Big News: હવે 10 દેશોમાં NRI નંબરથી થઈ શકશે UPI પેમેન્ટ, જાણો વિગતો
ભારત સરકાર આ વર્ષથી ડિજિટલ ઋણ સેવા શરૂ કરશે. દૂરસંચાર અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ જાણકારી આપતા કહ્યું કે આ સેવાથી નાના રેકડીવાળા પણ મોટી બેંકોથી કરજ લઈ શકશે. ડિજિટલ પેમેન્ટ ઉત્સવને સંબોધતા વૈષ્ણવે કહ્યું કે તેને યુપીઆઈ સેવાની જેમ રજૂ કરાશે.
Trending Photos
ભારત સરકાર આ વર્ષથી ડિજિટલ ઋણ સેવા શરૂ કરશે. દૂરસંચાર અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ જાણકારી આપતા કહ્યું કે આ સેવાથી નાના રેકડીવાળા પણ મોટી બેંકોથી કરજ લઈ શકશે. ડિજિટલ પેમેન્ટ ઉત્સવને સંબોધતા વૈષ્ણવે કહ્યું કે તેને યુપીઆઈ સેવાની જેમ રજૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારત દ્રષ્ટિકોણ હેતુથી આ મોટી ઉપલબ્ધિ હશે.
વૈષ્ણવે કહ્યું કે આ વર્ષથી અમે ડિજિટલ ઋણ સેવા શરૂ કરીશું. આગામી 10-12 વર્ષમાં NPCI ઘણું આગળ હશે. આ કાર્યક્રમમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રીએ યુપીઆઈ માટે વોઈસ આધારિત ચૂકવણી પદ્ધતિના પ્રોટોટાઈમનું અનાવરણ કર્યું. આ અવસરે મંત્રાલયના સચિવ અલ્કેશકુમાર શર્માએ કહ્યું કે યુપીઆઈ વૈશ્વિક ચૂકવણી માધ્યમ બનશે. જેના માટે NPCI એ અગાઉથી નેપાળ, સિંગાપુર, અને ભૂટાન વગેરે દેશો સાથે ભાગીદારી શરૂ કરી છે.
સ્થાનિક ભાષા ઈન્ટરફેસમાં ચૂકવણી કરવામાં સક્ષમ
તેમણે જણાવ્યું કે યુપીઆઈ સેવાઓ 10 દેશો ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સાઉદી અરબ, સિંગાપુર, યુએઈ, બ્રિટન, અને અમેરિકાના પ્રવાસી ભારતીયો માટે ઉપલબ્ધ હશે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે 2023માં ડિજિટલ ક્રેડિટ સિસ્ટમના પૂર્ણ રોલઆઉટના પોતાના દ્રષ્ટિકોણને શેર કર્યો અને NPCI ને આ દિશામાં આગળ વધવાનો નિર્દેશ આપ્યો. તેમણે જણાવ્યું કે યુપીઆઈ 123 પેને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરાવવા માટે મિશન ભાષિણી-રાષ્ટ્રભાષા અનુવાદ મિશન અને ડિજિટલ પેમેન્ટ એક સાથે આવ્યા છે. આ એક સામાન્ય વ્યક્તિને અવાજના માધ્યમથી પોતાની સ્થાનિક ભાષા ઈન્ટરફેસમાં ચૂકવણી કરવા માટે સક્ષમ બનાવશે.
You have users as well as digitally-enabled banks. So, you have the complete ecosystem available. So, this is the time when we should start rolling out digital credit. Let's have the target of the complete rollout of Digital Credit System in 2023: I-T Minister Ashwini Vaishnaw pic.twitter.com/pOVG4BCBtP
— ANI (@ANI) February 9, 2023
ડિજિટલ રીતે સક્ષમ બેંક
2023માં એક પ્રમુખ ફોકસ ડિજિટલ ક્રેડિટ સિસ્ટમના પૂર્ણ રોલઆઉટ પર હશે. હું એનપીસીઆઈને નેતૃત્વ કરવાની ભલામણ કરું છું કે તમે UPI સિસ્ટમ બનાવી, તમારી પાસે પહેલેથી જ પૂરો બિલ્ડિંગ બ્લોક છે. તમારી પાસે ગ્રાહકોની સાથે સાથે ડિજિટલ રીતે સક્ષમ બેંક પણ છે તો તમારી પાસે સંપૂર્ણ ઈકોસિસ્ટમ છે, આથી આ જ સમય છે કે જ્યારે આપણે ડિજિટલ ક્રેડિટ શરૂ કરવું જોઈએ. આવો..2023માં ડિજિટલ ક્રેડિટ સિસ્ટમના પૂર્ણ રોલઆઉટનું લક્ષ્યાંક આપણે રાખીએ.
સ્ટ્રિટ વેન્ડર્સને બેંક સાથે જોડવામાં સરળતા
નેચરલ ભાષા સોફ્ટવેર 'ભાષિણી' અને એકીકરણ થયું છે. કોઈ પણ વ્યક્તિ દેશની 18 ભાષાઓમાં બોલીને ચૂકવણી કરી શકશે. ડિજિટલ ક્રેડિટમાં મોટી સફળતા મળી છે. તેના દ્વારા ફૂટપાથ પર કાર્ય કરનારા વ્યક્તિને બેંક સાથે કેવી રીતે જોડવામાં આવે તેમાં સરળતા રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે