Har Ki Pauri માં મુસ્લિમ વ્યક્તિ હિન્દુ બનીને રેસ્ટોરન્ટ ચલાવતો પકડાયો
ઉત્તરાખંડમાં હર કી પૌડીની પાસે તીર્થયાત્રીઓ માટે ભોજનાલય ચલાવવા માટે પોતાની ઓળખ છૂપાવવા અને અલગ નામ રાખવાના આરોપમાં મંગળવારે એક વ્યક્તિની ધરપકડ કરાઈ.
Trending Photos
ઉત્તરાખંડમાં હર કી પૌડીની પાસે તીર્થયાત્રીઓ માટે ભોજનાલય ચલાવવા માટે પોતાની ઓળખ છૂપાવવા અને અલગ નામ રાખવાના આરોપમાં મંગળવારે એક વ્યક્તિની ધરપકડ કરાઈ. હિન્દુ ધાર્મિક સ્થળોનું મેનેજમેન્ટ કરનારા યુનિટના એક અધિકારીએ આ જાણકારી આપી. હર કી પૌડીનું મેનેજમન્ટ જોનારી ગંગા સભાના પદાધિકારી ઉજ્જવલ પંડિતે કહ્યું કે સભાએ વ્યક્તિને પકડીને પોલીસને સોંપી દીધો છે.
પંડિતે કહ્યું કે નગર નિગમના ઉપનિયમો મુજબ હર કી પૌડી ક્ષેત્રમાં બિન હિન્દુ પ્રવેશ કરી શકે નહીં. પોલીસ અધીક્ષક (નગર) સ્વતંત્રકુમારે કહ્યું કે વ્યક્તિ હાલ અટકાયતમાં છે અને મામલાની તપાસ થઈ રહી છે. પંડિતે દાવો કર્યો કે આરોપીએ પોતાની ધાર્મિક ઓળખ છૂપાવવા માટે હિન્દુ નામ ધારણ કર્યું હતું.
તેમણે દાવો કર્યો કે આરોપીએ પોતાની ઓળખ ચુન્નુ જણાવી પરંતુ તેના આધાર કાર્ડમાં તેના પિતાનું નામ મોહમ્મદ મુનીર લખ્યું હતું. તેમણે જણાવ્યું કે આધાર કાર્ડથી ખબર પડે છે કે તે ઉત્તર પ્રદેશના મઉનો રહીશ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે