રામવિલાસ પાસવાનની પાર્ટી LJPમાં તિરાડ, વિદ્રોહી નેતાઓએ બનાવી અલગ પાર્ટી
રામવિલાસ પાસવાનની પાર્ટીમાં વિદ્રોહ પોકારીને અલગ થયેલા નેતાઓએ એલજેપી સેક્યુલર નામની પાર્ટીની રચના કરી છે, જેમાં એલજેપીના પૂર્વ સાંસદ સહિત રાષ્ટ્રીય મહામંત્રી સુધીના જોડાયા છે
Trending Photos
પટનાઃ રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીમાં તિરાડ પડી છે અને પાર્ટીના વિદ્રોહી નેતાઓએ બંડ પોકારીને એક અલગ પાર્ટી એલજેપી સેક્યુલર નામની રચના કરી છે. આ નવી પાર્ટીમાં એલજેપીના પૂર્વ સાંસદ સહિત રાષ્ટ્રીય મહામંત્રી સુધીના જોડાયા છે. પાર્ટીના વિદ્રોહી નેતાઓનું નેતૃત્વ મુખ્ય રાષ્ટ્રીય મહામંત્રી સત્યાનંદ શર્માએ કર્યું છે.
એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાનને એક મોટો ફટકો પડ્યો છે. તેમની પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સત્યાનંદ શર્માએ પાર્ટીમાંથી બંડ પોકારીને એક એલગ એલજેપી સેક્યુલર પાર્ટીની રચના કરી છે. સત્યાનંદ શર્મા સહીત એલજેપીના 116 પદાધિકારીઓએ પાર્ટી સાથે છેડો ફાડી નાંખ્યો છે.
એલજેપીમાં બંડ પોકારનારા સત્યાનંદ શર્માએ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, એલજેપીમાં પરિવારવાદ અને ભ્રષ્ટાચાર બંને પ્રભાવી થઈ ગયા છે. સાથે જ પાર્ટી પર પૈસા લઈને ટિકિટ વહેંચણીનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, હજુ પાર્ટીમાં સામેલ થયે એક જ દિવસ થયો હોય એવા લોકોને પણ ટિકિટ આપવામાં આવી હતી.
શર્માએ આરોપ લગાવ્યો કે, પાર્ટીના સંગઠન સાથે જોડાયેલા લોકોને સતત નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. માત્ર પરિવારના સભ્યોને જ પાર્ટીમાં મહત્વ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, એલજેપીએ લોકસભા ચૂંટણી 2019માં 6 સીટ પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને તમામ સીટ પર વિજય મેળવ્યો હતો. તમામ સીટ પર રામવિલાસ પાસવાનના પરિવારના લોકો જ ઊભા રહ્યા હતા. રામવિલાસ પાસવાને પોતાની પરંપરાગત સીટ હાજીપુરથી પોતાના ભાઈને જ્યારે જમુઈ સીટ પર પુત્ર ચિરાગ પાસવાનને ટિકિટ આપી હતી.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે