'PM મોદી જે બોલે તેનાથી વિરુદ્ધ કરે છે.' અખિલેશ યાદવના ઈન્ટરવ્યુની 25 ખાસ વાતો
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કહ્યું છે કે તેઓ 180 ડિગ્રીવાળા પીએમ છે. તેઓ જે કહે છે તે ક્યારેય કરતા નથી. સપા અધ્યક્ષે કહ્યું કે લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન પીએમ મોદી અને ભાજપ સરકાર પોતાની સરકારના કામો ગણાવવાની જગ્યાએ રાષ્ટ્રવાદ અને દેશભક્તિ જેવા મુદ્દો પર ભાર મૂકી રહ્યાં છે જેથી કરીને જનતાની સામે પોતાની નિષ્ફળતા છૂપાવી શકે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે Zee News સાથે Exclusive વાત કરી. આવો જાણીએ તેમના ઈન્ટરવ્યુની 25 મહત્વની વાતો...
Trending Photos
લખનઉ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કહ્યું છે કે તેઓ 180 ડિગ્રીવાળા પીએમ છે. તેઓ જે કહે છે તે ક્યારેય કરતા નથી. સપા અધ્યક્ષે કહ્યું કે લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન પીએમ મોદી અને ભાજપ સરકાર પોતાની સરકારના કામો ગણાવવાની જગ્યાએ રાષ્ટ્રવાદ અને દેશભક્તિ જેવા મુદ્દો પર ભાર મૂકી રહ્યાં છે જેથી કરીને જનતાની સામે પોતાની નિષ્ફળતા છૂપાવી શકે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે Zee News સાથે Exclusive વાત કરી. આવો જાણીએ તેમના ઈન્ટરવ્યુની 25 મહત્વની વાતો...
1. સૌથી વધુ સીટો સપા-બસપા-આરએલડી ગઠબંધનને યુપીમાં મળી રહી છે.
2. અત્યાર સુધી થયેલા મતદાનમાં અમે જોયું છે કે જનતા સરકાર પર ગુસ્સો કાઢી રહી છે, લોકો મત આપવા માટે રાહ જોઈ રહ્યાં હતાં.
3. ભાજપ સપા-બસપા ગઠબંધનમાં ફૂટ પાડવાની કોશિશ કરે છે, પરંતુ અમારું ગઠબંધન ભવિષ્યનું ગઠબંધન છે.
4. પીએમ મોદી 180 ડિગ્રીવાળા પીએમ છે, જે બોલે તેનાથી એકદમ વિરુદ્ધ કરે છે.
5. ભાજપ પોતાની ઉપલબ્ધિ બતાવતી નથી, આતંકવાદ ભાજપના શાસનકાળમાં સૌથી વધુ વધ્યો છે, સૌથી વધુ જવાનો ભાજપની સરકારમાં શહીદ થયા છે.
6. મારી સામે સૌથી મોટો પડકાર એ છે કે જનતા પોતાનો મત આપે. કારણ કે ભાજપના પક્ષમાં હવે મતદાન થઈ રહ્યું નથી તો તેઓ જનતા પર પ્રશાસનનું દબાણ બનાવી રહ્યા છે. વિપક્ષની ફરિયાદ પણ નથી સાંભળવામાં આવતી.
7. ભાજપ શું ખાલી ઝગડો જ કરશે કે પોતાની ઉપલબ્ધિઓ પણ જણાવશે.
8. ઝગડો કરાવવો એ ભાજપનું આચરણ રહ્યું છે.
9. આ વખતે ભાજપનો ભાગલા પાડો અને રાજ કરોનો નારો નહીં ચાલે. સપા બસપા ગઠબંધન મજબુત છે. બંને એક સાથે રહેશે, 23મી મેના રોજ દેશને નવા વડાપ્રધાન મળવાના છે.
10. પીએમ મોદી વડાપ્રધાન ઓછા અને પ્રચાર મંત્રી વધુ છે.
11. સારા દિવસો આવ્યાં નથી, લોકોના ખરાબ દિવસો આવી ગયાં.
12. આ ચૂંટણી એટલા માટે અલગ છે કારણ કે દેશમાં નવી સરકાર બનવા જઈ રહી છે. ભાજપને જનતા પાઠ ભણાવવા જઈ રહી છે. આજે ભાજપ મેક ઈન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાની વાતો કરતો નથી.
13. જે લોકોને જનતાએ દગો કર્યો, તેમના વિરુદ્ધ મતદાન થઈ રહ્યું છે.
જુઓ LIVE TV
14. સેનાના એક જવાને પાતળી દાળને લઈને આંદોલન કર્યું, તેને સસ્પેન્ડ કરી દીધો. આખી સરકાર એક જવાનથી પરેશાન થઈ ગઈ છે. ભાજપનો રાષ્ટ્રવાદ ફક્ત મતો માટે છે. સેનાને સારા બુલેટ પ્રુફ જેકેટ મળ્યાં નથી.
15. ભાજપ મુદ્દાથી ધ્યાન ભટકાવવા માંગે છે. સ્ટ્રાઈક હંમેશા સેના કરે છે. આજે આપણો દેશ આપણી સેનાના કારણે સુરક્ષિત છે. ભાજપ સેનાના નામ પર ફક્ત મતો લેવા માંગે છે. ભાજપ સેનાની મદદ કરવા માંગતો નથી.
16. આ મજબુત સરકાર નહીં પરંતુ દેશના સત્યને ખતમ કરનારી સરકાર છે. આજે કોઈ સવાલ પૂછે તો તેને દેશદ્રોહી ગણાવવામાં આવે છે.
17. તેજબહાદુર યાદવ પર અખિલેશ યાદવે કહ્યું કે ભોજનની ફરિયાદ પર તેનું સસ્પેન્શન થયું હતું. ફક્ત આ કારણે તેને ચૂંટણી લડતા રોકી શકાય નહીં. સેનાના લોકોનો મુકાબલો ભાજપ કરી શકે નહીં.
18. ગોરખપુર અને ફૂલપુરમાં પેટાચૂંટણી દરમિયાન પહેલીવાર મારી અને માયાવતીજીની વાત થઈ, તે સાથે જ સપા બસપા ગઠબંધનની શરૂઆત થઈ. બને પાર્ટીઓના કાડર એક સાથે આવ્યાં. તે દેશનું સૌથી સારું ગઠબંધન છે. આ ગઠબંધન ભાજપને રોકી રહ્યું છે.
19. રાહુલ ગાંધી સાથે મારો પરિચય હોઈ શકે છે. પરંતુ મિત્રતા અને રાજકીય ગઠબંધન બંને અલગ ચીજો છે. સપા બસપાનું ગઠબંધન તૂટવાનું નથી.
20. સપા કોઈના દબાણમાં નથી. અમારા પર કોઈનું દબાણ હોઈ શકે નહીં. સપા બસપાએ ગઠબંધન કર્યું છે તો ભાજપે ઈડી સીબીઆઈ ઈન્કમ ટેક્સ સાથે ગઠબંધન કર્યું છે. સત્તાના ગઠબંધનને જનતાનું ગઠબંધન હરાવશે.
21. ચૂંટણી બાદ વડાપ્રધાન પર સપા-બસપા મળીને નિર્ણય લેશે. દેશના નવા પીએમ અંગે ચૂંટણી બાદ નક્કી થશે. દેશના નવા પીએમ બનાવવામાં હું સહયોગ કરવા માંગુ છું.
22. યોગી માટે અમારી કોઈ નારાજગી નથી. તેઓ સારું કામ કરે પરંતુ તેઓ કામ જ નથી કરતા. તમામ વિકાસકાર્ય યોગીએ રોકી દીધા છે.
23. આઝમગઢમાં ભાજપ ગંભીરતાથી લડતો નથી. અમે આઝમગઢમાં વિકાસ કર્યો છે, વિકાસથી જ અમે જીતીશું. ઐતિહાસિક જીત હશે. ગોરખપુરમાં પણ સપા બસપા ગઠબંધન ફરીથી એકવાર જીતશે.
24. રખડતા પશું યુપીની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો. આ મુદ્દો ભાજપનો હતો, ભાજપ તેને સુરક્ષિત રાખી શકી નહી. યુપીમાં અનેક લોકોના મોત સાંઢના કારણે થયા છે. પશુઓ ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે. માણસ અને જાનવર બંને સરકારથી નારાજ છે.
25. મસૂદ અઝહર પર અખિલેશ યાદવે કહ્યું કે આતંકવાદી તરીકે જાહેર થવાની વાત એ ભારતની કૂટનીતિક જીત છે. અધિકારીઓનો સારો પ્રયત્ન છે. પાકિસ્તાન મસૂદ અઝહર પર કાર્યવાહી કરે. અમે બધા આતંકવાદ વિરુદ્ધ છીએ. આતંકવાદથી ભાજપ રાજનીતિક લાભ ખાંટવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે