કરૂણાનિધિની હાલત નાજુક, તમિલનાડુમાં હાઈ એલર્ટ, હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો

મંગળવારે ચેન્નઈની કાવેરી હોસ્પિટલ તરફથી જારી મેડિકલ બુલેટિન પ્રમાણે તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરૂણાનિધિની હાલત અત્યંત નાજુક થઈ ગઈ છે. ત્યારબાદ કરૂણાનિધિના સમર્થક ગોપાલપુરમમાં એકઠા થવા લાગ્યા છે. કાવેરી હોસ્પિટલની બહાર પણ સમર્થકોની ભીડ એકત્ર થવા લાવી છે. 
 

 કરૂણાનિધિની હાલત નાજુક, તમિલનાડુમાં હાઈ એલર્ટ, હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો

ચેન્નઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન અને DMK પ્રમુખ એમ. કરૂણાનિધિની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ છે. મંગળવારે જારી મેડિકલ બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી છે. કરૂણાનિધિની તબિયર વધુ ખરાબ થવાના સમાચાર આવ્યા બાદ ગોપાલપુરમમાં તેમના સમર્થકો ભેગા થવા લાગ્યા છે. 

ચેન્નઈની કાવેરી હોસ્પિટલની બહાર પણ ડીએમકે કાર્યકર્તાઓ અને સમર્થકોની ભીડ ફરી એકવાર ભેગી થવા લાગી છે. પોલીસને પણ હાઇ એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. 

— ANI (@ANI) August 7, 2018

આ પહેલા સોમવારે સાંજે ચાર કલાકે કાવેરી હોસ્પિટલ તરફથી જારી કરાયેલા મેડિલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, તેમનું સ્વાસ્થ્ય નાજુક છે અને આગામી 24 કલાક મહત્વની છે. કરૂણાનિધિ 29 જુલાઈથી કાવેરી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. 

હોસ્પિટલ દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે કરૂણાનિધિની ઉંમરના હિસાબથી તેમના શરીરના તમામ અંગે કામ કરતા નથી. ડોક્ટરો સતત તેમના પર નજર રાખી રહ્યાં છે અને એક્ટિવ મેડિકલ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. 

— ANI (@ANI) August 7, 2018

મહત્વનું છે કે પાંચ વખત મુખ્યપ્રધાન રહેલા કરૂણાનિધિને જોવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેરલના મુખ્યપ્રધાન પી વિજયન સિવાય પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા હોસ્પિટલની મુલાકાત લઈ ચૂક્યા છે. 

આ વર્ષે 3 જૂને કરૂણાનિધિએ પોતાનો 94મો જન્મદિવસ મનાવ્યો. 50 વર્ષ પહેલા 26 જુલાઇએ તેમણે ડીએમકેની કમાન પોતાના હાથમાં લીધી હતી. લાંબા સમય સુધી કરૂણાનિધિના નામે દરેક ચૂંટણીમાં પોતાની સીટ ન હારવાનો રેકોર્ડ પણ રહ્યો. 

તેઓ પાંચ વાર મુખ્યપ્રધાન અને 12 વખત વિધાનસભાના સભ્ય રહ્યાં છે. અત્યાર સુધી તેઓ જે સીટ પરથી ચૂંટણી લડ્યા, તેમણે હંમેશા જીત મેળવી છે. કરૂણાનિધિએ 1969માં પ્રથમવાર રાજ્યના મુખ્યપ્રધાનની ગાદી સંભાળી હતી. છેલ્લીવાર 2003માં રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news