Haryana and Jammu Kashmir 2024 Result Live: હવે હેટ્રિક પાક્કી! હરિયાણામાં અચાનક બદલાઈ ગઈ બાજી, ભાજપે પાડી દીધો ખેલ

Haryana & Jammu Kashmir Elections Result Live Update: આજે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો. બે રાજ્યો વિધાનસભા ચૂંટણીના પરિણામો પર દેશભરની નજર...ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પણ આ ચૂંટણી પરિણામોથી ગણી રહ્યાં છે પોતાનું ગણિત...જાણો લાઈવ અપડેટ...

Haryana and Jammu Kashmir 2024 Result Live: હવે હેટ્રિક પાક્કી! હરિયાણામાં અચાનક બદલાઈ ગઈ બાજી, ભાજપે પાડી દીધો ખેલ
LIVE Blog

Haryana and Jammu Kashmir Elections Result: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર આ બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના આજે પરિણામ. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરની આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. જેને કારણે આ ચૂંટણીના પરિણામો મોદી સરકાર માટે પણ ખાસ છે...આ સાથે જ હરિયાણા હાલ ભારતીય રાજનીતિ માટે કુરુક્ષેત્ર સાબિત થઈ રહ્યું છે. ઉલ્લેખની છેકે, હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી ત્યારે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી છે. ત્યાર બાદ નિયત સમયાનુસાર ઈવીએમ મશીનથી પણ મતગણતરી શરૂ કરી દેવાઈ છે. જાણો બન્ને રાજ્યોના ચૂંટણી પરિણામોની લેટેસ્ટ અપડેટ...

 

आधिकारिक चुनाव आयोग के रुझानों के अनुसार, भाजपा 5 सीटों पर आगे चल रही है, जबकि JKNC 3 सीटों पर आगे चल रही है। #JammuKashmirAssemblyElection pic.twitter.com/jWnccoFEaB

— ANI_HindiNews (@AHindinews) October 8, 2024

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

08 October 2024
11:37 AM

હવે હેટ્રિક પાક્કી! હરિયાણામાં બદલાઈ ગઈ બાજી, બધા એક્ઝિટ પોલને લાત મારીને ભાજપે પાડી દીધો ખેલ

Haryana Result 2024 Live Update: હરિયાણામાં ભાજપ જીતશે મતનું મહાભારત! રાજનીતિના કુરુક્ષેત્રમાં ફરે લહેરાશે ભગવો; હરિયાણામાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે ભાજપ. કોંગ્રેસના એક બાદ એક દિગ્ગજ નેતાઓ મતગણતરીમાં ચાલી રહ્યાં છે ખુબ પાછળ. વિધાનસભા ચૂંટણી જંગમાં ભાજપ થઈ રહ્યું છે અગ્રેસર. એક્ઝિટ પોલમાં જણાવાયો હતો ભાજપનો પરાજય. મતગણતરીમાં અચાનક બદલાઈ ગઈ બાજી. હવે શું ભાજપ લગાવશે જીતની હેટ્રીક. વર્ષ 2014 અને 2019માં ભાજપે હરિયાણામાં ખિલાવ્યું હતું કમળ. શું ફરી 2024માં ભાજપ હરિયાણામાં લગાવશે જીતની હેટ્રીક?

11:14 AM

જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપ બનશે સૌથી મોટી પાર્ટીઃ ભાજપના અલ્તાફ ઠાકુરનો દાવો

ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે જમ્મુ-કાશ્મીરમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "આપણે ત્રીજા કે ચોથા રાઉન્ડ સુધી રાહ જોવી પડશે, અમારો અંદાજ છે કે ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે... જે રીતે અમે હરિયાણાને બચાવ્યું છે, તે જ રીતે અમે જમ્મુ-કાશ્મીરમાં પણ જીતીશું અને અમે જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવીશું."

 

 

11:04 AM

હરિયાણામાં જીતનો અનિલ વિજનો દાવો, કહ્યું- જનતા જનાર્દન ભાજપની સાથે છે

Haryana Results 2024 LIVE: હરિયાણાના અંબાલા કેન્ટ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર અનિલ વિજે કહ્યું, "મને લાગે છે કે જનતાનો નિર્ણય યોગ્ય આવશે. કોંગ્રેસ નફરતની રાજનીતિ કરે છે. તેઓ પ્રેમની દુકાનથી નફરતનો સામાન વેચે છે..."

