Makar Sankranti 2024: મકર સંક્રાંતિની તારીખને લઈને કન્ફ્યૂઝન? ક્યારે છે ઉત્તરાયણ 14 કે 15 જાન્યુઆરી?
Makar Sankranti 2024 Date: હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના પર્વને ખાસ માનવામાં આવે છે, આ દિવસે પોંગલ, ઉત્તરાયણ પણ ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિની તારીખને લઈને કન્ફ્યૂઝન હોય તો અહીં જાણો તારીખ અને મુહૂર્ત.
Trending Photos
Makar Snakranti 2024: વર્ષ 2024માં મોટા તહેવારોની શરૂઆત મકર સંક્રાંતિથી થશે. વર્ષમાં 12 સંક્રાંતિ મનાવવામાં આવે છે પરંતુ મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નિકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે.
મકર સંક્રાંતિ પર કમુરતાની સમાપ્તિ થાય છે અને ઉત્તર દિશા તરફ ગતિ કરે છે. તેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિની તારીખને લઈને લોકો વચ્ચે કન્ફ્યૂઝન છે, આવો જાણીએ મકર સંક્રાંતિ 2024મા ક્યારે છે, જાણો તારીખ, તિથિ અને સ્નાન-દાન મુહૂર્ત.
ક્યારે છે ઉત્તરાયણ 14 કે 15 જાન્યુઆરી ? (Makar Snakranti 14 or 15 January 2024)
નવા વર્ષમાં મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2024ના, સોમવારે ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય સવારે 2 કલાક 54 મિનિટ પર મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર સંક્રાંતિને દેશભરમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે જેમ કે ઉત્તરાયણ, પોંગલ, મકરવિલક્કુ, માદ્ય બિહુ.
Voter ID Card માં ખરાબ થઇ ગયો છે ફોટો? હવે ઘરેબેઠા કરી શકો છો અપડેટ
Investments Tips: દરરોજ ફક્ત 170 રૂપિયાની બચત કરી બની શકો છો કરોડપતિ, આ છે ફોર્મૂલા
મકર સંક્રાંતિ 2024 મુહૂર્ત (Makar Snakranti 2024 Muhurat)
શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિ પર પવિત્ર નદીમાં સ્નાન કરી દાન કરવાથી પુણ્ય મળે છે.
ચા સાથે આ વસ્તુ ખાશો તો સીધા યમલોક પહોંચી જશો? 99 ટકા લોકોને ખબર નહી હોય
PM મોદીએ જે લક્ષદ્વીપની મુલાકાત લીધી તે કહેવાય છે 'સ્વર્ગનો ટુકડો', A TO Z માહિતી
મકર સંક્રાંતિ પુણ્ય કાળ- સવારે 6.41- સાંજે 6.22 કલાક
સમય- 11 કલાક 41 મિનિટ
મકર સંક્રાંતિ મહા પુણ્ય કાળ- સવારે 6.41 કલાક, સવારે 8.38 કલાક
સમય- 1 કલાક 57 મિનિટ
લાફિંગ બુદ્ધા રાખતાં પહેલાં જાણી આ નિયમ, ફાયદાના બદલે ક્યાંક વેઠવું ન પડે નુકસાન
અરબાઝ સાથે તલાક, અર્જુન સાથે રિલેશન: ફક્ત એટલી જ નથી મલાઇકાની લાઇફ, આ પણ જાણી લો
મકર સંક્રાંતિનું મહત્વ (Makar Snakranti Impostance)
ઉત્તરાયમને દેવતાનો શુભ સમય માનવામાં આવે છે. આ દિવસે સ્વર્ગના દ્વાર ખુલે છે. ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઉત્તરાયણ અને શુક્લ પક્ષમાં દેહ ત્યાગે છે તેને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે. આ કારણ છે કે ભીષ્મ પિતાને બાણ લાગ્યા બાદ પ્રાણ ત્યાગવા માટે તેમણે ઉત્તરાયણ સુધી રાહ જોઈ હતી જેથી તેમને મોક્ષ મળી જાય. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવામાં આવે તો સાત જન્મોના પાપોથી મુક્તિ મળે છે.
2024 માં કોની કિસ્મત ચમકશે અને કોના માટે છે કપરા ચઢાણ? આ રાશિઓ રહેશે ફાયદા
12 વર્ષની ઉંમરે રણજીમાં ડેબ્યૂ, કોણ છે Vaibhav Suryavanshi લોકો કહે છે બિહારનો 'સચિન
આ સિવાય મકર સંક્રાંતિના દિવસે, તલ, અન્ન, ગોળ, વસ્ત્ર, ધાબળાનું દાન કરવાથી શનિ અને સૂર્ય દેવની કૃપા થાય છે. આ દિવસે તમે જે દાન કરો તે સીધુ ભગવાનને અર્પિત થાય છે.
Disclaimer: ધાર્મિક માન્યતાના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે