કર્ણાટકમાં પૂરથી 24ના મોત, મહારાષ્ટ્રના સાંગલીમાં 500 ગામ ડૂબ્યા
દેશના અનેક ઠેકાણે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. મૂશળધાર વરસાદ અને પૂરના કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 30 લોકોના મોત થયા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશના અનેક ઠેકાણે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. મૂશળધાર વરસાદ અને પૂરના કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 30 લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેરળમાં 42 લોકોએ જીવ ગુમાવ્યાં છે. કર્ણાટકમાં પણ પૂરથી સ્થિતિ ખરાબ છે. અહીં લગભગ 10 લોકોના મોત થયા છે. સેના, વાયુસેના, નેવી, એનડીઆરએફ સહિત અન્ય ટીમો બચાવ કાર્યમાં લાગી છે. ત્રણેય રાજ્યોમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લાખો લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યાં છે. રેસ્ક્યુ વર્ક સતત ચાલુ છે.
કર્ણાટકમાં 24ના મોત
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી કે રાજ્યમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં 624 રાહત કેમ્પ બનાવવામાં આવ્યાં છે. 1024 ગામ પૂરથી પ્રભાવિત છે. તેમણે જાહેરાત કરી કે પૂરમાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના પરિજનોને 5 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે. યેદિયુરપ્પાના જણાવ્યાં મુજબ રાજ્યમાં એનડીઆરએફની 20 ટીમો, સેનાની 10 ટીમો, નેવીની 5 ટીમો, અને એસડીઆરએફની 2 ટીમો રેસ્ક્યુ વર્કમાં લાગેલી છે.
#WATCH: National Disaster Response Force (NDRF) provides relief material to flood-affected people in Sangli. #maharashtrafloods pic.twitter.com/45CCi5O8XY
— ANI (@ANI) August 10, 2019
સાંગલી કોલ્હાપુરમાં હાલાત ખુબ ખરાબ
મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરમાં પૂર અને ભારે વરસાદના કારણે હાલાત ખુબ ખરાબ છે. સાંગલીમાં પૂર અને વરસાદના કારણે 500 ગામ પાણીમાં ડૂબ્યા છે. આ સાથે કોલ્હાપુરમાં પૂરથી વણસેલી સ્થિતિને પહોંચી વળવા માટે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે વિશાખાપટ્ટનમથી નેવીની 15 વધારાની ટીમો આજ સાંજ સુધી પહોંચી રહી છે.
ગુજરાતમાં પણ વરસાદનો કેર
દક્ષિણ ભારતીય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ વરસાદનો કેર છે. રાજ્યના અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ છે. ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં પૂર અને વરસાદના કારણે 10 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 98 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ભારે વરસાદના કારણે છેલ્લા 12 કલાકમાં જૂના મકાન ધરાશાયી થવાની બે ઘટનાઓમાં 8 લોકોના જેમાં ખેડામાં 4 અને અમદાવાદમાં 4 મોત થયા છે. જ્યારે સૂરતમાં વીજળીથી કરંટ લાગતા માતા અને તેના પુત્રના મોત થયા છે.
Vadodara: Flooding in the area near Vishwamitri River as water level in the river has increased due to heavy rainfall. #GujaratFloods pic.twitter.com/92fQO4DxFA
— ANI (@ANI) August 10, 2019
મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ
મહારાષ્ટ્માં આજે આઠમો દિવસ છે. વેસ્ટર્ન મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા સાતારા, સાંગલી, કોલ્હાપુર હજુ પણ પાણીમાં ડુબેલા છે. કર્ણાકે પોતાના અલમટ્ટી ડેમથી પાણી છોડ્યું છે. પરંતુ તેની કઈ ખાસ અસર જોવા મળી નથી. વરસાદ ઓછો થયો છે. પરંતુ પાણીનું સ્તાર મુખ્ય નદી અને શહેરની અપેક્ષા મુજબ ઓછું થયું નથી. કોલ્યાપુર જિલ્લાના મોટાભાગના વિસ્તારો હજુ પણ પૂરની અસરમાં છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધ સ્તરે ચાલુ છે.
સરકારી આંકડા મુજબ અત્યાર સુધી 2 લાખ 85 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. એનડીઆરએફ, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ અને રાજ્ય સરાકારના અનેક વિભાગમાંથી હજારો લોકો સતત બચાવ અને રાહત કાર્યમાં લાગેલા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં સરકારે પોતાના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી છે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી બે દિવસ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદના એંધાણ છે. કોલ્હાપુરમાં બચાવ દળની 22 ટીમો કામ કરી રહી છે. જ્યારે સાંગલીમાં 11 ટીમો કાર્યરત છે.
મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી અજય મહેતાના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં વરસાદના કારણે એક લાખ હેક્ટર કૃષિ જમીનને નુકસાન પહોંચ્યું છે. નેશનલ હાઈવ 4 પર લગભગ 40 હજાર ટ્રકો ફસાયેલા છે. મહારાષ્ટ્રમાં પૂરના કારણે 2.85 લાખ લોકો વિસ્થાપિત કરાયા છે.
જુઓ LIVE TV
કેરળમાં પૂરથી 42 લોકોના મોત
કેરળમાં પૂરથી અત્યાર સુધીમાં 42 લોકોના મોત થયા છે. 8 ઓગસ્ટના રોજ મલ્લાપુરમના કવલાપ્પારા વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. આશંકા છે કે તેમાં લગભગ 30 લોકો ફસાયેલા છે. તેમને બચાવવા માટે શનિવારે રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. રેસ્ક્યુ ઓપરેશન ખરાબ હવામાનના કારણે બંધ છે.
ગુજરાતમાં પણ સ્થિતિ વણસી
ગુજરાતમાં બનાવવામાં આવેલા સરદાર સરોવર બંધનો ગેટ શુક્રવારે પહેલીવાર ખોલીની પાણી છોડવામાં આવ્યું છે. આ બંધમાં પાણીના સ્તરની મર્યાદા 131 મીટર છે. જેને જાળવી રાખવા માટે પાણી છોડાયું છે. ગુજરાતમાં પણ ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ છે.
ભારતીય સેનાના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સેનાની 123 રેસ્ક્યુ ટીમો કાર્યરત છે. આ ચારેય રાજ્યોમાં 16 પ્રભાવિત જિલ્લાઓમાં રેસ્ક્યુ અભિયાન યુદ્ધ સ્તરે ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે