાવવા માટે બહુમતનો આંકડો ક્યાંથી આવશે, કઈ-કઈ પાર્ટી પક્ષમાં મત આપશે અને કોણ વોકઆઉટ કરીને બિલ પાસ કરાવવાનો રસ્તો સાફ કરશે? આ બધી ચર્ચાઓ વચ્ચે સરકારે રાજ્યસભામાં બે કૃષિ બિલ ધ્વનિમતથી પાસ કરાવી લીધા. વિપક્ષે જોરદાર હંગામો કર્યો હતો. જાણકારો પ્રમાણે રાજ્યસભામાં આ પ્રકારનો હંગામો પહેલા મહિલા અનામત બિલને લઈને થયો હતો. 

રૂલ બુક ફાડી, માઇક તોડ્યું, ધક્કા-મુક્કી
બિલ પર ચર્ચા બાદ તે સમયે હંગામો શરૂ થઈ ગયો જ્યારે ડેપ્યુટી ચેરમેન હરિવંશે બંન્ને બિલોને સિલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પર મતવિભાજનની માગ પર ધ્યાન ન આપ્યું. તેની પહેલા વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે માગ કરી કે બંન્ને બિલો પર થયેલી ચર્ચાનો જવાબ સોમવાર માટે સ્થગિત કરી દેવામાં આવે કારણ કે રવિવારની બેઠકનો નિર્ધારિત સમય સમાપ્ત થઈ ગયો હતો. વિપક્ષ મ વિભાજન ઈચ્છતું હતું પરંતુ બિલ ધ્વનિમતથી પાસ કરાવવામાં આવ્યું તો ટીએમસી સાસંદ ડેરેક ઓ બ્રાયન સહિત ટીએમસી અને કોંગ્રેસના સભ્યો વેલ પર આવી ગયા હતા. ડેરેક ડેપ્યુટી ચેરમેનના આસનની એકમદ  નજીક આવ્યા અને રૂલ બુક દેખાડવા લાગ્યા તો કોઈએ પાછલથી રૂલ બુલ આસન પર ફેંકી હતી. 

માર્શલે ડેરેકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ટીએમસી સાંસદ માઇક ખેંચતા પણ જોવા મળ્યા હતા. આ વચ્ચે માઇક તૂટી પણ ગયું અને રાજ્યસભામાં કાગળ (બિલની કોપી)ના ટૂકડા ઉડતા જોવા મળ્યા હતા. રાજ્યસભા ટીવીનો અવાજ બંધ થઈ ગયો અને બાદમાં વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો કે દેશ તેમની વાત ન સાંભળી શકે તે માટે અવાજ બંધ કરી દેવામાં આવ્યો. હંગામા બાદ ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી પરંતુ કાર્યવાહી શરૂ થવા પર ફરી વિપક્ષે નારેબાજી કરી હતી. આ નારેબાજી વચ્ચે બંન્ને બિલ ધ્વનિમતથી પાસ કરાવી લેવામાં આવ્યા હતા. 

શું ખરેખર મહિલાઓના બેન્ક ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરાવી રહી છે સરકાર?  

પ્રતિષ્ઠાનો સવાલ
કૃષિ બિલ સરકાર માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો હતો. તેના વિરોધમાં વિપક્ષ તરફથી ઘણી વાતો કહેવામાં આવી હતી. એમએસપીને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો તો બિલના પક્ષમાં માહોલ બનાવવાની કમાન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી હતી. ચાર કેબિનેટ મંત્રીઓને અલગ અલગ પાર્ટીઓના સાંસદો સાથે વાત કરવાની જવાબદારી આપવામાં આવી હતી. 

બિલનો વિરોધ કરતા અકાલી નેતા હરસિમરત કૌરના કેબિનેટમાંથી રાજીનામા બાદ તો બિલ પાસ કરાવવા માટે સરકાર તરફથી જોર લગાવવામાં આવ્યું હતું. બિલ પાસ થયા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ભારતના કૃષિ ઈતિહાસમાં આજે એક મોટો દિવસ છે. તેમણે લખ્યુ- હું પહેલા પણ કહી ચુક્યો છું અને એકવાર ફરી કહુ છું કે- એમએસપીની વ્યવસ્થા યથાવત રહેશે. અમે અહીં કિસાનોની સેવા માટે છીએ. અમે અન્નદાતાઓની સહાય માટે દરેક સંભવ પ્રયાસ કરીશું અને તેમની આવનારી પેઢીઓનું જીવન સારૂ હોય તે પણ નક્કી કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news