National Technology Day: જ્યારે દુનિયાભરમાં ગૂંજી ઉઠ્યો હતો ભારતનો ડંકો
આજના દિવસે દેશમાં ટેક્નોલોજી ક્રાંતિ આવી હતી. આજનો દિવસ 1998ના 'પોખરણ પરમાણું ટેસ્ટ' અને અંતરિક્ષમાં ભારતની મોટી પ્રગતિના રૂપમાં ઇતિહાસમાં નોંધાયેલો છે.
Trending Photos
નવી દિલ્હી: 11મેના દિવસે ભારત (India) માટે વૈશ્વિક સ્તર પર એકદમ ખાસ છે. નેશનલ ટેક્નોલોજી દિવસ 11મેના દિવસે ઉજવવામાં આવે છે. આજના દિવસે દેશમાં ટેક્નોલોજી ક્રાંતિ આવી હતી. આજનો દિવસ 1998ના 'પોખરણ પરમાણું ટેસ્ટ' અને અંતરિક્ષમાં ભારતની મોટી પ્રગતિના રૂપમાં ઇતિહાસમાં નોંધાયેલો છે. આજના દિવસે જ ભારતીય સેનાના પોખરણ પરીક્ષણ રેંજમાં ભારત દ્વારા કરવામાં આવેલા પાંચ પરમાણુ બોમ્બ વિસ્ફોટોની સીરીઝમાં પ્રથમ પગલું હતું. આ પોખરણમાં પાંચ પરમાણું પરીક્ષણોથી પહેલું હતું. ભારતે આજના દિવસે ઓપરેશન શક્તિ મિસાઇલને સફળતાપૂર્વક ફાયર કર્યું હતું.
ભારતે પરમાણું મિસાઇલનું ટેસ્ટિંગ કરતાં દુનિયાભરમાં ન્યૂક્લિયર ખેલને સંપૂર્ણપણે બદલી દીધો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના લીધે પશ્વિમી શક્તિઓના ક્યારેય ખતમ ન થનાર પ્રભુત્વને પડકાર ફેંક્યો.
અમેરિકન ગુપ્તચર એજન્સીને આપ્યો હતો ચકમો
ભારતે પરમાણું ટેસ્ટ ગુપ્ત રીતે કામ કર્યું હતું. 1995માં ભારતના પ્રયાસ અંગે અમેરિકી જાસૂસોએ જાણી લીધું હતું અને દબાણામં ભારતને પોતાનું પરીક્ષણ ટાળવું પડ્યું હતું. આ વખતે ભારત કોઇ કસર છોડવા માંગતું ન હતું. પરીક્ષણ સ્થળનું કલામ અને તેમની ટીમે ઘણીવાર મુલાકાત લીધી. તે ઘણા મહિના સુધી આ ક્ષેત્રમાં સૈન્ય અધિકારીના રૂપમાં ફરતા રહ્યા પરંતુ કોઇને ખબર ન પડી અને પછી સફળ પરીક્ષણ થયું.
11 મે 1998ના રોજ સવારે થારના રણમાં પોખરણના ખેતોલાઇ ગામ પાસે ભારતે પોતાનું પરમાણું પરીક્ષણ કર્યું હતું. વ્હાઇટ હાઉસ નામથી બનાવવામાં આવેલા શાફ્ટમાં બ્લાસ્ટ થયો. ભારતે 58 કિલો ટન ક્ષમતાના પરમાણું બોમ્બનું પરીક્ષણ કરીને બધાને અચંબિત કરી દીધા હતા. આ અમેરિકા તરફથી બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમામાં નાખવામાં આવેલા પરમાણું બોમ્બ લિટિલ બોટથી ચાર ગણો વધુ શક્તિશાળી હતો. દુનિયા હકબક રહી ગઇ કે ભારતે આ કારનામું કેવી રીતે કર્યું પરંતુ ભારત પોતાનું કામ કરી ચૂક્યું હતું.
પછી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને એક પરમાણુ સંપન્ન દેશ જાહેર કર્યો હતો. ત્યારબાદ ભારત પરમાણુ ક્લબ દેશોમાં સામેલ થનાર છઠ્ઠો દેશ બની ગયો હતો. એટલા માટે 1999થી 11 મે સુધી નેશનલ ટેક્નોલોજી દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.
પરમાણું પરીક્ષણો ઉપરાંત ભારતે રાષ્ટ્રીય એયરોસ્પેસ પ્રયોગશાળાઓ, બેંગલુરૂ દ્વારા વિકસિત પોતાના પહેલા સ્વદેશી વિમાન- હંસા 3નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
આ ઉપરાંત ભારતના ડીઆરડીઓએ ભારતની સપાટીથી હવામાં માર કરનાર મિસાઇલ ત્રિશૂલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરેને આ દિવસની ઉપલબ્ધિમાં ચાર ચાંદ લગાવી દીધા. આ સેના અને નૌસેના દ્વારા સામેલ કરવામાં આવ્યા અને ભારત નિર્દેશિત મિસાઇલ વિકાસ કાર્યક્રમનો એક ભાગ બની ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે