Karnataka bypolls results LIVE: ભાજપે 12 તો કોંગ્રેસે 2 બેઠક જીતી, JDS નું ખાતું ન ખુલ્યું
કર્ણાટક વિધાનસભા પેટા ચૂંટણીમાં (karnataka assembly by election) ભાજપનો (BJP) દબદબો રહ્યો છે. કર્ણાટકમાં 15 બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ આજે જાહેર થતાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. ભાજપે શાનદાર સફળતા મેળવી છે અને 12 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી છે. તો જેડીએસની સ્થિતિ કફોડી બની છે. એક પણ બેઠક મળી નથી.
Trending Photos
નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા પેટા ચૂંટણીમાં (karnataka assembly by election) ભાજપનો (BJP) દબદબો રહ્યો છે. કર્ણાટકમાં 15 બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ આજે જાહેર થતાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. ભાજપે શાનદાર સફળતા મેળવી છે અને 12 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી છે. તો જેડીએસની સ્થિતિ કફોડી બની છે. એક પણ બેઠક મળી નથી.
કર્ણાટકમાં 15 વિધાનસભા સીટોની પેટાચૂંટણીની મતગણતરી થઇ છે. પરિણામ ચાર મહિના જૂની બી.એસ. યેદિયુરપ્પા (Yeddyurappa) સરકારનું ભવિષ્ય નક્કી થયું છે. કારણ કે સત્તારૂઢ ભાજપ (BJP) સરકાર પાસે બહુમતની ખોટ છે. ભાજપને ઓછામાં ઓછી છ સીટો જીતવી પડે એમ હતી. જેની સામે ભાજપનો 12 બેઠકો પર વિજય થયો છે.
ભાજપ પાસે હાલમાં 105 ધારાસભ્ય છે, જેમાં એક અપક્ષ ધારાસભ્ય પણ સામેલ છે. કોંગ્રેસ (congress)ની આંખો પણ પરિણામ પર ટકેલી છે, કારણ કે તેમના નેતા જનતા દળ-સેક્યુલરની સાથે ફરીથી ગઠબંધનના સંકેત આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા બી.કે.પ્રસાદે કહ્યું કે પરિણામોથી ઘણી બધી વસ્તુઓ બદલાઇ જશે.
યેદિયુરપ્પાના સત્તામાં આવતાં પહેલાં કોંગ્રેસ-જદ (સેક્યુકર)ની સરકાર કોંગ્રેસના 14 તથા જદ-સેક્યુલરના ત્રણ ધારાસભ્યોના રાજીનામા પડી ગયા હતા. તમામ બાગી ધારાસભ્યોએ પૂર્વ વિધાનસભા અધ્યક્ષે અયોગ્ય ગણાવી દીધા. હવે 15 સીટો પર પેટાચૂંટણી કરાવવામાં આવી છે. બે સીટો માટે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
અઠાની, કગવાડ, ગોકક, યેલાપુર, હિરેકેરૂર, રાનીબેન્નૂર, વિજયનગર, ચિકબેલાપુર, કે.આર.પુર, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજીનગર, હોસાકોર્ટે, કે.આર.પેટે, હુનસૂર સીટો પર પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે.
ટ્રેન્ડમાં ભાજપને ભારે બઢત. 10 સીટો પર આગળ. કોંગ્રેસ અને જેડીએસ 2-2 સીટો પર આગળ. એક સીટ પર અપક્ષ આગળ.
ચૂંટણી કમિશનની વેબસાઇટ અનુસાર 15માંથી 11 સીટોના ટ્રેન્ડ આવ્યા છે. 6 પર ભાજપ, 2 કોંગ્રેસ, 2 પર જેડીએસ તો 1 પર અપક્ષ આગળ.
શિવાનગર વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના રિઝવાન અરશદ આગળ ચાલી રહ્યા છે.
#Karnataka bypolls results trends: In Shivajinagar constituency, Rizwan Arshad from Congress is leading (file pic) pic.twitter.com/5yMIsRVSMt
— ANI (@ANI) December 9, 2019
શરૂઆતી ટ્રેન્ડ અનુસાર કોંગ્રેસ અને ભાજપ એક-એક સીટ પર આગળ.
#Karnataka bypolls results trends: Congress and BJP leading in one seat each, as per Election Commission; Counting is underway in 15 assembly seats
— ANI (@ANI) December 9, 2019
Karnataka: Counting of votes for #KarnatakaBypolls begins at 15 counting stations. https://t.co/2Q0iW8Ckm2
— ANI (@ANI) December 9, 2019
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે