Mahakumbh 2025: આવતીકાલથી મહાકુંભનો પ્રારંભ, જાણો શાહી સ્નાનની તારીખો અને શુભ મુહૂર્ત!

પ્રયાગરાજ મહાકુંભ 2025નું આયોજન 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે, જે ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિથી ખુબ મહત્વપૂર્ણ છે. તમે પણ મહાકુંભમાં જવાના હોવ તો જાણી તો શાહી સ્નાનની તારીખો અને મુહૂર્ત...
 

Mahakumbh 2025: આવતીકાલથી મહાકુંભનો પ્રારંભ, જાણો શાહી સ્નાનની તારીખો અને શુભ મુહૂર્ત!

પ્રયાગરાજઃ ઐતિહાસિક મહાકુંભના મેળા માટે પ્રયાગરાજ સજ્જ છે... 13મી જાન્યુઆરીથી શરૂ થનારો મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે... કુંભ મેળાનું મહત્વ માત્ર ધાર્મિક જ નથી પરંતુ જ્યોતિષીય પણ છે... આ મેળો ધાર્મિકતા, આસ્થા અને સંસ્કૃતિનો એક અનોખો સંગમ છે... આસ્થાના મહાસાગરમાં ડૂબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરથી કરોડો શ્રદ્ધાળુઓ આવે છે... ત્યારે શાહી સ્નાનનું શુભ મૂહૂર્ત ક્યારે છે અને તેનું શું મહત્વ છે?... જોઈશું આ અહેવાલમાં...

13મી જાન્યુઆરીથી શરૂ થનારો મહાકુંભનો મેળો 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આસ્થા અને ભક્તિના અનોખા સંગમમાં ડૂબકી લગાવવા માટે અંદાજે 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના છે.  કુંભના મેળાના ઐતિહાસિક અને અદભૂત બનાવવા માટે યોગી સરકારે તનતોડ મહેનત કરી છે... 

એવી માન્યતા છે કે મહાકુંભના મેળામાં સ્નાન કરવાથી તમામ પાપમાંથી મુક્તિ મળે છે... ત્યારે મહાકુંભમાં શાહી સ્નાનનું શુભ મુહૂર્ત ક્યારે છે તે પણ જાણવું જરૂરી છે...

પહેલું શાહી સ્નાન 13 જાન્યુઆરીએ થશે.
જેમાં બ્રહ્મ મુહૂર્ત સવારે 5:27 કલાકથી 6:21 કલાક સુધી રહેશે.
પ્રાત; સંધ્યા મુહૂર્ત સવારે 5: 54 કલાકથી 7:15 કલાક સુધી રહેશે.
વિજય મુહૂર્ત બપોરે 2:15 કલાકથી 2:57 કલાક સુધી રહેશે.
ગોધુલિ મુહૂર્ત સાંજે 5:42 કલાકથી 6:09 કલાક સુધી રહેશે.

આ સિવાય અન્ય શાહી સ્નાન પર નજર કરીએ તો બીજું શાહી સ્નાન 14 જાન્યુઆરીએ થશે. ત્રીજું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ થશે.  ચોથું શાહી સ્નાન 2 ફેબ્રુઆરીએ થશે.  પાંચમું શાહી સ્નાન 12 ફેબ્રુઆરીએ થશે અને અંતિમ શાહી સ્નાન 26 ફેબ્રુઆરીએ થશે.

45 દિવસ સુધી ચાલનારા મહાકુંભના મેળામાં શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે... ટેકનોલોજીથી માંડીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ પ્રશાસન સજ્જ છે... પહેલીવાર મહાકુંભમાં AI અને ચેટબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનો ખુલાસો પીએમ મોદીએ પહેલાં જ કરી દીધો હતો.

લાંબા સમયથી મહાકુંભની રાહ જોઈ રહેલાં શ્રદ્ધાળુઓ અને બાબાઓનો ઈંતેઝાર પૂરો થઈ ગયો છે... હવે પ્રયાગરાજની ધરતી પર સનાતનનો ઉત્સવ જોવા મળશે. સંતોનો સંગમ થશે. અધ્યાત્મ અને આસ્થાનો મહાસાગર ઉમટી પડશે... અને 45 દિવસ સુધી મહાકુંભમાં ભવ્યતા અને દિવ્યતાનો અનોખો મહાસાગર જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news