 

 

10:22 AM

જમ્મુ-કાશ્મીરથી આવી રહ્યાં છે સૌથી મોટા સમાચારઃ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિજા મુફ્તી પાછળ

Jammu Kashmir Elections Result Live Update: જમ્મુ-કાશ્મીરથી આવી રહ્યાં છે સૌથી મોટા સમાચારઃ જમ્મુ-કાશ્મીરથી મોટા સમાચાર, પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિજા મુફ્તી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પાછળ. ઉમર અબ્દુલ્લા બન્ને બેઠકો પર આગળ જોવા મળી રહ્યાં છે. વૈષ્ણોદેવી બેઠક પરથી ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. અખનૂર બેઠક પરથી ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-23 બેઠકો પર આગળ, કોંગ્રેસ-48 અને PDP-4 બેઠકો પર આગાળ જોવા મળી રહ્યાં છે.

10:18 AM

હરિયાણાથી સૌથી મોટા સમાચારઃ ભાજપ કોંગ્રેસ કરતા ઘણું આગળ, બદલાઈ રહી છે હવા

Haryana Vidhan Sabha Chunav Result 2024: હરિયાણાથી આવી રહ્યાં છે સૌથી મોટા સમાચારઃ હરિયાણા પરિણામ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. થોડી થોડી વારે બદલાઈ રહ્યો છે ટ્રેન્ડ. રસ્સા કસ્સી બાદ હાલ ભાજપ નીકળી રહ્યું છે આગળ. ભાજપ સતત ટ્રેન્ડમાં વધી રહ્યું છે આગળ. હરિયાણમાં ભાજપ 49 બેઠકો પર આગળ હોવાનું ચૂંટણી પંચના આંકડા દર્શાવી રહ્યાં છે. હરિયાણમાં કોંગ્રેસ પણ 35 બેઠકો પર આગળ જ્યારે અન્ય 5 બેઠકો પર આગાળ હોવાનું ઈલેક્શન કમિશનના આંકડા દર્શાવી રહ્યાં છે. હરિયાળાની જુલના બેઠક પરથી વિનેશ ફોગાટ પાછળ જોવા મળી રહી છે. 

09:47 AM

Haryana Result 2024: ઈલેકશન કમિશનના આંકડા પ્રમાણે હરિયાણામાં ભાજપ આગળ, શું બદલાઈ શકે છે બાજી?

Haryana Result 2024: દેશભરની નજર હાલ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર છે. ત્યારે ચૂંટણી પરિણામો આવતાની સાથે જ રાજકીય પક્ષોમાં પણ એક પ્રકારની કૂતુહલતા જોવા મળી રહી છે. ખાસ કરીને ઈલેકશન કમિશનના આંકડા પ્રમાણે હરિયાણામાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. ઈલેકશન કમિશનના આંકડા પ્રમાણે હરિયાણામાં કોંગ્રેસ પાછળ જોવા મળી રહ્યું છે. ઈલેકશન કમિશનના આંકડા પ્રમાણે હરિયાણમાં ભાજપ 30 બેઠક પર આગળ હોવાનું આંકડા કહી રહ્યાં છે. ઈલેકશન કમિશનના આંકડા પ્રમાણે હરિયાણમાં કોંગ્રેસ 28 બેઠક પર આગળ છે.

 

 

09:33 AM

Haryana and Jammu Kashmir Elections Result Live Update: હરિયાણામાં તમામ 90 બેઠકોના શરૂઆતી ટ્રેન્ડ આવી ગયા છે. વિધાનસભા ચૂંટણીઓના શરૂઆતી વલણમાં હરિયાણામાં કોંગ્રેસ 67 બેઠક પર આગળ જોવા મળી રહી છે. જ્યારે હરિયાણામાં ભાજપ 19 બેઠકો પર આગળ છે. બીજી તરફ જેના પર સૌ કોઈની નજર છે એ રાજ્ય છે જમ્મુ-કાશ્મીર. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પરિણામોના શરૂઆતી વલણમાં કોંગ્રેસ-NC વલણમાં 45બેઠકો પર આગળ જોવા મળી રહી છે. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ વલણમાં 31 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે.

09:23 AM

હરિયાણામાં 45 મિનિટમાં 90 સીટોના પરિણામો લગભગ નક્કી, કોંગ્રેસને પ્રચંડ 'બહુમત', BJP ની ગેમ ઓવર!

Haryana Chunav Result LIVE Update: હરિયાણામાં 45 મિનિટમાં 90 સીટોના પરિણામો લગભગ નક્કી, કોંગ્રેસને પ્રચંડ 'બહુમત', BJP ની ગેમ ઓવર! હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. ભાજપ 10 વર્ષથી સરકારમાં છે, તેને હેટ્રિકની આશા છે. સત્તા વિરોધી લહેર અને લોકસભા ચૂંટણીના પરિણામોથી પ્રોત્સાહિત થઈને કોંગ્રેસે સરકાર બનાવવાના સપનાં જોયા છે.

Trending news