Interview: ચૂંટણીમાં રાષ્ટ્રવાદના મુદ્દે બોલ્યા પીએમ મોદી- ‘મીડિયામાં કેટલાક લોકો હાઇપર સેક્યુલર છે’
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019)ના પ્રચારમાં વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહ્યાં છે કે, ભાજપ ભારતીય વાયુસેના તરફથી બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકનો મુદ્દો અસ્પષ્ટ બનાવી રહી છે
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019)ના પ્રચારમાં વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહ્યાં છે કે, ભાજપ ભારતીય વાયુસેના તરફથી બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકનો મુદ્દો અસ્પષ્ટ બનાવી રહી છે. તેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીડી ન્યૂઝ અને રાજ્યસભા ટીવી માટે આપેલા એક ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યો છે. ચૂંટણીમાં બાલાકોટ દ્વારા રાષ્ટ્રવાદને હથિયાર બનાવવાના સવાલ પર પ્રધાનમંત્રીએ કહ્યું કે, મીડિયામાં એક નાનો વર્ગ છે, કે પછી એમ કહેવાય કે કેટલાક હાઇપર સેક્યુલર છે. આ લોકોને કોઇપણ વસ્તુમાંથી સરકાર અને મોદીને ઘેરી લેવાનો માર્ગ બનાવવો છે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણા દેશમાં બોફોર્સનો મુદ્દો હતો. આ પાપને ધોવા માટે તેઓ વગર કોઇ પુરાવાના 6 મહિના સુધી ગમે ત્યાં જઇ બોલતા રહે તેનો અર્થ છે. તેમણે રાષ્ટ્રવાદ અને દેશભક્તિના મુદ્દાને ભડકાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. એક પ્રકારે તેમણે જમીન ખેડીને રાખી હતી. હવે મારી કુશળતા એ છે કે હું તેમાં કયા બીજનું વાવેતર કરું. તેમણે સખત મહેનત કરી, જે રીતે તેમણે દુનિયાભરના લોકો સામે ચોકીદાર ચોકીદાર કહ્યું. મેં ધીરેથી આવી લોકોની સામે તનું યોગ્ય રૂપ આપી દીધું.
‘ખેડૂતના મોત પર મુદ્દો, સૈનિક શહીદ થાય તો મુદ્દો નથી?’
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, જે તેમના વેસ્ટર્ન વર્લ્ડના લોકો છે, તેમના માર્ગદર્શક છે. સ્ટ્રેટેજિસ્ટ છે તેમની મર્યાદાઓ છે, તમે જણાવો સેનાના હજારો સૈનિકોએ દેશની સુરક્ષા માટો પોતાનું બલિદાન આપ્યું. તમે તેમના વિશે શું વિચારો છો કે તે ચૂંટણી મુદ્દો નથી, પરંતુ સૈનિક મૃત્યુ પામે તો ચૂંટણીનો મુદ્દો નથી, આ કેવી રીતે હોઈ શકે છે. આપણા દેશની સેના મજબૂત થાય, દેશની રક્ષા માટે આપણે 40 વર્ષથી આતંકવાદને સહન કરી રહ્યાં છે. જો આપણે જનતા સામે નહીં લઇ જઇએ, કાશ્મીરની સમસ્યા નેહરુ યોજનાની સમસ્યા બની ગઇ છે.
70 વર્ષથી એક જ યોજના પર કામ કરી રહ્યાં છે. તેઓ સફળ થઇ રહ્યા નથી. તો અમે નવી યોજના બનાવી છે. 370 અને 35એ ને સ્પૈસિફક રોડ મેપ બનાવ્યા છે. દેશની જનતાને વિશ્વાસમાં લઇને જણાવવું જોઇએ કે ના જણાવવું જોઇએ. શું દૂનિયાનો કોઇપણ દેશભક્તિની પ્રેરણા વગર ચાલી શકે છે. જો આપણે ઓલોમ્પિકમાં મેડલ લાવવા છે તો તેમને દેશભકતિથી ભરીશ ત્યારે મેડલ લાવવાની સંભાવના બને છે.
‘રુસની સાથે સંબંધોને નબળા કરવામાં આવ્યા’
લોકતંત્રમાં ટિક્કાઓ સારી વાત છે, પરંતુ જ્યારે સબ્સટેન્સ વગર થાય છે તો તે આરોપ થઇ જાય છે. નિંદા સારી વાત છે, પરંતુ મને તો માત્ર આરોપ મળ્યા છે. જો કોઇને ધ્યાનથી જોયું હોત તો આ રીતના આરોપ ન લાગતા.
‘યૂએઇના સન્માન પર’
દુનિયાના દેશોને પોતાના હિસાબથી ટાઇમ હોય છે. ભારત રત્ન પર પણ આરોપ લગાવી શકે છે, આરોપ લાગતા રહે છે. હું સઉદી અરબ ગયો ત્યાં સન્માન મળ્યું, ફિલિસ્તીને પણ આપ્યું અને અફગાનિસ્તાને પણ આપ્યું.
બાલાકોટ પર વિદેશ
આજે વિશ્વની અંદર ભારતે પોતાની જગ્યા બનાવી છે. પહેલા આપણે એક દશક હતા અને આજે આપણે એક પ્લેયર છે. પહેલા ગ્લોબલ વોર્મિંગ પર ચર્ચા થતી ત્યારે કહેવામાં આવતું કે અમે અટકાવી શું. પરંતુ આજે આપણે આગળ વધીને કામ કરી રહ્યાં છે. ઘણા દેશોમાં એકબીજા વચ્ચે તણાવ છે. પરંતુ આપણે બધાની સાથે સારા સંબંદ રાખ્યા છે. પહેલા દુનિયા બાઇપોલર હતી પરંતુ આજે દુનિયા ઇન્ટરનેક્ટેડ છે. ભારત આજે આઇસોલેટેડ નહીં રહી શકતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે