મધ્યપ્રદેશનાં ખેડૂતોની દેવામાફીનો તખ્યો તૈયાર, બેંકો પાસેથી મંગાવાઇ યાદી: સુત્ર
સહકારિતા વિભાગે તમામ સહકારી બેંકો પાસેથી દેવાદાર ખેડૂતો અંગે માહિતી મંગાવી છે અને 2 લાખથી ઓછી લોન હોય તેવા ખેડૂતોને અલગ કરવાનું શરૂ કરી દીધું છે
Trending Photos
ભોપાલ : મધ્યપ્રદેશનાં ચૂંટણી પરિણામોમાં જીત પ્રાપ્ત કર્યા બાદ હવે કોંગ્રેસ રાજ્યની જનતા ખાસ કરીને ખેડૂતોને અપાયેલા વચનો પુરા કરવાના પ્રયાસો કરવા લાગી છે. તેની તૈયારી શપથગ્રહણ સમરોહ પહેલા જ કરી લેવામાં આવી છે. કોંગ્રેસે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને 10 દિવસની અંદર દેવામાફીની જાહેરાત કરી હતી, જેને પુર્ણ કરવા માટે સંબંધિત મંત્રાલયની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ચુકી છે.
મળતી માહિતી અનુસાર સહકારી વિભાગ દ્વારા તમામ સહકારી બેંકોને પત્ર મોકલીને ખેડૂતોનાં બાકી દેવા પર હાલમાં રહેલ લોન અને સમયાંતરનાં વ્યાજની માંગણી કરી છે. સુત્રો અનુસાર જુન 2009 બાદનાં દેવાદાર ખેડૂતોને ફાયદો થશે. દેવામાંફીથી સરકારને 20 હજાર કરોડ રૂપિયાની આર્થિક ભારત આવવાનું અનુમાન છે. દેવામાફીથી પ્રદેશનાં 33 લાખ ખેડૂતોને ફાયદો પ્રાપ્ત થશે.
સુત્રો અનુસાર પ્રદેશનાં ખેડૂતો ઉપર સહકારી બેંક, રાષ્ટ્રીયકૃત બેંક, ગ્રામીણ બેંક, ખાનગી બેંક સહિતનું 70 હજાર કરોડ રુપિયાનું દેવું છે. તેમાંથી 56 હજાર કરોડ રુપિયાનું દેવું 41 લાખ ખેડૂતોએ લીધું છે. બીજી તરફ આશરે 15 હજાર કરોડ રૂપિયાનું લેણું ડુબેલું (એનપીએ) છે.
સુત્રો અનુસાર માત્ર સહકારી બેંકોનાં દેવાને જ માફ કરવામાં આવસે. દેવામાફી કુલ 2 લાખ રૂપિયા સુધીની રહેશે. જો કે સંપુર્ણ નિર્ણય નવી સરકાર આવ્યા બાદ જ લેવામાં આવશે. પરંતુ હાલ આ પ્રકારનાં ખેડૂતોની યાદી અલગથી તૈયાર કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે