માયાવતી-અખિલેશે રેલીમાં કર્યો હુંકાર, ‘મહાગઠબંધનમાંથી બનશે નવા પ્રધાનમંત્રી, જતી રહેશે BJP’
લોકસભા ચૂંટણી 2019 માટે બસપા પ્રમુખ માયાવતી, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને આરજેડી પ્રમુખ અજિત સિંહએ રવિવાર પહેલી રેલી દેવબંદમાં કરી હતી. અહીં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે બસપા પ્રમુખ માયાવતી, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને આરજેડી પ્રમુખ અજિત સિંહએ રવિવાર પહેલી રેલી દેવબંદમાં કરી હતી. અહીં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. માયાવતી અને અખિલેશ યાદવે અહીં હુકાર ભરતા કહ્યું કે, આ વખતે નવા પ્રધાનમંત્રી મહાગઠબંધનમાંથી હશે. ભાજપ સત્તામાંથી જતી રહેશે. અખિલેશ યાદવે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, શરાબ બોલનાર લોકો સત્તાના નશામાં ચૂર છે. આ ગઠબંધન નવા પીએમ બનાવવાનું ગઠબંધન છે. ત્યારે ચૌધરી અજિત સિંહએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં આવેલા લોકોથી જાણી શકાય છે કે ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે.
દેવબંદમાં રેલી સંબોધિત કરતા માયાવતીએ કહ્યું કે, પીએ મોદીને જેવી આ રેલીની સૂચના મળી તેઓ ભયભીત થઇ જશે. ભારતીય જનતા પાર્ટી હેવ જઇ રહી છે અને મહાગઠબંધન આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આઝાદી બાદથી લઇને અત્યાર સુધી કેન્દ્રમાં કોંગ્રેસ અને ભાજપની જે પણ સરકાર રહી છે, તે લોકોએ સામાન્ય લોકો પર અત્યાચાર કર્યો છે. ભાજપે તેમના ચૂંઠણી ઢંઢેરામાં અચ્છે દિન દેખાડવાના વચના આપ્યા હતા. તેઓ પણ કોંગ્રેસની જેમ ખોટા સાબિત થયા છે.
માયાવતીએ કહ્યું કે જો ઇવીએમમાં ખામી ના સર્જાઇ તો મહાગઠબંધનની જીત થશે. ભાજપના રાજમાં અનામત વ્યવસ્થા નબળી થઇ ગઇ છે. નોટબંધી અને જીએસટી પર તેમમે કહ્યું કે આ ઉતાવળમાં લીધેલો નિર્યણ હતો અને તેનાથી મોદી પણ દુખી છે. તેનાથી ગરીબી અને બેરોજગારી વધી છે. તેમની સરકારમાં ભ્રષ્ટાચાર પણ વધશે. કોંગ્રેસની સરકારમાં બોફોર્સનો મામલો અને મોદી સરકારમાં રાફેલનો મામલો તેનું તાજેતરનું ઉદાહરણ છે.
વધુમાં વાંચો: Video: રેલીમાં ખાલી ખુર્શીઓની તસવીર ક્લિક કરવા પર કોંગ્રેસ વર્કરોએ પત્રકારને માર માર્યો
અમે નોકરી આપવાનો પ્રયત્ન કરશું: માયાવતી
માયાવતીએ કહ્યું કે, જો અમારી સરકાર કેન્દ્રમાં બને છે તો અમે 6000 રૂપિયા આપવાની જગ્યાએ અતિ ગરીબ પરિવારોને સરકારી અથવા બિ સરકારી જગ્યાઓમાં નોકરીઓ આપવાનો પ્રયત્ન કરશું. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ગરીબી હટાઓ કાર્યક્રમને 20 સૂત્રીય નાટક તેમની દાદી ઇન્દિરા ગાંધીએ પણ કર્યો હતો. ચૂંટણીના સમયે જ મંદિરો, મસ્જિદો, ગુરૂદ્વારા અને મઝારો પર જ જવાની કેમ છૂટ મળે છે. હવે દેશની જનતા સમજી ગઇ છે.
વધુમાં વાંચો: દેશના પ્રધાનમંત્રી બનાવા ઇચ્છે છે 84 વર્ષના શ્યામ બાબૂ, 30 ચૂંટણીમાં કરી ચૂક્યા છે હારનો સામનો
મહાગઠબંધનને વોટમાં આપે મુસ્લિમ: બસપા પ્રમુખ
બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમની સંખ્યા ઘણી વધારે છે. એટલા માટે ખાસ કરી અપીલ છે કે તમે મહાગઠબંધનને વોટ આપો. મેં ટિકિટ ઘણા સમય પહેલાથી સહારનપુરમાં ફાઇનલ કરી દીધી હતી પરંતુ કોંગ્રેસ પાર્ટીને પણ ખબર છે કે, તેમને મુસ્લિમ ધારાસભ્ય ઉપરાત કોઇ બીજુ વાટ આપશે નહીં. એટલા માટે મારી અપીલ છે કે તમે મહાગઠબંધનના ઉમેદવારને વોટ આપો.
રેલીમાં માયાવતીએ ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપ જવાની છે અને મહાગઠબંધન આવશે. પીએમ મોદી આજે ભીડને જોશે તો ગભરાઇ જશે. ભાજપ આ વખતે સત્તાથી જરૂર બહાર થશે. તેમની ચોકીદારી એક નાટકબાજી પણ નહીં બચાવી શકે, તે કામ નહીં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે