MCD Election Result: MCD ચૂંટણી પરિણામ AAP ની તરફેણમાં, જાણો ચૂંટણી પહેલા કેજરીવાલે કઈ 10 ગેરંટી આપી હતી
MCD Election Result: દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે મત ગણતરી આજે સવારે 8 વાગ્યાથી થઈ રહી છે. ટ્રેન્ડ મુજબ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જ્યારે ભાજપનું એમસીડીમાં 15 વર્ષના શાસનનો અંત જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને 10 ગેરંટી આપી હતી.
Trending Photos
MCD Election Result: દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે મત ગણતરી આજે સવારે 8 વાગ્યાથી થઈ રહી છે. ટ્રેન્ડ મુજબ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જ્યારે ભાજપનું એમસીડીમાં 15 વર્ષના શાસનનો અંત જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને 10 ગેરંટી આપી હતી. અત્રે જણાવવાનું કે દિલ્હી નગર નિગમ (MCD) ના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું. જેમાં 1349 ઉમેદવારના ભાગ્યનો ફેંસલો ઈવીએમમાં કેદ થયો હતો. આ વખતે ચૂંટણીમાં 50.48 ટકા મતદાન થયું હતું.
અરવિંદ કેજરીવાલે લોકોને આપી હતી આ 10 ગેરંટી
1. કચરાનો પહાડ ખતમ, સ્વચ્છ થશે દિલ્હી
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીને સ્વચ્છ અને સુંદર બનાવવાની ગેરંટી આપી હતી. આ સાથે જ કેજરીવાલે દિલ્હીના 3 કચરાના પહાડને ખતમ કરવાની પણ ગેરંટી આપી હતી અને કહ્યું હતું કે કોઈ નવો કચરાનો પહાડ બનવા દઈશું નહીં. આ સાથે જ કેજરીવાલે કહ્યું હતું કે કચરાનો નીકાલ દુનિયાના અન્ય શહેરોની જેમ કરીશું.
2. વસૂલી બંધ
કેજરીવાલે દિલ્હી નગર નિગમમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનું વચન આપ્યું હતું. આ સાથે જ ગેરંટી આપી હતી કે નક્શાને પાસ કરાવવાની પ્રક્રિયા ઓનલાઈન કરીશું અને તેની પ્રક્રિયાને સરળ બનાવીશું. કેજરીવાલે કહ્યું હતું કે પ્રતિ લેન્ટર પૈસા આપવાનું કામ પણ બંધ કરાવીશું.
3. પાર્કિંગ સમસ્યા ખતમ
અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને પાર્કિંગ સમસ્યાનો કાયમી ઉકેલ આપવાનું વચન આપ્યું હતું.
4. રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ
કેજરીવાલે દિલ્હીમાં રખડતા પશુઓની સમસ્યાથી છૂટકારો અપાવવાની પણ ગેરંટી આપી હતી અને કહ્યું હતું કે દિલ્હીના રખડતા જાનવરોની સમસ્યાનો ઉકેલ લાવીશું.
5. સારા રસ્તા-ગલીઓ
અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં નગર નિગમના તમામ રસ્તાઓ અને ગલીઓને ઠીક કરાવવાની ગેરંટી આપી હતી.
MCD में @ArvindKejriwal की 10 Guarantee
1️⃣कूड़े के पहाड़ ख़त्म,साफ़ Delhi
2️⃣वसूली बंद
3️⃣Parking समस्या ख़त्म
4️⃣आवारा जानवरों का समाधान
5️⃣बेहतर सड़कें-गलियां
6️⃣शिक्षा-स्वास्थ्य
7️⃣सुंदर Parks
8️⃣समय पर वेतन
9️⃣व्यापारियों को समस्याओं से मुक्ति
🔟Vending Zone#KejriwalKiMCDGuarantee pic.twitter.com/hKxf4W2EIr
— AAP (@AamAadmiParty) November 11, 2022
6. શિક્ષણ-સ્વાસ્થ્ય
કેજરીવાલે દિલ્હીની જનતાને સારા સ્વાસ્થ્ય અને શિક્ષણ આપવાની ગેરંટી આપી હતી. તેમણે કહ્યું હતું કે દિલ્હી નગર નિગમની શાળાઓને શાનદાર બનાવીશું અને હોસ્પિટલો પણ સારી કરીશું.
7. સુંદર પાર્ક
અરવિંદ કેજરીવાલે દિલ્હી નગર નિગમની અંદર આવનારા તમામ પાર્કને સ્વચ્છ અને સુંદર બનાવવાનું વચન આપ્યું હતું.
8. સમયસર વેતન
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે એમસીડીના કાચા કર્મચારીઓને પાક્કા કરવાની ગેરંટી આપવાની સાથે સમયસર વેતન આપવાનું પણ વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમામ કર્મચારીઓને પગાર સમયસર મળશે.
9. વેપારીઓને સમસ્યાઓમાંથી મુક્તિ
કેજરીવાલે દિલ્હીના વેપારીઓની સમસ્યાઓને ખતમ કરવાની ગેરંટી આપી હતી. તેમણે કહ્યું હતું કે વેપારીઓની સમસ્યાઓનો ઉકેલ લાવીશું અને ઈન્સ્પેક્ટર રાજ ખતમ થશે.
10. વેન્ડિંગ ઝોન
દિલ્હીના રેકડીવાળાઓ માટે અરવિંદ કેજરીવાલે મોટી ગેરંટી આપતા કહ્યું હતું કે રેકડીવાળાઓ માટે વેન્ડિંગ ઝોન બનાવીશું. આ સાથે જ રેકડીવાળાઓને લાઈસન્સ આપવાનું પણ વચન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે રેકડીવાળા- ફેરિયાઓની પાસેથી કોઈ પૈસા વસૂલી નહીં થાય.
દિલ્હી નગર નિગમ ચૂંટણી પરિણામ લેટેસ્ટ અપડેટ...
191 બેઠકોના પરિણામ જાહેર
અત્યાર સુધીમાં 191 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં 83 પર ભાજપ અને આમ આદમી પાર્ટીએ 102 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસે 5 અને અપક્ષોના ફાળે 1 બેઠક ગઈ છે.
આ બેઠકો પર આગળ
ભાજપ 20 બેઠકો પર આગળ છે. જ્યારે આમ આદમી પાર્ટી 31 બેઠક પર આગળ છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ 6 બેઠક પર અને અપક્ષો 2 બેઠક પર આગળ છે. શરૂઆતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે એકદમ કાંટાની ટક્કર જોવા મળી હતી.
આ વીડિયો પણ ખાસ જુઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે