મુંબઈમાં કોરોનાએ સ્પીડ પકડી, 24 કલાકમાં સામે આવ્યા 10860 કેસ, બે મૃત્યુ

મુંબઈ સાથે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમણ અટકાવવા માટે મુંબઈ કોર્પોરેશને નવી ગાઇડલાઇન લાગૂ કરી છે. 
 

મુંબઈમાં કોરોનાએ સ્પીડ પકડી, 24 કલાકમાં સામે આવ્યા 10860 કેસ, બે મૃત્યુ

મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસની ગતિ દિવસેને દિવસે વધી રહી છે. દિલ્હી અને મુંબઈમાં સામે આવી રહેલાં કેસ દેશને ડરાવી રહ્યાં છે. મુંબઈમાં મંગળવારે 10860 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન બે લોકોના મૃત્યુ થયા છે. તો દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 5481 કેસ સામે આવ્યા છે. 

મુંબઈમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. મંગળવારે તમામ રેકોર્ડ તોડતા મુંબઈમાં કોરોનાના 10860 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં બે લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસ વધીને 47476 થઈ ગયા છે. 

નવી ગાઇડલાઇન જાહેર
મુંબઈમાં વધતા કોરોના સંકટને જોતા નિયંત્રણ લાગૂ કરવા માટે મુંબઈની હાઉસિંગ સોસાયટી અને ઇમારતોને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ પ્રમાણે કોઈ ઇમારતની કોઈ મંજિલમાં કોરોનાના સક્રિય દર્દી મળ્યો તો તેને સીલ કરી દેવામાં આવશે. જો કોરોનાના દસ કેસ સામે આવ્યા તો મોટી સોસાયટી અને હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં 20 ટકા ઘરોમાં કોરોનાના કેસ આવ્યા તો આખી ઇમારતને સીલ કરી દેવામાં આવશે. 

પુણેમાં સ્કૂલ બંધ
પુણે જિલ્લામાં ધોરણ 1થી 8ની શાળાઓ 30 જાન્યુઆરી સુધી બંધ રહેશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અજીત પવારનું કહેવુ છે કે શાળાનું શિક્ષણ ઓનલાઇન શરૂ રહેશે. 

મહત્વનું છે કે આ પહેલા સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 12160 નવા કેસ સામે આવ્યા હતા. આ સિવાય સંક્રમણથી 10 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે સોમવારે માત્ર મુંબઈમાં કોરોનાના 8082 નવા કેસ સામે આવ્યા હતા. બીમારીને કારણે બે લોકોના મોત પણ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news