મેગી લવર્સ માટે MPથી આવ્યાં ડરામણા સમાચાર, એક જ પરિવારના 9 બાળકો બીમાર

 બાળકો સાથે મોટાને પણ મેગી ખુબ ભાવતી હોય છે. પરંતુ મધ્ય પ્રદેશના 9 બાળકો માટે મેગી આફત બની ગઈ. 

મેગી લવર્સ માટે MPથી આવ્યાં ડરામણા સમાચાર, એક જ પરિવારના 9 બાળકો બીમાર

ગ્વાલિયર: બાળકો સાથે મોટાને પણ મેગી ખુબ ભાવતી હોય છે. પરંતુ મધ્ય પ્રદેશના 9 બાળકો માટે મેગી આફત બની ગઈ. રાજ્યના છતરપુર જિલ્લામાં એક જ પરિવારના 9 બાળકો મેગી ખાધા બાદ બીમાર પડ્યા. તબિયત ખરાબ થતા પરિવારે પહેલા તો બાળકોને ગામના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કર્યાં જ્યાંતી તેમને ગ્વાલિયરની મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યાં છે. 

આ ઘટના છતરપુર જિલ્લાના નૌગામ તહસીલના ગામ બંછોરાના એક પરિવાર સાથે ઘટી છે. અહીં શનિવારે રાતે પરિવારના 9 બાળકોએ મેગી ખાધી અને ત્યારબાદ તેમની તબિયત બગડી ગઈ. ગંભીર હાલત જોતા તેમને નૌગાંવ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરાયા. બાળકોની હાલત વધુ બગડતા ગ્વાલિયરની મેડિકલ કોલેજ રેફર કરી દેવાયા છે. અહીં બાળકો હાલત ગંભીર ગણાવાઈ રહી છે. 

— ANI (@ANI) July 8, 2018

અહેવાલો મુજબ આ ઘટનાની સૂચના મળતા જ નૌગાંવ તહસીલદાર જિયા ફાતમા, અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ બાળકોને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યાં. શનિવારે રાતે લગભગ 7 વાગ્યે બાળકોની જીદ પર ઘરની એક મહિલા મોહલ્લાની જ એક દુકાનમાંથી 10 પેકેટ મેગી લાવી અને બાળકોને મેગી બનાવીને ખવડાવી હતી. મેગી ખાધા બાદ બાળકોની તબિયત બગડતા પરિજનોએ પાડોશીઓને જાણ કરી. 

પાડોશીઓએ તરત જ 108 નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને ત્યારબાદ બાળકોને સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવાયા. બાળકોની હાલત ગંભીર જોતા જિલ્લા હોસ્પિટલ રેફર કરાયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news